ભાજપનાં અન્ય પક્ષોના સભ્યો જોડાતા વધુને વધુ રાજકીય રીતે પક્ષ મજબુત બની રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ મુકત ભારતના અભિયાનને જાણે કે દેશના તમામ રાજયોમાં દિવસેને દિવસે ભારે પ્રતિસાદ મળતો જતો હોય તેમ બીન ભાજપ પક્ષનો પદાધિકારીઓ, હોદેદારો ધારાસભ્યોના ભાજપ-કોંગ્રેસનો દોર સતત આગળ ધપતો જાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુને વધુ રાજકીય શકિત મળતી જાય છે.
ભાજપ પ્રદેશનું આ અભિયાન મહારાષ્ટ્રમાં પણ આકાર લઇ રહ્યું હોય તેમ ભાજપના વરીષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર જળ સંશાધન મંત્રી ગીરીશ મહારાજે રવિવારે એવો દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા પચાસેક ધારાસભ્યો કોંગ્રેસ અને એનસીપીમાંથી ભાજપમાં આવવા તૈયાર થયા છે. અને પોતાના સંપકર્મા છે. આગામી વિધાનસભાની ચુંટણી આ વર્ષે જ યોજાવવાની છે ત્યારે એનસીપી અને કોંગ્રેસના પ૦ ધારાસભ્યોની કેસરીયા કરવાની તૈયારીએ ભાજપની છાવણીમાં આનંદ ઉત્સવ ઉભો કરી દીધો છે.
ગીરીશ મહાજને જણાવ્યું હતું કે પ૦ જેટલા કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યો ભાજપ સાથે સંપર્કમાં છે. સાથે સાથે એનસીપીના વરિષ્ઠ નેતા ચિત્રા વાઘે એક મહિના અગાઉ જ ભાજપ સાથે જોડાવવાનું સંકેત આપી દીધુ હતું. તેમણે જણાવ્યું હતું કે હવે પોતાની માતૃ સંસ્થામાં પોતાની કોઇ રાજકીય ભવિષ્ય નથી. આ તમામ ધારાસભ્યોએ આગામની વિધાનસભાની ચુંટણી પહેલા જ ભાજપમાં જોડાવવાને તૈયારીઓ શરુ કરી દીધી છે. એનસીપીના નેતા અને મુંબઇ એકમના પ્રમુખ અને પૂર્વ મંત્રી સચિન આહીર મહીલા પાંખના પ્રમુખ શ્રીમતિ
ચિત્રા વાઘ ટુંક સમયમાં જ તેમનો પક્ષ છોડીને ભાજપમાં જોડાવવા તૈયાર થયા છે આહિરતો શિવસેનામાં જોડાઇ પણ ચુકયા છે. એનસીપીના ધારાસભ્ય વૈભવ પિચડ પણ ભાજપા જોડાવવા તૈયાર થયા છે.
ગીરીશ મહાજને શરદ પવારનાએ આક્ષેપને ફગાવી દીધો છે. જેમાં શરદ પવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સામે સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. પવાર પોતાની રાજકીયે નિષ્ફળતાઓ પર ઢાંક પીછોળો કરવા આવા આક્ષેપો કરેલ અમે કોઇને ભયભીત કરતા નથી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફર્નાડીસે પણ આવકવેરાના દરોડાઓ એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી હસને મુશરફના વ્યવસાયિક ઠેકાણા પરના દરોડાઓને કાયદેસરની કાર્યવાહી નહિ કે રાજકીય રાગદ્રેષથી આ રેડ પડાવી હોવાનો આક્ષેપ નકારી કાઢયો હતો. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને નવી મુંબઇ કોર્પોરેશનના મેયર સંદીપ નાયક સહીતના સંખ્યાબંધ કોર્પોરેટરો એનસીપીમાંથી ભાજપમાં આવવા તૈયાર થઇ ગયા છે. ગણેશ નાયક એનસીપીના નેતા દ્વારા શરુ કરાયેલી આ રાજકીય ગતિ વિધી વ્યાપક પ્રમાણમાં ફેલાય ગઇ છે. સંદીપ નાયકને ભાજપમાં જોડાવવાની સાથે કોર્પોરેટરની મળેલી બેઠકમાં એવો નિર્દેશ અપાયો હતો કે વિધાનસભાની ચુંટણી પહેલા જો આ વિચારનો અમલ થાય તો ભાજપની માત્ર મજબુત ઉમેદવારોની પ્રાપ્તિ જ નહી પરંતુ મજબુતી થી સત્તા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
૨૦૧૪ની ચુંટણીમાં ભાજપે ૨૮૮ બેઠકો માંથી ૧રર બેઠકો મેળવી હતી જયારે શિવસેના એ ૯૩ અને કોંગ્રેસ અને એનસીપીને અનુક્રમે ૪૨ અને ૪૧ બેઠકો મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસ અભિયાનને વધુને વધુ બળવતર બનાવવા દેશભરમાંથી ભાજપમાં જોડાવવાની જે આંધી ઉભી થઇ છે. તેમાં મહારાષ્ટ્ર પણ જોડાયું. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના પ૦ જેટલા ધારાસભ્યો કેસરીયા કરવા ભાજપના સંપર્કમાં હોવાના ભાજપના વરિષ્ઠ નેતા અને જળ સંશાધન મંત્રી ગીરીશ મહાજનના દાવાએ મહારાષ્ટ્ર સહીત સમગ્ર દેશમાં ભારે ગરમી ફેલાવી છે.