ઉડ્ડયન ક્ષેત્રમાં ગળાકાંપ હરીફાઈના કારણે ડૂબેલી જેટ એરવેઝને ઉડાન ભરાવવા મામણ
લાંબા સમયી બંધ પડેલી જેટ એરવેઝ ઈન્ડિયા લીમીટેડના સંચાલન માટે અવાર નવાર ઓફર થઈ હોવાની વાત સામે આવી છે. દરમિયાન યુકેનું હિન્દુજા બ્રધર્સ ગ્રુપ જેટ એરવેઝના સંચાલન માટે રસ દાખવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો મુજબ ગોપીચંદ હિન્દુજા અને અશોક હિન્દુજા દ્વારા સંચાલીત હિન્દુજા ગ્રુપ દ્વારા જેટ એરવેઝને ખરીદવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
મળતી વિગતોનુસાર આગામી તા.૧૫ જાન્યુઆરી સુધીની ડેડલાઈન જેટ એરવેઝને આપવામાં આવી છે. આ તારીખ સુધીમાં સોદો કરવાનો કરવાનો રહેશે. આ ખરીદદારી માટે હિન્દુજા બ્રધર્સ અન્ય ભાગીદારોને પણ શોધી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ સીનર્જથી ગ્રુપ કોર્પોરેશન દ્વારા જેટ એરલાઈન્સને ખરીદવા માટે ઓફર થઈ હતી. જો કે ત્યારબાદ હવે આ કંપની ખરીદવા માટે વિદેશી રોકાણકારો પણ સામે આવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેટ ઈન્ડિયા કરોડો રૂપિયાની ઉઘરાણી બેંકોની હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક ૮૨ બીલીયન રૂપિયાની ઉઘરાણી કરી રહયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બેંકો પણ જેટ એરવેઝ પાસે ઉઘરાણી કરી રહી છે. આ મામલે હજુ સુધી હિન્દુજા બ્રધર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી ની પરંતુ જેટ એરવેઝને ખરીદવા માટે ભારતીય સહિત વિદેશી કંપનીઓને પણ રસ હોવાનું અવાર-નવાર સામે આવ્યા બાદ હવે હિન્દુજા બ્રધર્સ પણ જેટ એરવેઝને ઉડાવવા માટે રસ દાખવતા હોવાની વિગતો સાપડી છે. આવા સંજોગોમાં એર ઈન્ડિયા માટે પણ કોઈ ગ્રાહક સામે આવશે તેવી આશા ઉજળી બની ગઈ છે. એર ઈન્ડિયાને ખરીદવા માટે હજુ સુધી યોગ્ય કંપની સામે આવી ની. પરિણામે ટૂંકાગાળામાં એર ઈન્ડિયાના પૈડા થંભી જશે તેવું માનવામાં આવે છે.