જેનો રાજા વેપારી તેની પ્રજા…. ?
માર્કેટને બેઠું કરવા સરકારના પ્રયાસો સાથે સાથે લોકોને પણ વિશ્વસનિયતા અને દેશદાઝ બતાવવી પડશે
ભારત દેશની અર્થવ્યવસ્થા કથળેલી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે જે મંદ પડેલા ક્ષેત્રો છે તેને ફરીથી બેઠા કરવા માટે ક્ષેત્ર દ્વારા સરકાર પાસેથી ક્ધસેસનની અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે સરકાર જો દરેક ક્ષેત્રનાં ટેકસ સ્લેબમાં કનસેશન આપશે તો દેશને જે રેવન્યુની જરૂર છે તે કેવી રીતનાં મળી શકશે. સરકાર માટે ટેકસની આવક રેવન્યુ માનવામાં આવે છે. જીએસટી લાગુ થયું તે પૂર્વે વેપારીઓ અને ઉધોગપતિઓ દ્વારા ટેકસ ચોરી કરવામાં આવતી હતી જેનાં પરીણામ સ્વરૂપે દેશને આર્થિક નુકસાની પણ વેઠવી પડતી હતી પરંતુ જીએસટી લાગુ થયા બાદ સરકારની તિજોરીમાં આવક થવાની શરૂ થઈ છે. જયારે તેની સામે અનેકવિધ ઉધોગો મંદ પણ પડી ગયા છે.
હાલ દેશની સ્થિતિ નબળી હોવાનાં કારણે અનેકવિધ ઉધોગો દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી રહી છે કે, તેમનાં ક્ષેત્રનાં જીએસટીમાં અથવા તો લાગુ પાડવામાં આવેલા કરને ઘટાડવામાં આવે. કારણકે જો કર નહીં ઘટે તો દેશની આર્થિક સ્થિતિને માઠી અસર પહોંચશે ત્યારે સરકાર દ્વારા એ પણ જરૂરી છે કે, મંદ પડેલા ક્ષેત્રોને બુસ્ટર ડોઝ આપવામાં આવે અને તે દિશામાં પગલા પણ લેવામાં આવે. સરકાર જો કોઈ ઉધોગ અથવા તો ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપતું હોય તો તે શું પર્મનેન્ટ કે પછી ટેમ્પરરી તે જોવું એટલું જ જરૂરી છે. જો દેશને આવક થશે તો ક્ષેત્રમાં કરમાં ઘટાડો નોંધાઈ શકશે પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છેકે, જે મંદ પડેલા ઉધોગો છે તેમાં કેવી રીતે સરકાર મદદરૂપ થાય. ઓટો ક્ષેત્ર હાલ મંદીનાં ઓથા હેઠળ શ્વાસ લઈ રહ્યું છે ત્યારે ઓટો ક્ષેત્રમાં પ્રાણ પુરવા માટે ક્ષેત્ર દ્વારા સરકારને જીએસટીનાં દરમાં ઘટાડો કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ જીએસટી કાઉન્સીલ દ્વારા તેમની અરજીને ફગાવી દેતા ઓટો ક્ષેત્રમાં લાગુ જીએસટી રેટમાં કોઈ ફેરબદલ ન કરવાની સુચના પણ આપી હતી.
દેશની પ્રજા ટેકસ ચોરી કેવી રીતે કરવી તે દિશામાં હંમેશા આગળ વિચારતી હોય છે ત્યારે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી દ્વારા તેમનાં પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને બોગસ બિલીંગ અને બોગસ ઈનવોઈસને પકડવામાં આવી રહ્યા છે. રૂપિયા ૩૫૦૦ કરોડના ઇનવોઇસ પર રૂપિયા ૪૭૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટના સંભવિત કૌભાંડમાં બુધવારે ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા દેશના ૨૭ શહેરોના ૩૩૬ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડિરેક્ટર જનરલ ઓેફ જીએસટી અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના ૧૨૦૦ અધિકારીઓએ હા ધરેલા સંયુક્ત દરોડાઓમાં સરકાર પાસેઆઇજીએસટીમાં છેતરપિંડી કરતી મોટી સંખ્યામાં બોગસ કંપનીઓ અને નિકાસકારો ઝડપાઇ ગયા હતા.
ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અને ડિરેક્ટર જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ,પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના ૨૭ શહેરોમાં કાર્યવાહી કરાઇ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ અંતર્ગત આવતી આ બંને એજન્સીઓ દ્વારા દેશનાઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી દરોડાની કાર્યવાહી કરાઇ હતી. નિકાસકારો તેમના આર્થિક વ્યવહારો રૂપિયા એક કરોડી નીચા બતાવવા માટે સંખ્યાબંધ કંપનીઓની રચના કરી દે છે જેથી કર અધિકારીઓની આંખમાં ધૂળ નાખી શકાય.
કેટલાક નિકાસકારો બનાવટી સપ્લાયના આધારે ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટી તદ્દન અલગ આઇજીએસટીના પેમેન્ટ પર સામાનની નિકાસ કરતા હતા. તેની સાથે નિકાસના રિફંડ તરીકે આઇજીએસટી પેમેન્ટની સરકાર પાસે માગ કરાતી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર આ મોડસ ઓપરેન્ડીથી સારી રીતે વાકેફ હતી અને તેી અમે શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢવા અમે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કર્યો હતો. સરકાર ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પરવાનગી આપી રહી છે ત્યારે તમે પ્રામાણિક કરદાતાઓને પરેશાન કરી શકો નહીં. પરંતુ બનાવટી કંપનીઓ ઊભી કરી દેશની તિજોરીને નુકસાન પહોંચાડનારા નિકાસકારો સામે ટૂંકસમયમાં જ વધુ દરોડા હાથ ધરવામાં આવશે.