વર્ષ 2021નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ અને તેની વિવિધ કળામુદ્રાઓ નિહાળવા વિશ્ર્વના લોકોમાં જબ2ી ઉત્કંઠા સાથે થનગનાટ જોવા મળે છે ત્યારે દુનિયાના અમુક દેશો, પ્રદેશોમાં આગામી 26મી મે બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં આંશિક ગ્રસ્તોદિત ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે. ભૂમંડલે આશરે 3 કલાક અને 8 મિનિટનો અલૌકિક અભૂત અવકાશી નજારો નિહાળવા ખગોળ અને વિજ્ઞાન પ્રેમીઓમાં જબર ઉત્કંઠા છે. જયારે રાજયમાં આ ગ્રહણનો અવકાશી નજારો જોવા મળશે નહિ. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. અને પ્રવર્તમાન કોરોનાના નિયમોનું પાલન ક2ી આયોજનો નક્કી કરવામાં આવ્યા છે.
સંવત 2077 વૈશાખ શુલક પક્ષ પૂનમને બુધવાર તા. 26મી મે 2021ના રોજ અનુરાધા નક્ષત્ર, વૃશ્ર્ચિક રાશિમાં થનાર ખગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વીય ભારતના ભાગોમાં આંશિક ગ્રસ્તોદિત દેખાશે જયારે અલૌકિક અદભૂત નજા2ો પૂર્વ એશિયા, પેસિફિક, ઓસ્ટ્રેલિયા અને અમેિરકામાં જોવા મળશે.
ભારતીય સમયાનુસાર : ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 15 કલાક ને 14 મિનિટ, ગ્રહણ સંમિલન : 16 કલાક ને 39 મિનિટ, ગ્રહણ મધ્ય : 16 કલાક ને 48 મિનિટ, ગ્રહણ ઉન્મીલન : 16 કલાક ને 57 મિનિટ, ગ્રહણ મોક્ષ : 18 કલાકને 22 મિનિટ, પરમ ગ્રાસ : 1.016 2હેશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, વર્ષ 2021નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારે નિહાળવામાં જયના લોકો વંચિત રહેવાના છે. ભારતમાં આંશિક ખંડગ્રાસ ગ્રહણ અને ક્યાંક માધ્ય ગ્રહણ જોવા મળવાનું છે. પૂર્વીય ભારત આસામ તરફ ગ્રસ્તોદય સ્થિતિમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ, સૂર્ય ગ્રહણ માત્રને માત્ર અવકાશી પિરભ્રમણ, ભૂમિતિની રમત છે. છતાં ભારતમાં સદીઓથી અમુક જયોતિષિઓ, લેભાગુઓ ફળકથનો ક2ી લોકોને ગુમ2ાહ કરી કર્મકાંડક્રિયા તરફ દોરી જાય છે જેનું જાથાને દુ:ખ છે.
જનજાગૃતિ અભિયાનમાં જાથાના ઉમેશ 2ાવ, નિર્ભય જોશી, અંકલેશ ગોહિલ, પ્રમોદ પંડયા, નાથાભાઈ પીપડીયા, કિશોરગીરી ગોસાઈ, જય મસરાણી, પાર્થ ગોહેલ, ૠચિ કારીયા, ગૌરવ કારીયા, ફાલ્ગુન કાલરીયા, વિનોદ વામજા, જે. વી. વસરેલીયા, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ સહિત કાર્યક2ો લોકોને વૈજ્ઞાનિક સમજ આપશે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. નં. 982પ2 16689 ઉપર સંપર્ક ક2વા જણાવાયું છે.