ભારતમાં ઉદ્યોગકારો બેન્કોને ધૂંબા મારવામાં અવ્વલ
ઘણાં સમયથી ઈતિહાદ એરવેઝનાં પૈડા થંભી ગયા છે. અનેકવિધ બેંકો દ્વારા તેને આર્થિક સહાય આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણોસર જેટ એરવેઝ માટે જે આર્થિક સંકટ ઉભો થયો છે તેને પહોંચી વળવામાં જેટ એરવેઝ અસક્ષમ સાબિત થયું હતું. હાલ ઈતિહાદ જેટમાં રોકાણ કરવાનો પણ ભરોસો દાખવ્યો હતો.
જેટ એરવેઝની જો વાત કરવામાં આવે તો એક સમયે જેટનાં એકટીવ પાર્ટનર તરીકે ઈતિહાદ એરવેઝ સાથે રહ્યું છે પરંતુ જેટ એરવેઝ દ્વારા જયારે પોતાને નાદારી જાહેર કરવાની વાત સામે આવી તે સમયે ઈતિહાદ દ્વારા જેટની મદદ કરવાની મનાઈ કરાઈ હતી. બીડનાં સમયે પણ નરેશ ગોયલે જેટ એરવેઝ ખરીદવા માટેનો રસ દાખવ્યો હતો જેની સાથે ઈતિહાદ એરવેઝનું પણ નામ સામે આવતું હતું.
ઈતિહાદ એરવેઝ દ્વારા હાલ એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, જેટનો માયનોરીટીનો સ્ટેક ઈતિહાદ દ્વારા ખરીદવામાં આવશે. એક સમયે જેટ એરવેઝની સાથે ઈતિહાદ એરવેઝ સાથે રહ્યું હતું જેનાં અનેકવિધ કારણો હોવાનું પણ સામે આવે છે ત્યારે ઈતિહાદ સાઉદી અરેબીયાની કંપની છે જેને પોતાના તેલનાં કુવાઓ છે જેથી તેઓ જે પ્લેનમાં ઈંધણ આપે છે તેનાં ભાવમાં ઘટાડો જોવા મળે છે ત્યારે વિશ્વ આખામાં ઈતિહાદ જ એકમાત્ર એવી કંપની છે કે જે સસ્તાં ભાવે એરો પ્લેનમાં ઈંધણ આપે છે ત્યારે જોવાનું એ રહ્યું કે, શું ઈતિહાદ જેટની ઉંડાણ ભરાવી શકશે કે કેમ?
જેટ એરવેઝની સાથે ઈતિહાદ જે સમયે ભાગીદાર હતું ત્યારે જેટ એરવેઝની બોલબાલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું હતું પરંતુ ઈતિહાદને જેટ એરવેઝની પોલીસી માફક ન આવતાં તેઓએ જેટ એરવેઝમાંથી અલગ થયા હતા પરંતુ હાલ જેટની પરિસ્થિતિને જોઈ ઈતિહાદ તેની વ્હારે આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે શું ઈતિહાદ એરવેઝ જેટ એરવેઝની ઉંડાન ભરાવી શકશે કે કેમ?
જેટ એરવેઝ એક સમયે ઇન્ડિગો કે એર ઇન્ડિયાની સરખામણીમાં એને એક વિશેષ સ્થાન ઉડ્ડયન ક્ષેત્રે પ્રાપ્ત કર્યું હતું પરંતુ જેટની નીતિમાં ફેરબદલ થતાં જેટ નાદારીના દ્વારા પર આવી પહોંચ્યું હતું અને તેનાથી છેલ્લા ત્રણ થી ચાર મહિનાનો પગાર પણ જેટ તેના કર્મચારીઓને આપવામાં અસક્ષમ નિવડયું હતું પરંતુ હાલ જે રીતે ઇતિહાદ એરવેઝ જેટ એરવેઝના શેર ખરીદવામાં રસ દાખવ્યો છે તે જોતા એવું પણ લાગી રહ્યું છે કે ઇતિહાદ ફરીથી જેટની ઉડાન ભરાવી શકશે.