કોણ જીતશે બાઈકર્સના દિલ જાવા મોટરસાઈકલ કે બુલેટ ??
આમોર્ડન યુગ માં યુવા વર્ગને બધી ફેસેલિટી જોઈતીહોય છે સારા કપડાંથી લઈને , બાઈકથી લઈને જીવન જરૂરિયાતનીબધી જ વસ્તુ તેમાં પણ જો સ્ટુડન્ટ ની વાત કરવાંમાં આવે તો તેઓને પોતાની છાપ બીજા પાસેપાડવા સારા કપડાં , બેગ ચશ્મા, વોચ , બાઈક વગેરે જેવી સારી વસ્તુ જોતી હોય છે.
તેમાં પણ કોલેજ સ્ટુડન્ટમાં બાઈકનો ક્રેઝતો ખૂબ જ હોય છે. તેમાં પણ જો નામ બુલેટની કરવામાં આવે તો છોકરાથી લઈ ને છોકરિયો બધા જ તેની પાછળ ગાંડા હોય છે પરંતુ શું બુલેટને પણ ટક્કર આપવા ફરી એક વાર જાવા મોટરસાઈકલ પોતાનું વર્ચસ્વ માર્કેટમાં લાવી રહી છે.
1970 થી લઈને 1990 પૂરા 30 વર્ષ જાવા મોટરસાઈકલનો કોઈ’ મુકાબલો નથી કરી શક્યું જેમાં બે સ્ટ્રૉક અને બે સિલેન્સર્સ હતા, જેમાં તમામ ભાગોને આવરી લેવાયો હતો. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ હતી કે તે તેના કિક સ્ટાર્ટરમાંથી ગિયર બદલવાનું કામ થઈ જતું હતું. આ ઉપરાંત, તેની રચના પણ ખૂબ સસ્તી અને સરળ હતી.
1996 માં, જ્યારે આઇડિયાયલ જાવા (ઇન્ડિયા) લિમિટેડ કંપની ભારતમાં બંધ થઈ હતી, ત્યારે 175 સીસી, મોનાર્ક, ડિલક્સ, રોડકિંગ અને ક્લાસિક નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આવી આકર્ષક મોટરસાઇકલ કંપનીને બંધ કરવાના કારણો એ છે કે ભારતમાં પ્રદુષણ ધોરણો પર કડક નિયંત્રણ અને ઉત્પાદન ફેક્ટરીમાં શ્રમ સમસ્યા સર્જાય હતી. જ્યારે પરિસ્થિતિ એ છે કે ભારતીય બજારમાં ગ્લોબલાઈજેશન ના લીધે વિશ્વ સંગઠન ના કડક માપદંડોના લીધે આવું થયું હતું.
જ્યારે યુરોપમાં આ મોટરસાઈકલ હજુ સુધી પ્રખ્યાત છે. જોકે હવે 23 વર્ષ પછી ભારતમાં જાવા ફરી અર્ક વાર પાછું આવી રહ્યું છે કંપની એ તેની નવી બૂકિંગ 15 નવેમ્બરથી જ શરૂ કરી દીધી છેજેની ટક્કર રોયલ ઇન્ફિલ્ડ ની 350 સીસી બુલેટથી થઈ રહી છે