કોરોનાને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશોની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટા ભાગના તમામ દેશોમાં રસીકરણ ઝૂંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસરો ઊપજી છે. જેમાથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. એવામાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન મળતા કૌશલ્ય શક્તિની પણ તક વિધાર્થીઓ ગુમાવી રહ્યા છે.
જો કે કોરોનાની બીજી લહેર અંકુશમાં આવતા હવે શાળાઓ ફરી ખોલવી જોઈએ કે નહીં ?? છેલ્લાં ઘણા સમયથી શાળાઓને લાગેલા તાળાં ક્યારે ખુલશે એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ અંગે સરકાર પણ વિચારાધીન છે. આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્ય્ક્ષ્તામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શાળા-કોલેજોને ફરી ક્યારથી શરૂ કરવી તે અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, આગામી બે માસના સમયગાળામાં શાળાઓ ફરી ખૂલે તેવું સરકારનું આયોજન છે. જરૂરી માપદંડ અને એસઓપી સાથે શાળા-કોલેજોને પુન:ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જો કે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર માસમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. આવામાં શાળાઓને લાગેલા તાળાં તોડવા અઘરા અને મોટા જોખમરૂપ જરૂર છે. જો કે ઘણા નિષ્ણાતોને મતે ત્રીજી લહેર આવશે જ તેમ કહેવું સંપૂર્ણ સત્ય નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્ય સરકાર વિધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેતાં છેલ્લે 18મી માર્ચે શાળાઓને ફરી તાળાં લાગી ગયા હતા. 18મી માર્ચે સ્કૂલ બંધ કરી દેવાનો મોટો નિર્ણય લીધો હતો. વચ્ચમાં સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, અને પછીથી સંખ્યા 30 ટકાથી પણ ઓછી થઈ ગઈ હતી.