અર્થતંત્રને ધબકતું કરવા મોદી સરકારના ‘હવાતિયા’
ઉત્પાદન અને નિકાસ વધારવા સહિતના મુદ્દે નીતિ આયોગની બેઠક મળશે
વડાપ્રધાન મોદી દેશના ટોચના બિઝનેસ ટાયકુન્સને મળ્યા
ખાદ્યને પહોંચવી વળવા કેન્દ્ર સરકાર ખર્ચ ઉપર નિયંત્રણ લાદશે
ર્અતંત્રની સુસ્તી ઉડાડવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા. આ પગલા મહદઅંશે સફળ રહ્યાં છે. પરંતુ ર્અતંત્રને સતત ધબકતું રાખવા માટે મોદી સરકારના પગલા હવાતીયા સાબીત ઈ શકે તેવી દહેશત પણ છે. સરકાર ર્અતંત્રને આગળ ધપાવવા માટે દુબઈના પગલે ચાલી રહી છે. દુબઈમાં ૨૦-૨૦ એકસ્પોનું જાજરમાન આયોજન કરાયું છે. જેના પાછળ અરબો રૂપિયા વાપરવા માં આવ્યા છે. જો કે, ભારત પણ દુબઈના પગલે ચાલશે અને દુબઈ જેવા ૨૦-૨૦ એકસ્પોનું આયોજન કરશે તેવી શકયતા છે. આ સો જ આગામી તા.૯ના રોજ નીતિ આયોગના નિષ્ણાંતોની બેઠક મળવા જઈ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ર્અતંત્રની સમૃદ્ધિ માટે તાજેતરમાં અંબાણી, ટાટા સહિતના બિઝનેશ ટાઈકુનને મળી ચૂકયા છે. એકંદરે સરકાર ર્અતંત્રના વિકાસ માટે તડામાર તૈયારી કરી રહી હોવાનું ફલીત ઈ રહ્યું છે.
દેશમાં ઉત્પાદનની સો નિકાસ વધારવા માટે સરકારે પગલા લેવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન મોદી તાજેતરમાં મુકેશ અંબાણી રતન તાતા, આનંદ મહિન્દ્રા, સુનિલ ભારતી મિતલ, ગૌતમ અદાણી સહિતના ભારતીય બિઝનેશ ટાઈકુન્સને મળ્યા હતા. આ ઉદ્યોગપતિઓ પાસેી ઉદ્યોગીક ક્ષેત્રની હાલત અંગે જાણકારી મેળવી હતી. કરવેરા સ્ટ્રકચરમાં ફેરફાર અને નિતી ઘડતર અંગે મોદી સરકાર લાંબા સમયી વિવિધ ક્ષેત્રના આગેવાનો પાસેી સુચનો મંગાવી રહી છે. જેના અનુસંધાને આ બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી બજેટના ધ્યેય અંગે ચર્ચા ઈ હતી. આ સો જ આગામી તા.૯ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગના નિષ્ણાંતોની બેઠક મળશે. જુલાઈી સપ્ટેમ્બર કવાર્ટરમાં સરકારે લીધેલા પગલાની મહદઅંશે અસર જોવા મળ્યા બાદ ર્અતંત્રની ગતિ મંદ પડી હતી. જેથી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસ ૩૦ ટકા ઘટાડી ૨૨ ટકા કરાયો હતો. આ નિર્ણયી ઉત્પાદન ક્ષેત્રને ફાયદો શે તેવી ધારણા છે.
સરકારે કોર્પોરેટ ટેકસ ઘટાડવાની સાો સા દેશની ૧૦ જાહેરક્ષેત્રની બેંકોની મર્જર કરી કુલ ૪ બેંક કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ઓટો સેકટરને પ્રોત્સાહન મળે તેવા પગલા લીધા હતા. ઈન્ફાસ્ટ્રકચર પાછલ કરોડો રૂપિયા વાપરવા ની તૈયારી દર્શાવી હતી. ઉપરાંત નવા સ્ટાર્ટ અપ ને કરમાં છુટછાટ આપી પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ તમામ પગલા ર્અતંત્રને ધબકતું રાખવા માટે જેમાંથી કેટલાક પગલા સફળ સાબીત શે તેવી અપેક્ષા સેવવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ર્અતંત્રમાં ખાદ્યને પુરવા પણ પ્રયત્નશીલ જણાય રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ર્અતંત્રની સ્થિતિ કફોડી બની છે. ખાનગી રોકાણના અભાવે ર્અતંત્રનો વિકાસદર ૬ વર્ષના તળીયે પહોંચ્યો હતો. આ નુકશાન વધે તે પહેલા જ સરકારે ખર્ચ પર નિયંત્રણ લાદવાનો નિર્ણય લીધો છે. સરકારી આવકમાં અઢી લાખ કરોડ જેટલું ગાબડુ પડ્યા બાદ સરકાર હવે ખર્ચમાં ૨ લાખ કરોડની કપાત કરશે. ઓકટોબરી નવેમ્બર મહિનામાં સરકારી ખર્ચ ૧.૬૦ લાખ કરોડ સુધી વધ્યો હતો. જો કે, સરકારની ધારણા મુજબ આવક ન તાં સરકારને ખર્ચ ઉપર કાપ મુકવાની ફરજ પડી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ મામલે વધુ ચિંતીત જણાય છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કર્યા બાદ પણ ખાનગી મુડી રોકાણમાં નોંધપાત્ર વધારો ન તાં આવક ઉપર અસર ઈ છે. આવા સંજોગોમાં સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં વધારાના રૂ.૩૦ હજાર કરોડનું ધિરાણ લે તેવી શકયતા સેવાઈ રહી છે.
અહીં નોંધનીય છે કે, દુબઈમાં શોપીંગ ફેસ્ટીવલ માટે તૈયારીઓ થઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટેકસ ટાઈલ્સ ઈન્ડસ્ટ્રી પણ દુબઈ ૨૦-૨૦ની જેમ શોપીંગ ફેસ્ટીવલ ભારતમાં થાય તેવી ઈચ્છે છે. આ મુદ્દે વડાપ્રધાન મોદી તાજેતરમાં ટેકસ ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓની બંધ બારણે બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીને શોપીંગ ફેસ્ટીવલ યોજવા માટેનું સુચન અપાયું હતું. આ શોપીંગ ફેસ્ટીવલ દેશભરમાં વિવિધ સ્ળે યોજાશે તેવી શકયતા છે. ભારતમાં શોપીંગની સીઝન તહેવારોના સમયમાં ખુલે છે. ઉનાળા દરમિયાન ફેશન રિટેલમાં નોંધપાત્ર ખર્ચ થતો નથી. આવી સ્થિતિએ શોપીંગ ફેસ્ટીવલ યોજવા માટે સીઝન મુદ્દે તપાસ થઈ રહી છે. લોકો ટેકસ ટાઈલ્સ ઉત્પાદન તરફ આકર્ષાય તે માટે સરકારના આ પગલા કેટલા પ્રમાણમાં અસરકારક રહેશે તે તો આવનારા સમય જણાવશે.