ઉચક-નિચકમાં ભાઈને બહેન “ભારી પડશે કે સારૂ “બેલેન્સીંગ થઈ જશે !!!
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અચાનક જ દાદી ઈન્દિરા ગાંધીની આબેહુબ પ્રતિકૃતિ અને આકર્ષક વ્યકિતત્વ ધરાવતા પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારતા દેશના રાજકારણમાં નવી ચર્ચા અને ખાસ કરીને કોંગ્રેસના વિરોધ પક્ષો ભાજનને અત્યાર સુધી ગોઠવેલી ચૂંટણી રણનીતિ અને ગતિવિધિઓમાં ધડમૂળમાંથી ફેરફાર કરવાની ફરજ પડશે સાથે સાથે નરેન્દ્ર મોદી સામે એક જુથ થયેલા તમામ પક્ષોમાં પણ પ્રિયંકાની એન્ટ્રિએ આંતરિક સમીકરણો બદલવાની ફરજ પડશે. પ્રિયંકાની એન્ટ્રિ કોંગ્રેસ માટે દાદી ઈન્દિરાગાંધીના ફ્રન્ટફૂટથી નવા પ્રાણ પૂરશે પણ પ્રિયંકા ગાંધીનું દાદી ફ્રન્ટફૂટ માંડ માંઠ પાટે ચડેલી રાહુલ ગાંધીની રાજકીય ગાડીને બુસ્ટઅપ કરશે. રાહુલ માટે પ્રિયંકા બેકફૂટ સાબીત થશે તે ચર્ચાના વમળ અને રાજકીય નિષ્ણાંતોના મંતવ્યની આંધી દેશ પર છવાય છે.
લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓ અને ધમધમાટ હવે નિર્ણાયક તબકકામાં પહોચી ચૂકયા છે. ત્યારે ઘણા લાંબા સમયથી દેશના રાજકારણમાં પાંચ દાયકાથી વધુ સમય સુધીના શાસકપક્ષ કોંગ્રેસનો લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય રકાશ અને સત્તાના વનવાસની સંઘર્ષમય સ્થિતિમાં એકતરફ કોંગ્રેસના મુખ્ય હરિફ બની ગયેલા ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીનો દેશ વ્યાપી ફેલાયેલા રાજકીય પ્રભાવ વચ્ચે અસ્તીત્વ માટે સતત સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસ દ્વારા ઘણા લાંબા સમયથી કરવામાં આવતા રાજકીય સંઘર્ષ અને અસ્તીત્વના જંગ જેવા માહોલમાં એકાએક ગઈકાલે પક્ષમાં પ્રિયંકાની એન્ટ્રિની જાહેરાત કરીને કોંગ્રેસ એકાએક દેશના રાજકારણના મુખ્ય ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
પ્રિયંકાની સક્રિય રાજકારણમાં આવવાનો અને વિરોધીઓના વાવાઝોડા વચ્ચે કોંગ્રેસને મજબુત રીતે અડિખમ રાખવા માટે પક્ષના મોવડીઓ ઘણા લાંબા સમયથી નહેરૂવંશ રાહુલ ગાંધીના નેતૃત્વને રાજકીય પરિક્ષણના એરણ પર કસોટી કરી રહ્યા છે.તાજેતરની પક્ષને સારી ગણી શકાય તેવી સફળતા સાપડી છે. પરંતુ ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના ગંજાવર લોકપ્રિયતાના વાવાઝોડા સામે રાહુલ ગાંધીનો કરિશ્મા કેટલો સફળ થશે.
તે અંગે મનોમંથનમાં રાહુલગાંધીને નિશ્ચિત પણ સ્વીકારી લેવા કે નહિ તે માટે પક્ષની થિંકટેન્કમાં લાંબા સમયથી વિમાસણ ચાલી રહી છે. જોકે રાહુલ ગાંધી પણ પક્ષનું પરર્ફોમન્સ સુધરે તે માટે ફેરફારો અને નેતૃત્વ પરિવર્તનના પ્રયોગમાં વિશ્વાસ ધરાવે છે રાહુલ ગાંધી પોતે પક્ષના મુરબ્બીઓનું માન જાળવીને યુવાનોને તક આપવામાં માને છે. તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પક્ષમાં વર્તમાન અને વિતેલી પેઢીના નેતૃત્વ વચ્ચે સંતુલન જાળવવામાં સફળતા મેળવી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી નજીક છે.ત્યારે જ ઈન્દિરાગાંધીની અસ્સલ પ્રતિકૃતિ અને નેતૃત્વ તરીકે દેશના મતદારોમાં ઓળખ ધરાવતા પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે પોતાના વિરોધીઓને જરૂરથી મુજવી દીધા છે.
કોંગ્રેસના નેતાઓ ઘણા લાંબા સમયથી પ્રિયંકાને કોંગ્રેસના સક્રિય રાજકારણમાં લાવવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ દસ જનપથ પ્રિયંકા અંગે કોઈ પ્રતિભાવ આપતું ન હતુ. સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અને રાહુલ ગાંધી પર પક્ષના નેતૃત્વ અને પરિણામ મેળવવાની જવાબદારીના વધેલા ભારણ વચ્ચે રાહુલ ગાંધીના સાથીદાર તરીકે અને મતદારોમાં એક આગવી ઓળખ ધરાવતા પૂર્વ વડાપ્રધાન અને દાદી ઈન્દિરાગાંધી જેવી જ પ્રશનાલીટી ધરાવતા પ્રિયંકાને ઈન્દિરા ગાંધીના ફ્રન્ટફૂટ તરીકે દેશના રાજકારણમાં લાવવાનું અંતે કોંગ્રેસે નિર્ણય અમલમાં મૂકી દીધો છે. ત્યારે પ્રિયંકા પક્ષ માટે સંજીવની સાબિત થશે તો પણ રાહુલ ગાંધી માટે બેકફૂટ બની જાય તેવી સંભાવનાઓ પણ રાજકીય પંડીતો ચર્ચી રહ્યા છે.
રાહુલ ગાંધીને પરોક્ષ રીતે કોંગ્રેસ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેકટ કરવાનો અણસાર આપીને દેશના અન્ય રાજકીય સાથી પક્ષોના વલણનો દાણો દાબાવી જોયો હતો. તેમાં વિવિધ મંતવ્યો સપાટી પર આવ્યા હતા. ઘણા રાજકીય પક્ષોને નેતાઓએ રાહુલના નેતૃત્વમાં વિશ્વા મૂકવાની એટલા માટે તૈયારી દર્શાવી હતી કે જો ભાજપ અને નરેન્દ્ર મોદી પૂરપાટ ઝડપે દોડી રહેલા રાજકીય પ્રગતિની આંધીને રોકવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વ સ્વીકારવું પડે તો વાંધો નથી. જોકે રાહુલ માટે વડાપ્રધાન પદની મંઝીલ હજુ જોજનો દૂર ગણાયું છે. ત્યારે પક્ષના ફાયદા માટે નહે‚ વંશના પ્રિયંકાની એન્ટ્રિથી કોંગ્રેસના હરિફોની સાથે સાથે રાહુલ ગાંધીની વર્ષોથી ધીરેધીરે ઘડાતી અને પાકીને કાંઠે ચડતી કારકીર્દી સામે પ્રિયંકાનો પ્રભાવ ખરેખર સહાયક બનશે કે, અવરોધક એ પ્રશ્ન ઉભો થયો છે.
પ્રિયંકાના સક્રિય રાજકારણમાં આગમનથી વેરવિખેર થઈને ધીરે ધીરે ભેગી થઈ રહેલી કોંગ્રેસને અવશ્ય પણે નવો પ્રાણ ફૂકાવવાનાં અવસર મળશે. પ્રિયંકાગાંધીના આગમનથી અત્યાર સુધી બેકફૂટ પર રહેલી કોંગ્રેસને ફરીથી આક્રમક બનીને ચૂંટણી પ્રચારમાં આવવાની તક મળશે ભાજપ દર વખતે ચૂંટણી પ્રચારમાં કાબેલ નેતાઓ અને લોકપ્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારી ધાર્યું પરિણામ મેળવવામાં સફળ રહી છે. કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વનાં પ્રયોગોથી સારી એવી સફળતા મેળવી છે. ત્યારે કોંગ્રેસમાં વધુ વજનદાર જનાધાર માટે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી અવશ્ય પણે સમયની જરૂરીયાત પૂરી પાડશે.
કોંગ્રેસમાં જયારે જયારે સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પાયાની નેતાગીરીએ નેહુરૂવંશના સભ્યની ઉચિત સમયે મદદ લઈને પક્ષની નૈયાને ડૂબતી બચાવી છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધી હત્યા બાદ કોંગ્રેસમાં સર્જાનારા ભયંકર રાજકીય અવકાશના ઉકેલ માટે તત્કાલીન રાષ્ટ્રપતિ ગ્યાનીજેલસિંગે ઈન્દિરા ગાંધીના કયારેય રાજકારણમાં દિલચશ્પી ન દાખવનાર અને પોતાના કેરિયરમાં વ્યસ્ત રહેવા માંગતા રાજીવ ગાંધીને પક્ષનું નેતૃત્વ અને વડાપ્રધાનની જવાબદારી માટે પસંદ કર્યા હતા. અને કોંગ્રેસ તરી ગઈ હતી.
રાજીવ ગાંધીની વિદાય પછી ફરીથી વેર વિખેર થયેલી કોંગ્રેસને સાચવવા માટે સાસુ અને પતિના લોહી ભીના મૃતદેહો જોઈને પોતે અને પોતાના સંતાનોને રાજકારણથી દૂર રાખવા મકકમ બની ઘર સંભાળતા સોનિયા ગાંધીને પક્ષ પરાણે નેતૃત્વ સોંપીને સત્તા પ્રાપ્ત કરી કોંગ્રેસમાં ફરીથી અત્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાહુલની સાથે સાથે પક્ષ દ્વારા પ્રિયંકાને સક્રિય રાજકારણમાં લાવવાનો જે દાવ રમ્યો છે. તે કોંગ્રેસની તવારીખમાં નવો નથી પણ દેશના રાજકારણમાં તાસિર બદલનારો અવશ્ય સાબિત થશે.
પ્રિયંકા ગાંધીની ચાર્મિંગ પ્રર્શાનાલીટી કોંગ્રેસમાટે ડુબતા ને તરણા જેવા લાભ અપાવશે. દાદી ઈન્દિરા ગાંધીની પ્રતિકૃતિનું ફ્રન્ટફૂટ ધરાવતા પ્રિયંકા-રાહુલ માટે બેકફૂટ બની જશે કે ભાઈને તારશે તે પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો છે.અત્યારે પ્રિયંકાની એન્ટ્રિ કોંગ્રેસને અને દેશના રાજકારણમાં હલચલ મચાવશે.
પ્રિયંકા : ઇન્દિરા ગાંધીના બે રૂપ તાસિર એક
કોંગ્રેસના તારણહાર બનીને મેદાનમાં જે નહેરૂવંશના ત્રીજી પેઢીના સદસ્ય તરીકે ઉતરી રહ્યા છે. તે પ્રિયંકા ગાંધી વડેરા પૂર્વ વડાપ્રધાન અને પ્રિયદર્શની દાદીમાં ઇન્દિરા ગાંધીની આબેહુબ પ્રતિકૃતિ માનવામાં આવે છે.
જુની પેઢીના મતદારો અને બુર્ઝુગો ઘણીવાર ચુંટણી પ્રચારમાં નિકળેલા પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધીની આબેહુબ પ્રતિકૃતિ તરીકે ઓળખીને જુના દિવસો યાદ કરે છે. બોલવામાં સ્પષ્ટ વકતા અને નાકનકશાથી લઇ હેરસ્ટાઇલ જાહેર સભાને સંબોધવાની અદા અને પ્રચાર દરમ્યફાન બંદોબસ્તનો પ્રાટોકોલ અવગણીને લોકો વચ્ચે જઇને મળવાની ઇન્દિરા ગાંધીની ઘણી અદા પ્રિયંકામાં જોવા મળે છે.
કોંગ્રેસમાં પ્રિયંકાના પરિવાર અંગે ગાઇડ લાઇન નકકી કરવામાં આવી હતી?
કોંગ્રેસ અને નહે‚ પરિવાર સંઘની સમાતર રહ્યું છે. ત્યારે પ્રિયંકાની સગાઇ વાડરા પરિવારમાં થઇ ત્યારે વાડરા પરિવારના સંઘ જોડાણને ખાસ ઘ્યાનમાં લેવામાં આવ્યું હતું. અને સોનિયા ગાંધી સહીતના નેતાઓએ પક્ષના મોવડીયો સાથે પરામર્શ કરીને ભવિષ્યમાં કયારેય પ્રિયંકા સિવાય વાડરા પરિવારના કોઇને પક્ષનું ‘કી’(દોરી સંચાર) ન આપવું કોંગ્રેસના મુખ્ય નિયમોમાં પક્ષની મુળ ધરોવર નેહરુ વંશના સભ્યને જ આપવાની પણ એક અવ્યાખ્યાન પિત ગાઇડલાઇન હોવાનું કહેવાય છે.
પ્રિયંકાનું સાસ‚ વાડ્રા પરિવારનો સંઘ સાથે નાતો
નહેરૂવંશના રાજકીય વારસાનું ત્રણ પેઢીથી નેતૃત્વ કરી રહેલા ગાંધી પરીવારનું દેશમાં રાજકારણમાં અને કોંગ્રેસમાં મહત્વનું સ્થાન છે.કોંગ્રેસ અને ગાંધી પરિવાર નહેરુ કાળથી જ આર.એસ.એસ. અને સંઘ સામે સામાતર બિન સાપ્રદાયિક વિચાર ધારા માટે સંઘર્ષમાં ઉતરતું આવ્યું છે. ગાંધી પરીવારે હંમેશા પક્ષની ભવિષ્યની ચિંતા અને ઉરાગામી સ્થિતિનો વિચાર કરીને સંઘ અને તેની વિચાર શરણી સાથે એક સલામત અંતર રાખ્યું છે.
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મન મોહનસિંહ સહીતના નેતાઓ હમેંશા સઘથી અલ્પિત રહ્યા છે. પરંતુ સમયનીની બલીહારી ગણો કે પ્રિયંકા વડેરા (ગાંધી) ને કોંગ્રેસ તારણહાર તરીકે સક્રિય રાજકારણમાં લાવી રહી છે. તે પ્રિયંકાનું સાસરું વડેરા પરિવાર દાયકાઓથી સંઘ સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.