રિપોર્ટ બહાર આવતા જ અદાણીના શેરોમાં કડાકો બોલાયો !!!

ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઇસિસનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ આવ્યો છે તેવા સમયે જ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાતા રોકાણકારોના શ્વાસ અધ્ધર ચડી ગયા છે.

માલિકીની કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ એફપીઓ મારફતે 20,000 કરોડ રૂપિયા એક્ત્ર કરી રહી હતી ત્યારે કોર્પોરેટ જૂથ ઉપર ગંભીર આક્ષેપ કરતા રિપોર્ટથી ખળભળાટ મચ્યો છે અને કંપનીના શેરમાં ઘટાડો આવ્યો છે. સ્ટોક્સમાં આ કડાકાનું કારણ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ ફર્મની એક રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોર્પોરેટ ગ્રૂપ દાયકાઓથી શેરબજારને ખોટી રીતે નિયંત્રિત કરવાનું કામ કરી રહ્યું હતું.

કંપની તેની સ્કીમોને પ્રમોટ કરીને શેરબજારને નિયંત્રિત કરી રહી હતી જે એક રીતનો ‘ફ્રોડ’ છે. હિંડનબર્ગ અદાણી ગ્રૂપમાં યુએસ-ટ્રેડેડ બોન્ડ મારફતે એક્સપોઝર ધરાવે છે. હિંડનબર્ગનું માનવું છે કે,અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને તેના કારણ જ કોર્પોરેટ ગ્રૂપ પર સંકટ ઉભું થયું છે.

જો કે, અદાણી ગ્રૂપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગશિંદર જીત સિંહનું કહેવું છે કે આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. કંપનીની વિશ્વસનીયતાને પ્રભાવિત કરવા માટે રિપોર્ટમાં એવી વાતો ઉમેરવામાં આવી છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે. પરંતુ વાસ્તવિકતા આ અહેવાલોથી તદ્દન વિપરીત છે. બીજી તરફ, કંપનીએ દાવો કર્યો છે કે તે દાયકાઓથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીમાં કામગીરી કરી રહી છે. તે ફોરેન્સિક ફાઇનાન્સિયલ રિસર્ચની કામગીરી ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ એનાલિસિસ મારફતે કરે છે.

ડેરિવેટિવ્સ એસેટ્સ ખરીદવા અથવા વેચવા માટે બે અથવા વધુ સંસ્થાઓ વચ્ચેનો કરાર છે. તેને એક કોન્ટ્રાક્ટ કહેવાય છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના સ્તરે સૂત્રો પાસેથી મળેલી માહિતીની તપાસ કરે છે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. એટલુંજ નહીં અદાણી ગ્રુપના ચીફ ફાઇનાન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, તેઓ વિદેશી કંપની દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે કંપની ઉપર પ્રતિકારક અને શિક્ષાત્મક કાર્યવાહી માટે સંબંધિત જોગવાયોનું મૂલ્યાંકન અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.