‘પારક ઈ પારકા…’ માતૃભુમિ અને વતન સાથે ગદ્દારી કરીને દેશ મુકી ભાગી જનારા લોકો માટે પારકા ક્યારેય પોતાના થતાં નથી. ભારતના ભાગેડુ મેહુલ ચોકસી હોય કે, દાઉદ ઈબ્રાહીમ શરણાગતિ અને ભારતના પ્રત્યાર્પણ બચવા માટે પારકાને પોતિકા કરવા મથતા લોકોને પગલે-પગલે પૈસા આપીને બચવું પડે છે અને આવા ગદ્દારોને લૂંટવામાં દુનિયામાં કોઈ કસર નથી રહેતી. કૌભાંડકારી મેહુલ ચોકસી માટે પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. જો કે, મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ આડે હજુ કેટલાંક કાયદાકીય ગુંચવાડાઓ ઉભા થયા છે અને વેચાતી લીધેલી નાગરિકતા આડે ધરીને મેહુલ ચોકસી પ્રર્ત્યાપણથી બચતો રહે તેવી પરિસ્થિતિમાં મેહુલ ચોકસીને ભારત લાવવા ગયેલી જાન લીલા તોરણે પાછી ફરે તેવું દેખાઈ રહ્યું છે.
કતાર એક્ઝિક્યુટીવ બિઝનેશ હેડ ચાર્ટર પ્લેન દિલ્હીથી ડોમીકા મોકલવામાં આવ્યું છે અને શનિવારે સવારના પહોરમાં કેરેબીયન ટાપુ પર લેન્ડ થઈ ગયું હતું. ચોકસીને ભારત લાવવા માટેના પ્રયત્નો લાંબા સમયથી ચાલી રહ્યાં છે. 13500 કરોડના બેંક ગોટાળામાં રેડકોર્નર નોટિસથી ફરાર જાહેર થયેલા મેહુલ ચોકસીને દિલ્હી લાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જો કે પ્રર્ત્યાપણની આ કવાયત દેખાય તેવી સરળ નથી. મેહુલ ચોકસી સહિતના કૌભાંડકારીઓમાં નિરવ મોદી અને અન્ય લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી. નિરવ મોદી અત્યારે ઈંગ્લેન્ડની જેલમાં બંધ છે. મેહુલ ચોકસી કૌભાંડ કર્યા બાદ ભારતથી ભાગી ગયો હતો અને એન્ટીગુઆમાં નાગરિકતા લઈને લાંબા સમયથી રહેતો હતો. ગયા રવિવારે એન્ટીગુઆમાંથી ગુમ થયેલા ચોકસીને ડોમીનીકા એન્ટીગુઆમાંથી લાવવા માટે તજવીજમાં તેની નાગરિકતાનો બચાવ અવરોધ ઉભો કરી રહ્યું છે. ગયા રવિવારે ડોમીનીકાના નાગરિકત્વને લઈને પ્રશ્ર્ન ઉભા થયા હતા.
મેહુલ ચોકસીને કોરોના નેગેટીવ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા મેહુલ ચોકસીને ડોમીનીકાથી ભંડલ, ગુર્જીત અને સિંઘ ગુરમીત નામના બે એજન્ટોએ કેરેબીયન ટાપુથી લંડન જવા માટેની વ્યવસ્થા માટે રૂપિયા પડાવ્યા હતા. ડોમીનીકામાં ફસાયેલા મેહુલ ચોકસી પાસેથી અનેક લોકોએ પૈસા ખંખેર્યા હતા. 1400 કરોડના પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સામે આ અઠવાડિયે ડોમીશીયલ હાઈકોર્ટમાં સુનાવણી હતી. હાઈકોર્ટે અરજદારની હેબીઅર્સ કોપર્સની અરજી અંગે આગામી બુધવારે 2જી જૂને સુનાવણી હાથ ધરવાની હકીકત આપી છે. ચોકસીના વકીલ જુલીયન પ્રિવોર અને વીયન માર્સે આ કાનૂની પ્રક્રિયા અંગે માધ્યમોને કંઈ કહેેવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ હાલના સંજોગોમાં મેહુલ ચોકસીને પરત લેવા ગયેલું ચાર્ટર વિમાન જાન લીલા તોરણે પાછી આવે તેવું દેખાઈ રહ્યું છે.