વેપાર-ધંધો ઓનલાઈન બનતા જાયન્ટ્સ ઈ-કોમર્સ કંપનીઓને નિયંત્રિત કરવી પણ જરૂરી છે. આ માટે સરકાર આગામી દિવસોમાં નવી ઈ-કોમર્સ નીતિ લાગુ કરવા જઈ રહી છે. જેને લઇ ઘણા વિભાગો ઘેરી ચિંતામાં મુકાયા છે. ઇ- મર્સ કંપનીઓ નવા નિયમો સામે નારાજગી વ્યક્ત કરી રહી છે તો આ માટે સરકારની નટચાલ રોકાણકારોને પણ મૂંઝવી રહી છે.
સરકારની નટચાલથી રોકાણકારોને મુંઝવી રહી છે..!!
તેમણે નવા નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી દલીલ કરી છે કે આનાથી વ્યવસાય કરવામાં મુશ્કેલી થશે. આ સાથે, રોકાણ સાથે સંબંધિત પરિબળો પર પણ અસર પડશે. ગ્રાહક બાબતો મંત્રાલય ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે આ દરખાસ્ત અનેક પડકારો પેદા કરશે. આ લાઇસન્સ રાજની શરૂઆત કરશે, જે ઇ-કોમર્સ કંપનીઓને વ્યવસાય કરવાનું મુશ્કેલ બનાવશે.
કાયદાની આટાઘૂંટી ઉભી કરશે. આઝાદી પહેલાં જેમ લાયસન્સ માટે જટિલ પ્રક્રિયા હતી તેવી લાંબી પ્રક્રિયા પ્રવર્તમાન સમયમાં લાગુ થાય તો રોકાણકારોને અવરોધશે. નોંધનીય છે કે ઇ-કોમર્સ ક્ષેત્રેના નવા નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો દરેક ઇ-કોમર્સ કંપનીએ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગમાં આ માટે સૌ પ્રથમ નોંધણી કરાવવી પડશે.