દસકા જૂના ડીઝલ વાહનો પર આવશે પ્રતિબંધ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત સરકારને તાકીદ કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા જે બી.એસ.ફોર સ્ટાન્ડર્ડની બસો ખરીદવાનો જે પ્લાન નિર્ધારીત કરવામાં આવ્યો છે તે કેટલા અંશે વ્યાજબી છે અને વધુમાં આ બસોનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થશે તે પણ એક પ્રશ્નાર્થ ઉદ્ભવીત થઈ ર્હ્યો છે. ટ્રીબ્યુનલ દ્વારા શુક્રવારના રોજ સરકારને શો-કોઝ નોટિસ અને રિપોર્ટની પણ માંગણી કરી છે.
મુસ્તાક કાદરી દ્વારા દર્જ કરવામાં આવેલી ફરિયાદના આધારે તેનું માનવું છે કે સરકાર આગામી દિવસોમાં ૪ હજાર ડિઝલ બસો ખરીદવા જઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોઈપણ નવા ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે.
વધુમાં વાત કરવામાં આવે તો ગત વર્ષની પાંચમી ડિસેમ્બરના રોજ મુસ્તાક કાદરીની અરજી પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ઓર્ડર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજય સરકાર દ્વારા ડિઝલ વાહનો કે જે ૧૦ વર્ષ જૂના હોય તેને રદ્દ કરવા અને તે અંગે ડિઝલ વાહનો પર લગામ રાખવું અને ડિઝલ વાહનોના રજિસ્ટ્રેશન ઉપર રિસ્ટ્રીકશન લગાવવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ડિઝલ વાહનનો કેટલા પ્રમાણમાં કરવો તે અંગેની પણ અટકળો સામે આવી રહી છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જે કોમર્શીયલ વાહનો છે કે જેને ૧૦ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તે તમામને રદ્દ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ડિઝલ વાહનો પર લગાવવામાં આવતા નિયમો માત્રને માત્ર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાતમાં અમલી બનાવવામાં આવ્યા છે. વધુમાં જરૂરીયાતવાળા વાહનોની અવધીમાં ત્રણ વર્ષનો વધારો કર્યો છે. જેમાં ૧૦ વર્ષના બદલે તેઓ ૧૩ વર્ષ સુધી ડિઝલ વાહનોનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૨માં ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કરતા જણાવ્યું હતું કે, તમામ વાહનોને નેચરલ ગેસના ઉપયોગમાં રૂપાંતરીત કરવામાં આવશે કે જે ઓર્ડર હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા તેને ચેલેન્જ કરવામાં આવ્યો નથી. ત્રણ વર્ષ બાદ હાઈકોર્ટ દ્વારા સરકારને પ્લાન્ટ બનાવવાનું જણાવવામાં આવી રહ્યું છે અને જે લોકઉપયોગ માટે ચાલતા ડિઝલ વાહનો જો ૧૦ વર્ષથી ચાલતા હોય તો તેઓના પૈડા થંભાવી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.