નેકના મૂલ્યાંકન માટે આગામી તારીખ ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ’નેક’ની ૬ સભ્યોની ટિમ આવી રહી છે ત્યારે ચકાસણી સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક કપાય નહીં તે માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. યુનિવર્સિટીનું નાક બચાવવા કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ટિમ આવે તે પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ કચેરીની બાજુમાં મિટિંગ રૂમમાં સાજશણગાર કરવામાં આવ્યા છે. પ્રથમ કુલગુરુ ડોલરરાય માંકડની તસવીરની આજુબાજુમાં થઈ રહેલા શણગારનું આજરોજ વીસી ડો. નીતિન પેથાણી અને પીવીસી ડો. વિજય દેસાણી અવલોકન કરતા હતા અને હવે નાકના ટેરવા નીચે ’નાક’ બચશે??