સરકારની વિચારણા કાપડ ઉદ્યોગમાં જીએસટીનો દર ૫ ટકા ના બદલે ૧૨ ટકા હોવા જોઈએ

ભારત દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે દરેક ક્ષેત્રનું યોગદાન ખૂબ અનેરૂ અને મહત્વપૂર્ણ બની રહેતું હોય છે ત્યારે જો વિવિધ ક્ષેત્ર અને યોગ્ય રીતે આકવામાં આવે તો તેનો ફાયદો સીધો જ દેશની આવક ઉપર પડતો હોય છે.

પરંતુ આ મુદ્દા થી વિપરીત હાલ કાપડ ઉદ્યોગ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું રોકાણ કરવા જઇ રહ્યું છે જેથી યોગ્ય રીતે નાણાં રળી શકાય તો સામે સરકાર એ દિશામાં પણ સતત વિચાર કરી રહ્યું છે કે કાપડ ઉદ્યોગ પર જીએસટીનો દર જે પાંચ ટકા છે તેને બદલી ૧૨ ટકા કરી દેવામાં આવે. તો આ સ્થિતિ શક્ય બનશે તો કાપડ ઉદ્યોગ ઉપર ખૂબ જ માઠી અસર નો સામનો કરવો પડશે.

સરકાર હાલ કાપડ ઉદ્યોગ પર 12% જી.એસ.ટી લગાડવા માટે વિચારણા કરી રહ્યું છે પરંતુ તેને માન્યતા ન મળે તે દિશામાં વિવિધ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશનનો સરકારને રજૂઆત કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે તેમના દ્વારા આશરે આ ઉદ્યોગમાં 4500 કરોડ રૂપિયાનું રોકાણ ઉદ્યોગને અપગ્રેડ કરવા માટે કર્યું છે ત્યારે જો જીએસટીનો દર 12 ટકા કરવામાં આવશે તો તેની કોસ્ટિંગ પણ ખૂબ જ વધી જશે સામે ઉદ્યોગ પણ મંદ પડી જશે.

આ સ્થિતિ નવ હવે તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ઉત્પાદકો,રિટેલરો ને એ વાતનો પણ સતત ડર  સતાવી રહ્યો છે કે જો કાપડ ઉદ્યોગમાં 12% જી.એસ.ટી અમલી બનાવવામાં આવશે તો માંગમાં અનેક અંશે ઘટાડો નોંધાશે.

હાલ કાપડ ઉદ્યોગમાં કાપડ ના ભાવ પણ દિનપ્રતિદિન ઊંચા જોવા મળી રહ્યા છે ત્યારે જીએસટી દર વધુ લાગતાની સાથે તે ભાવમાં પણ ૨૦ ટકા જેટલો વધારો જોવા મળશે જે ખરા અર્થમાં ખૂબ જ ચિંતાનો વિષય છે અને આ મુદ્દાને ધ્યાને લઇને સરકારે ગંભીરતા દાખવી એટલી જ જરૂરી છે. કાપડ ઉદ્યોગ ના ભાવ દિવાળીના તમે દરમિયાન ૨૦થી ૨૫ ટકા વધી ચુક્યા છે ત્યારે રો-મટીરીયલના ભાવ પણ વધતાની સાથે જોબ વર્ક ના દર પણ સતત વધી રહ્યા છે જે ઉદ્યોગોને બેઠો કરવાના બદલે મંદ કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.

બીજી તરફ વરવી વાસ્તવિકતા એ પણ છે કે જો કાપડ ઉદ્યોગની માંગમાં ઘટાડો થશે તો રોજગારીને પણ સૌથી મોટી અસર પહોંચે છે અને હાલ જે લોકોને રોજગાર મળી રહ્યા છે તે પણ બેરોજગાર થઇ શકે છે ત્યારે સરકારે જીએસટીના દરમાં વધારો નહીં પરંતુ યથાવત 5% દર નિર્ધારિત રાખવામાં આવે તો ઉદ્યોગને કોઈ માઠી અસર નો સામનો નહીં કરવો પડે. પાપડ ઉત્પાદકોનું માનવું છે કે જીએસટી વધતાની સાથે જ જે કોસ્ટ ઓફ પ્રોડકશન હોવું જોઈએ તેમાં વધારો થઈ જશે સામે ડિમાન્ડ માં પણ ઘટાડો મળવાના કારણે તેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળશે જોવા સ્થિતિનું નિર્માણ ન થવા દેવું હોય તો સરકારે ફરી જીએસટી દર યથાવત રાખવા પર વિચારણા કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.