ભાજપ કાર્યસમિતિના સભ્યનું નિવેદન: કૃષિ કાયદો પરત ખેંચવા સરકારની વિચારણા
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મોદી બહુ મોટો દાવ ખેલીને ત્રણેય કૃષિ કાયદા પડતા મૂકે એવો સંકેત મળ્યો છે. યુપી ભાજપની કારોબારીના સભ્ય રામ ઈકબાલ સિંહે કહ્યું કે, યુપીના આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સરકાર આ કાયદા પાછા ખેંચવા વિચારી રહી છે. યુપીની ચૂંટણી અને ખેડૂતોનો આક્રોશ જોતાં કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવી શકે છે.
ખેડૂતોની કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણીને યોગ્ય ગણાવીને સિંહે કહ્યું કે, આ કાયદા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તો ભાજપના નેતા ગામોમાં જઈ શકતા નથી. આ આક્રોશ શમવાનો નથી. ભવિષ્યમાં પણ ખેડૂતો ભાજપના નેતાઓને ઘેરાવ કરશે જ.
ભાજપનાં સૂત્રો પણ સિંહની વાતને સમર્થન આપે છે. તેમનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે કૃષિ કાયદાનો અમલ અત્યારે મોકૂફ જ છે તેથી કાયદો હોય કે ના હોય, કોઈ ફરક પડતો નથી. આ સંજોગોમાં કાયદા પાછા ખેંચીને ખેડૂતોને ખુશ કરવાનો રાજકીય દાવ ખેલવામાં કશું ખોટું નથી
યૂપી ભાજપ કાર્યસમિતિના સભ્ય રામ ઇકબાલ સિંહે રવિવારે રાત્રે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ખેડૂતોની માંગ યોગ્ય છે. વિધાનસભા ચૂંટણી અને ખેડૂતોના ગુસ્સાને ધ્યાનમાં રાખી મોદી સરકાર નવા કૃષિ કાયદા પરત લઇ શકે છે.
કૃષિ કાયદાના વિરોધના કારણે ભાજપ નેતા પશ્ચિમ યૂપીના ગામમાં પ્રવેશ નહીં કરી શકે. તેમણે જણાવ્યું કે ખેડૂત ભવિષ્યમાં તેમનો ઘેરાવ પણ કરી શકે છે.