ટીવી નો પણ એક યુગ હતો, એવું કહીયે તો એમાં ખોટું ના કહેવાય. બ્લેક એન્ડ વાઈટથી શરૂ થયેલી ટેલિવિઝનની સફર આજે LCD, LED સુધી પોહચી છે. 80 કે 90 નો એ દાયકો યાદ કરો કે જયારે રામાયણ કે મહાભારત આવતું તો બધા લોકો કામ મૂકી ટીવી સામે બેસી જતા. હવે આજે એ ટીવી નું સ્થાન મોબાઈલ અને ખાસ કરીને OTT પ્લેટફોર્મે લઈ લીધું છે.
લોકો હવે ઝડપી થઈ ગયા છે, અને તેની સાથે મનોરંજનના સાધનો પણ ઝડપી થયા છે. કોઈ સીરીયલ, ફિલ્મ, મેચ, સમાચાર જોવા હોય તો એક ક્લિક પર તમે મોબાઈલમાં જોય શકો. આ કારણે જ ટીવીનો એક દબદબો હતો, જે હવે ઓછો થઈ રહ્યો છે. તેમાં પણ જ્યારેથી OTT પ્લેટફોર્મ આવ્યા છે, ત્યારથી ટીવી જોવા વારા વર્ગની સંખ્યા ઘટી ગઈ છે.
તમે જ વિચારો કે, છેલ્લે તમે ક્યારે ટીવી પર કોઈ એક ફિલ્મ જોઈ હતી. હવે એ વિચારો કે તમે OTT પ્લેટફોર્મ કે મોબાઈલ પર છેલ્લે ક્યારે કોઈ ફિલ્મ જોઈ હતી. તમને ટીવીમાં જોયેલી ફિલ્મ યાદ નહીં આવે પણ મોબાઈલ કે OTT માં જોયેલી ફિલ્મ યાદ આવી જશે. તેમાં પણ જ્યારથી લોકડાઉન થયું અને સિનેમા બંધ થયા, ત્યારથી મોટા ભાગની ફિલ્મો OTT પર રિલીઝ થવા લાગી. આ સાથે ટીવી જોતું યંગ ઓડિયન્સ OTT બાજુ ખેંચાઈ ગયું છે.
OTTનો અર્થ એડલ્ટ કન્ટેન્ટ એવી માન્યતા છે. જોકે, હકીકત એ પણ છે કે OTT પર અત્યારે જે પોપ્યુલર શો છે, તેમાંથી મોટાભાગના શો ફેમિલી સાથે જોઈ શકાય છે. આ ટીવી માટે ખતરાની ઘંટડી છે. સત્યજીત રેથી લઈ સ્પોર્ટ્સ સુધી, OTT પર બધું જ આવી રહ્યું છે. ટીવીની સાસુ-વહુ તથા પારિવારિક ઝઘડાઓની સિરિયલ માટે ટીકા કરવામાં આવે છે, પરંતુ કેટલીક પારિવારિક સિરિયલ આજે પણ ટીવીને બચાવી રહ્યું છે. જોકે, હવે આ દૃશ્ય બદલાઈ શકે છે.
ટેક્નોલોજીની આંગળી ઝાલીને ગુજરાતી સિનેમા સાઉથ જેવું પ્રજાપ્રિય બનશે ?
જ્યારેથી દેશમાં ઈન્ટરનેટ સસ્તું થયું છે, ત્યારથી મોબાઈલ અને OTT ના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં પણ OTT પર આવતા કન્ટેન્ટ થોડા જ સમયમાં લીક થઈ જાય છે. આ નવા કન્ટેન્ટ જોવાની આડમાં લોકો હવે ટીવી જોવાનું મૂકી OTT પર દોટ મૂકી છે. એવું કહેવું ખોટું નહીં રહે કે, મનોરંજન ક્ષેત્રે ટીવી અને OTT વચ્ચે એક રસપ્રદ સ્પર્ધાનું રણશિંગુ ફુકાય ગયું છે.