ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસનો લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ
સ્પષ્ટ બહુમત ધરાવતી મોદી સરકારની ચાર વર્ષોમાં આજે પ્રમ કસોટી થવા જઈ રહી છે. ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ તરફી કેન્દ્ર સરકાર વિરુધ્ધ આજે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થશે. કેન્દ્ર સરકારે આંધ્રને વિશેષ દરજ્જો આપવાનો નનૈયો ભણી દેતા આંધ્રમાં વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી રહેલી વાયએસઆર કોંગ્રેસે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું પગલુ ભર્યું છે. આંધ્રમાં ટીડીપી એક તરફ વાયએસઆર કોંગ્રેસના હરીફની ભૂમિકામાથી હોવાી તેણે પણ મોદી સરકાર વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકયો છે. જો કે, ભાજપ પાસે લોકસભામાં પુરતુ સંખ્યાબળ છે. વાયએસઆર કોંગ્રેસના વાય.વી.સુબ્બા રેડી અવિશ્વાસની દરખાસ્ત માટે તેમણે આપેલી નોટિસને આજે કાર્યવાહીની યાદીમાં મુકવા કહી ચૂકયા છે. ટીડીપી પણ અવિશ્વાસની દરખાસ્ત માટે નોટિસ ફટકારી ચૂકી છે. મોદી સરકાર અવિશ્વાસની દરખાસ્તની વેંતરણી પાર કરશે કે કેમ તે નકકી થઈ જશે. અવિશ્વાસના મતને ૫૦ સભ્યોનો ટેકો છે. જેમાં ૧૫ ટીડીપી અને વાયએસઆરના ૮ સભ્યો છે. કોંગ્રેસ અને ડાબેરીઓ આ પ્રસ્તાવને સર્મન આપવાના છે તેવું અગાઉી જાહેર થઈ ચૂકયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,