- રૂપાલા વિવાદ મામલે સાંજે ક્ષત્રિય સમાજની મહત્વ પૂર્ણ બેઠક
- ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો થશે એકત્રિત: ઘીના ઠામમાં ઘી પડી જવાની સંભાવના
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો છે રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં વિવાદ શાંત થવાના બદલે સતત વકરી રહ્યો છે. આ પ્રકરણને શાંત કરવા આજે સાંજે ક્ષત્રીય સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ લાલઘુમ બન્યો છે. ક્ષત્રીય સમાજ નાં વિવિધ સંગઠનો એ પરષોતમ રુપાલા નો વિરોધ કરતા વિરોધની આગ ભાજપ ને દજાડી રહીછે. પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની માફી માંગી હોવા છતા પણ ક્ષત્રીય સમાજ નો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મુંઝવણ શરુ થઈ છે.
દરમિયાન વિવાદ ને પુરો કરવા સ્થાનીક અને પ્રદેશ ભાજપ નું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયુ હોય હવે ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં પ્રભુત્વ ધરાવતા ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ને ડેમેજ કંટ્રોલ નું સુકાન સોંપાયુ છે.આજે સાંજે જયરાજસિહ ાં સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજ નાં ધારાસભ્યો,પુર્વ ધારાસભ્યો,વિવિધ સંગઠનો નાં આગેવાનો સહિત ની બેઠક નું આયોજન કરાયું છે.
પરષોતમ રુપાલા સામે ક્ષત્રીય સમાજ નો વિરોધ શાંત બને અને ” ઘીનાં ઠામ માં ઘી “પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિહ દ્વારા થનાર છે.લોકસભા ની ચુંટણી વચ્ચે જ વિવાદી વિધાન દ્વારા પરષોતમ રુપાલા ખરેખર નાં ફસાયા હોય તેમનો બચાવ કરવા ભાજપ દ્વારા હવે જયરાજસિહ જાડેજા ને સુકાન અપાયુ છે.
પરષોતમભાઇ રૂપાલાના નિવેદન બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજના આગેવાનો આગ બબૂલા બની ગયા છે. વિવાદ સતત વકરતા ખુદ ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ ખૂદ રાજકોટ દોડી આવ્યા હતા. ગઇકાલે તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, ટુંક સમયમાં વિવાદ ઉકેલાય જશે દરમિયાન આજે સાંજે ગોંડલના શેમળામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ગણેશ ગઢ ખાતે ક્ષત્રીય સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.
જેમાં ક્ષત્રીય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાન, ક્ષત્રીય સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આજે વિવાદનો સુખદ નિવેડો આવી જવાની સંભાવના જણાય રહી છે.
લાઠી સ્ટેટના ભાયાતે પરષોતમ રૂપાલા વિરૂધ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો
રાજકોટના રહીસ આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ જે ક્ષત્રિય જ્ઞાતિના ગરાસીયા રાજપુત છે અને ખીજડીયા ગામ તા.ઉમરાળા, જી.ભાવનગર મુળ ગામના હોય અને લાઠી સ્ટેટના રાજા મહારાજાના ભાયાત (વંશજો) છે. તાજેતર મા તા.24/ 3/2024ના રોજ સોશ્યલ મીડીયામા એક વીડીયો વાયરલ થયેલ જે વીડીયોમા પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરૂધ્ધમા વાણી વિલાસ કરીને જણાવેલ કે મહારાજાઓ નમ્યા અને રોટી બેટીનાવ્યવહારો કરેલા તેવુ જાહેર સભામા નિવેદન આપેલ હતું. તે પ્રકારનો વિડીયો વાયરલ થતાં આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલના માન-સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચેલ હોય તેથી તેમણે નામદાર રાજકોટ જયુ.મેજી.ફર્સ્ટ કલાસ સમક્ષ પરસોતમભાઈ રૂપાલાની સામે આઈ.પી.સી ની કલમ 499,500 મુજબ ફરીયાદ ગુજારેલ હોય જે ફરીયાદમાં નામદાર કોર્ટે એ ફરીયાદી આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધેલ અને ઈન્કવાયરી રજીસ્ટરે લઈને વધુ સાક્ષી પુરાવા રજુ કરવા માટે સદરહુ કેસ મુલતવી રાખેલ છે. મુળ ફરીયાદપક્ષે એડવોકેટ સંજય એચ. પંડયા તથા જયદેવસિંહ ચોહાણ રોકાયેલ છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનો રોષ સાતમાં આસમાને: રૂપાલાના પુતળાનું દહન
માફી માંગવાથી નહીં ચાલે, ટિકિટ પરત ખેંચવા માંગ
સમગ્ર રાજ્યમાં પરુષોત્તમ રૂપાલા નો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પણ ક્ષત્રિય સમાજ ના મુખ્ય કાર્યાલય બહાર પરસોતમભાઈ રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ખાસ કરીને પરસોતમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગરના ધાર્મિક રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્સમાં બેઠક યોજવામાં આવી હતી ત્યારે અનેક પ્રકારે નિર્ણયો કરવામાં આવ્યા હતા અને ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તે છતાં પણ ઉમેદવાર હટાવવામાં ન આવતા અંતે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે.
ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલા ક્ષત્રિય સમાજના મધ્ય કાર્યાલય ખાતે પહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડો. રુદ્રસિંહ ઝાલા તેમજ સમાજના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો તથા વડીલોની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલા માફી માંગી લે તો તે પતી જાય તેવું નથી અને વારંવાર ક્ષત્રિય સમાજના થતા અપમાન હવે ક્ષત્રિય સમાજ સહન નહીં કરે અને
સુરેન્દ્રનગર ખાતે આવેલા ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલય ખાતે પરસોતમભાઈ રૂપાલાનું પૂતળા દહન કરી અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે નહિ બદલવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે .
ક્ષત્રિય સમાજમાં પરસોતમ રૂપાલા ના નિવેદન પછી આક્રોશ વધતો જઈ રહ્યો છે અને હવે આ આક્રોશ ચરમ સીમાએ પહોંચી ગયો છે