ઈંગ્લેન્ડના જોસ બટલરે આત્મવિશ્વાસ સાથે કહ્યું ચેલેન્જ મને પસંદ છે

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીનો બીજો મેચ રમાશે. અગાઉ ભારતે ઈંગ્લેન્ડને ટી-૨૦માં પરાસ્ત કર્યું હતું. આજનો મેચ ભારત જીતશે તો શ્રેણીવિજય ગણાશે. આ વિજય સાથે જ ઈંગ્લેન્ડમાં ભારત પ્રથમ વખત ટી-૨૦ શ્રેણી જીતવાનો રેકોર્ડ નોંધાવશે. આ પહેલા પણ ટી-૨૦ મેચમાં લોકેશ રાહુલની અણનમ સદી અને કુલદીપ યાદવની કમાલની બોલીંગને સહારે ઈંગ્લેન્ડની ધરતી પર સૌ પ્રથમ ટી-૨૦ જીત્યા બાદ હવે ભારતે વિજયની શ્રેણી તરફ મીટ માંડી છે. જયારે ઈંગ્લેન્ડ પર ઘરઆંગણે સીરીઝ બચાવવાનું સતત દબાણ રહેશે.

ઓસ્ટ્રોલિયા સામે સળંગ પાંચ વનડે અને ટી-૨૦ જીતીને આવેલા ઈંગ્લેન્ડને ભારતે પ્રથમ ટી-૨૦ની સીરીઝમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવવાનો પ્રયાસ કરશે. કોહલીના સુકાની પદ હેઠળની ટીમ ઈન્ડિયા જો આજે ઈંગ્લેન્ડને હરાવશે તો તેઓ સળંગ છઠ્ઠી ટી-૨૦ સીરીઝ જીતી લેશે.

વધુમાં આ જીતને કારણે વર્લ્ડ રેન્કિંગમાં ભારતને ઓસ્ટ્રેલીયાની નજીક પહોંચવાની પણ તક મળશે. જયારે ઈંગ્લેન્ટ માટે આજની મેચ શ્રેણીની સાથે રેન્કિંગની રીતે પણ મહત્વની છે ત્યારે શું ઈંગ્લીશ ટીમ પ્રથમ ટી-૨૦ની હારનો બદલો લેશે કે પછી ભારત વાઈટવોશ કરશે તે તો આવનારી મેચ જ જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.