નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટમાં ખેડૂતો, મધ્યમવર્ગ તેમજ લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને રાહત આપે તેવી શકયતા

આવતીકાલે નાણા પ્રધાન અરૂણ જેટલી કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. કાર્યકાળની દ્રષ્ટીએ આ બજેટ કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ રહેશે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી નજીક હોવાથી સરકાર ખેડૂતો તેમજ મધ્યમ વર્ગ ઉપર વરસી પડે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. ખેડૂતોની ટેકાના ભાવની માંગણી સરળ રીતે પૂરી થાય તેમજ મધ્યમ વર્ગની અપેક્ષાઓ ફળીભૂત થાય તેવી અપેક્ષા રખાઈ છે.

દેશમાં સતત ૩ વર્ષ દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબજ ઓછો થયો છે માટે ખેડૂતોને ટેકાનો ભાવ સરળતાથી મળે તે સુનિશ્ર્ચિત સરકાર કરશે. સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવાનું વચન પણ બજેટના માધ્યમથી પરિપૂર્ણ કરે તેવી શકયતા છે.

આ ઉપરાંત ફાર્માસ્યુટીકલ કંપનીઓ પણ બજેટમાં સરકાર સબસીડીનો ડોઝ આપે તેવું ઈચ્છી રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે મેડિકલના સ્ટાડર્ડ બદલાઈ રહ્યાં છે. આ ઉપરાંત સરકાર પણ સતત પ્રતિબંધો નાખી રહી છે. ત્યારે સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો જેવો મેડિકલ સાધનો-દવાઓ સાથે સંકળાયેલા છે. તેમને સબસીડીનો લાભ આપે તેવી આશા છે. ફાર્મા ઈન્ડસ્ટ્રીઝનું કદ છેલ્લા દસકામાં ખૂબજ વધી ગયું છે. જીડીપી કરતા ફાર્માનો વિકાસ ૧.૫ ગણો છે. વાર્ષિક ટર્નઓવર ૨.૨૫ લાખ કરોડનું છે. જો સરકારની સબસીડી મળે તો મંદ પડેલા કેટલાક સેકટરને રાહત થાય. આ ઉપરાંત ચીનની દવા કંપનીઓ સામે ટકકર જીલવા પણ સ્થાનિક કંપનીઓને મદદ મળે તે માટે સરકાર બજેટમાં સબસીડીની જાહેરાત કરે તેવી ભલામણ થઈ છે.

૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ખેડૂતો તેમજ મધ્યમ વર્ગને રાજી રાજી કરી દેવા નાણા મંત્રાલયે તૈયારી કરી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવમાં કેટલાક પાકનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત આવકવેરા માટેની આવક મર્યાદા અઢી લાખથી વધારે ત્રણ લાખ કરવામાં આવે તેવુ પણ જાણવા મળે છે. આવતીકાલે નાણા પ્રધાન અરૂણ જેટલી પટારો ખોલવાના છે ત્યારબાદ જ બજેટનું રહસ્ય જાહેર થશે.

બજેટની રસપ્રદ ઘટનાઓ

પ્રથમ કેન્દ્રીય બજેટ ૧૯૪૭માં ૨૬ નવેમ્બરે પૂર્વ નાણામંત્રી આર.કે.સનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. પૂર્વ નાણામંત્રી મોરારજીભાઈ દેસાઈએ સૌથી વધુ ૧૦ વાર બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ ચિદ્મ્બરમ્ (નવ વખત) અને પ્રણય મુખરજી (આઠ વખત)નો ક્રમ આવે છે.

વર્ષ ૧૯૬૪ અને ૧૯૬૮માં ૨૯ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું હતું. આ દિવસે મોરારીજીભાઈ દેસાઈનો જન્મદિવસ હતો.મોરારજીભાઈ દેસાઈના રાજીનામા બાદ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલય સંભાળી લીધુ, તેઓ પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા હતા.વર્ષ ૧૯૯૭-૯૮માં કેન્દ્રીય બજેટ કોઈપણ ડિબેટ વગર પાસ થઈ ગયું હતું. તે સમયે ખાસ સેશન બોલાવવામાં આવ્યું હતું. ૧૯૯૭-૯૮માં વિત મંત્રી ચિદમ્બરમે જાહેર કરેલું બજેટ ડ્રિમ બજેટ કહેવાય છે. તે બજેટમાં અનેક સુધારા હતા.

૧૯૯૯માં કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ દિવસે એટલે કે તા.૫મીએ જાહેર કર્યું હતું. આ બજેટ પાંચ વાગ્યા બાદ જાહેર થયું હતું. જે ૧૧ વાગ્યાની પરંપરા તોડી હતી. અરૂણ જેટલીએ ૨૦૧૬માં ફેબ્રુઆરીના છેલ્લા વર્કીંગ દિવસે બજેટ જાહેર કરી પરંપરા તોડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.