બીએસ-ઈંટ વાહનોના રિસેલ વેલ્યું, પાર્ટસ સહિતની સમસ્યાની ‘ભંગાર’ થઈ જશે
સતત વિકસતા જતા ભારતમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. જેથી પ્રદુષણ સહિતની અનેક સમસ્યાઓ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્રની મોદી સરકારે ઓછા પ્રદુષણ ફેલાવતા વીએસ એન્જીનોવાળા વાહનો જ ૧ એપ્રીલ ૨૦૨૦ બાદ વેચવા દેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ઈકો ફેન્ડલી ગણાતા સીએનજી અને ઈલેકટ્રીક વાહનોના વેંચાણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે તેના પરના જીએસટી ટેકસમાં પ ટકા સુધીનો ઘટાડો કરવા વિચારણા કરી રહી છે. જેથી, આગામી સમયમાં જૂના એન્જીનવાળા વાહનો ભંગાર થઈ જવાની સાથે સીએનજી અને ઈલેકટ્રીક વાહનોની બોલબાલા વધશે તેમ મનાય રહ્યું છે.
કેન્દ્રની મોદી સરકારે દેશમાં વધી રહેલી પ્રદુષણની સમસ્યાને કાબુમાં લેવા એક સાથે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે વધારે પ્રદુષણ ફેલાવતા બીએસ ઈંટ એન્જીનવાળા વાહનોની જગ્યાએ ૧લી એપ્રીલ ૨૦૨૦ બાદ બીએસ ટઈં એન્જીનવાળા વાહનો વેચવા દેવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશની મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓ હોન્ડા, ટોયોટા, કિરલોસ્કર, રેનોલ્ટ ઈન્ડીયા તેના તમામ નવા વાહનોના ૩૧ જાન્યુઆરી પહેલા બીએસ ટઈં એમીશન સ્ટાંડર્ડમાં ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે. જયારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર તથા ટાટા મોટર્સ પણ બીએસ ટઈં એમીશન સ્ટાંડર્ડ વાળા વાહનો બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. જયારે મારૂતી સુઝુકી અને હુન્ડાઈ મોટર્સે તો બીએસ ટઈં એમીશન સ્ટાંડર્ડ ટેકનોલોજીનો અનેક મોડેલોમાં ઉપયોગ કરીને વેચવા માટે બજારમાં મૂકી છે. જયારે ટુ વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વ્હીકલો બનાવતી કંપનીઓએ પણ તેના નવા મોડલોને બીએસથી બીએસ ટઈં એમીશન સ્ટાંડર્ડ ટેકનોલોજી વાળા એન્જીનોમા ફેરવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. જેથી ઓઈલ કંપનીઓએ પણ આ નવા એન્જીનોમાં ચાલે તેવા ઓઈલ બનાવવાની શરૂ આત કરી દીધી છે. હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં બીએસ ટઈં એન્જીનમાં ચાલે તેવા ઓઈલ ઉપલબ્ધ નથી.
ટોયોટા કંપનીએ ડીસેમ્બર અને જાન્યુઆરીમાં બીએસ ટઈં વાહનોનું ઉત્પાદન ૩૦ થી ૪૦ ટકા સુધી પહોચાડયું છે. જયારે હોન્ડાએ ૩૦ થી ૪૦ ટકા સુધી જયારે મહિન્દ્રાએ ૩૦ ટકા સુધી અને ટાટાના પેસેન્જર વાહનો વિભાગે ૨૦ ટકા સુધી નવી ટેકનોલોજીવાળા વાહનોનું ઉત્પાદન શરૂ કરી દીધી છે. જયારે હોન્ડાઈએ તેના ત્રણ મોડલને બીએસ ટઈં એન્જીનવાળા બજારમાં વેચાણ માટે મૂકી દીધી છે.જયારે માતી સુઝીકીએ તેના ૮ થી ૧૫ મોડલોને બીએસ ટઈં એન્જીન સ્ટાંડર્ડ વાળા બનાવીને વેચવા માટે બજારમાં મૂકી દીધા છે. જેથી સરકારે આ માટે નિયત કરેલી સમસમર્યાદા કરતા બે માસ પહેલા જ મોટાભાગની કંપનીઓએ બીએસ ટઈં વાહનો બજારમાં વેચાણ માટે મૂકી દીધા છે.
પેટ્રોલીયમ મંત્રાલયે સીએનજી અને ઈલેકટ્રીક વાહનોમાં લાગતા ૨૮ ટકા જીએસટી ટેકસમાં ૫ ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂકયો છે.જેથી આગામી સમયમાં સીએનજી અને ઈલેકટ્રીક વાહનોના ભાવમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. સીએનજી વાળા વાહનો પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનો કરતા ૨૫ ટકા ઓછો કાર્બન ડાયોકસાઈડ હવામાં છોડે છે જેથી પ્રદુષણની સમસ્યાને કંઈક અંશે કાબુમાં લઈ શકાશે. હાલમાં સીએનજી પર ચાલતા વાહનોની સંખ્યા ૬ ટકા છે તેને વર્ષ ૨૦૩૦માં ૧૫ ટકા સુધી લઈ જવનો સરકારે નિર્ણય કયો છે. જેના માટે સરકારે હાલ દેશમાં આવેલ ૧૯૦૬ સીએનજી સ્ટેશનોની સંખ્યા વધારવાનો નિર્ણય પણ કર્યો છે.. હાલ દેશમાં ૩૫ લાખ જેટલા વાહનો સીએનજી પર ચાલી રહ્યા છે. તેમાં પણ વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
- બીએસ-ઈંટ વાહનો રિસેલ વેલ્યુ, પાર્ટસ સહિતની સમસ્યાથી ‘ભંગાર’ થઇ જશે!
કેન્દ્ર સરકારે દેશમાં વધતી જતી પ્રદુષણની સમસ્યાને કાબુમાં લેવા ઓછા પ્રદુષણ ફેલાવતા બીએસ ટઈં સ્ટાંડર્ડ વાળા વાહનો ૧લી એપ્રીલ ૨૦૨૦ બાદ વેચવા દેવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશમાં હાલમાં ચાલતા બીએસ ટઈં એન્જીનવાળા વાહનો આઉટ ઓફ ડેટ થઈ જશે આ વાહનોની આઉટ ઓફ ડેટ થઈ જવાથી તેની રિ-સેલ વેલ્યું પણ ઘટી જશે. ઉપરાંત આવી જૂની ટેકનોલોજી વાળા વાહનોનું ઉત્પાદન બંધ થવાની કંપનીઓ તેના પાર્ટસનું ઉત્પાદન પણ બંધ કરી દેશે જેથી પાર્ટસના અભાવે ખાવી જૂની ટેકનોલોજી વાળા વાહનો ભંગારમાં ફેરવાઈ જશે જેથ, આગામી સમયમાં આવા જૂની ટેકાનેલોજીવાળા વાહનો વાહન માલીકો માટે મોટી સમસ્યારૂપ બની જશે. ઉપરાંત, સરકાર વધારે પ્રદુષણ ફેલાવતા જૂના વાહનો ચલાવવા માટે અનેક નવા આકરા નિયમો લાદવાની તૈયારી કરી રહી હોય આગામી સમયમાં જૂની ટેકનોલોજી વાળા વાહનોને ભંગારમાં આપવા સિવાય વાહન માલીકો પાસે અન્ય કોઈ વિકલ્પ નહી રહે.