ઘણા વપરાશકર્તાઓ ઇન્સ્ટન્ટ મેસેજિંગ વેબસાઇટ વ્હોટ્સએપના વિકલ્પની શોધ કરી રહ્યા છે. વિકલ્પ તરીકે વપરાશકર્તાઓએ ઘણી એપ્લિકેશનો ઉપર હાથ પણ આજમાવ્યો છે. આ યાદીમાં વધુ એક એપ્લિકેશન સામેલ થઈ ગઈ છે.
સરકાર દ્વારા સંદેશ નામની એપ બનાવવામાં આવી છે. ભારત સરકારે આ એપ બનાવવા માટે ગયા વર્ષે જાહેરાત કરી હતી. પ્રારંભિક તબક્કામાં તેનો ઉપયોગ ફક્ત સરકારી અધિકારીઓ જ કરી રહ્યા છે. તે હાલમાં પરીક્ષણના તબક્કામાં છે. ચાલો આ એપ્લિકેશન વિશે જાણીએ.
કેવો છે લોગો..
સંદેશ એપનો લોગો સરકારની GIMS.gov. in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અશોક ચક્ર તેના લોગોમાં છે. તિરંગો પણ જોવા મળે છે. વોટ્સએપના લોગા જેવું એક ચિત્ર પણ દેખાય છે.
કેટલાક સરકારી અધિકારીઓએ સરકારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ (જીઆઇએમએસ) નો ઉપયોગ શરૂ કર્યો છે. આ એપ્લિકેશન વિશે ઘણી માહિતી Gims.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જેમાં સાઇન-ઇન એલડીએપી, સાઇન-ઇન મેસેજ ઓટીપી અને મેસેજ વેબ શામેલ છે.
જો તમે આમાંથી કોઈપણ વિકલ્પ પર ક્લિક કરો છો, તો તમને એક મેસેજ મળશે. વપરાશકર્તાઓ વેબસાઇટ દ્વારા પોતાનું ખાતું બનાવી શકતા નથી. ઉપરાંત, તમે લોગ ઇન કરી શકતા નથી. તે ફક્ત સરકારી અધિકારીઓ સુધી મર્યાદિત છે. સામાન્ય વપરાશકર્તાઓ માટે આ એપ્લિકેશન કેટલા સમયમાં અપાશે તેની સત્તાવાર માહિતી અત્યાર સુધી મળી નથી.