મનપા તંત્ર અને પોલીસ વિભાગે સજજ થવું પડશે. ચેમ્બર્સના મતે ફાયદા કરતાં નુકશાન ન થાય તે માટે તંત્રની જવાબદારી વધશે: દુકાનોમાં કામ કરતાં વર્કરોને સપ્તાહમાં એક દિવસની રજા આપવી પડશે: વેપારીઓએ આ નિર્ણયને વધાવ્યો: વધતા ગુન્હાના કારણે વેપારીઓમાં ચિંતા વધશે: દિવસ-રાત વેપારના કારણે આવકમાં વધારાની શકયતા
રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વેપાર ધંધામાં રોનક લાવવા માટે તા.ર મેને ગુરુવારથી અમલી બને તે રીતે દુકાનો ર૪ કલાક ખુલ્લી રાખવાની જાહેરાતનો અમલ શરુ ગયો છે. આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
આ પરવાનગી મળતા દુકાનદારો હવે દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી મેળવવાંમાંથી મુકત થયા છે. અને કમિશ્નર દ્વારા આ નિર્ણયને આવકારી દુકાનદારોને દુકાન ખુલ્લી રાખવામાં કે જનતાને કોઇપણ અડચણ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા વધુ સજજ કરવામાં આવશે અને મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થયેલી છે. તેના માટે રાજકોટ મહાનગરપાલીકા પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળનાં વિસ્તારોમાં ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવા અંગે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ ૨૦૧૯ની અમલવારી શરુ કરવામાં આવી છે.
આ અમલવારી અંગે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૧૯ ની અમલવારી મ્યુનિ. કમિશ્નર શહેરના તમામ ૧૮ વોર્ડના વોર્ડ ઓફીસરોને જવાબદારી સોંપતો હુકમ કર્યો છે. તેથી રાજકોટનાં વેપારીઓ પોતાની દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રાખી શકશે.જેમાં નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, હોસ્પિટલ પ્રિમા ઇસીસ, અને પેટ્રોલ પંપમાં ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખી શકશે. આ એકટ મુજબ દુકાનમાં કામ કરતા વર્કરોને સપ્તાહમાં એક દિવસની રજા આપવી પડશે.
ત્યારે રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખ વોરાના મતે આ નિર્ણયથી કાયદા કરતા નુકશાન વધુ ન જાય તે માટે પોલીસ તંત્ર ઉપર જવાબદારી વધશે. પોલીસ રાત્રીના કોમ્બીંગ કરી અવારા તત્વોને ઘર ભેગા કરી દેતી હતી તેમજ મોડી રાત્રે શહેરમાં કોઇ અઇચ્છીનીય બનાવ ન બને તેવા અવારા તત્વો, અસામાજીક તત્વો અને આમ જનતા વચ્ચે ફરક રાખવો એ પોલીસ માટે પડકાર જનક થઇ જશે.
કમલેશભાઇ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કમલેશભાઇ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ર૪ કલાક દુકાનો બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે સારો કહી શકાય પરંતુ જે રીતે અત્યારે શહેરમાં હત્યાના બનાવ બને છે ત્યારે પોલીસે પણ ખુબ જ સતર્ક રહેવું પડશે જેથી લોકોને સમસ્યાના થાય.
પારસભાઇ
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન દુકાનદાર પારસભાઇએ જણાવ્યું હતું કે અત્યારે અમે બાર વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખીને છીએ., જયારે આજથી ગુજરાતમાં બજારો, દુકાનો વગેરે ર૪ કલાક ખુલ્લી રહેશે તો અમારો ધંધો વધુ થશે. અને જયારે જયારે લોકોને જે તે વસ્તુ માટેની જરુરીયાત હોય તો એ તાત્કાલીક અડધી રાતે પણ મેળવી શકાય. તે હું આ નિર્ણયને સારો કહીશ.
અતુલભાઇ રાઠોડ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અતુઇભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે વેપારીઓ માટે સારો કહી વેપારીઓને પોતાના ધંધામાં વધુ કમાણી થઇ શકે પરંતુ જે તે એરિયામાં લુખ્ખા તત્વોનો ત્રાસ ન વધે તે જોવું પણ અગત્યનું છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ વધુ ચેકીંગ હાથ ધરવામાં આવશે તો ચોવીસ કલાક દુકાન ખુલ્લી રહેશે તો કોઇને સમસ્યા નહીં થાય.
દિવ્યેશભાઇ બારડ
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન દિવ્યેશભાઇ બારડએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સારો છે આ નિર્ણયથી વેપારીઓને ફાયદો થશે. પરંતુ સાથો સાથ અવારા તત્વોનો ત્રાસ ન વધે તે માટે પોલીસ એ વધુ ઘ્યાન રાખવું પડશે.
અશ્વિનભાઇ
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન અશ્વિનભાઇ એ જણાવ્યું હતું કે હાલમાં જે મંદીનો માહોલ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી વેપારીઓ અને લોકોને ફાયદો થશે. કારણ કે રાત્રે તાત્કાલીક કોઇ વસ્તુની જરુરીયાત ઉભી થાય તો તે વસ્તુ જે તે સમય મળી શકે અને વેપારીઓને ધંધામાં ફાયદો થશે.પરંતુ જો ર૪ કલાક દુકાનો બજારો ખુલ્લી રહેશે તો પોલીસે પણ તેટલું ઘ્યાન રાખવું આવશ્કય બનશે.
ગુરુપ્રસાદ ચોક
‘અબતક’સાથેની વાતચીત દરમ્યિાન એક વેપારીઓ જણાવ્યું કે મારે ગુરુપ્રસાદ ચોકમાં ફાસ્ટ ફુડની દુકાન છે. ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વેપારી દ્રષ્ટિએ જોઇ તો તે લાભદાયક છે. પરંતુ તેના જેટલા ફાયદા છે. તેટલું જ નુકશાન પણ છે. જે જગ્યા પર નિર્ભર છે. પરંતુ લુખ્ખા તત્વોનો ત્રાસ ન વધે તે જોવની પોલીસની જવાબદારી બનશે.
શેખર મહેતા
‘અબતક ’સાથેની વાતચીત દરમિયાન શેખર મહેતાએ વાતચીત દ્વારા જણાવ્યું હતું ક. સોનાલી રેસ્ટોરન્ટ છેલ્લા ૫૦ વર્ષથીકાર્યરત છે. અને ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે કે ર૪ કલાક દુકાનો ખુલ્લી રાખી શકશે. અને આ નિર્ણયથી ઘણો બધો ફાયદો થશે જેવા રોજગાર વધશે અને રાત્રી દરમિયાન પણ લોકો નોકરી કરી શકશે.
૨૪ કલાકની મંજુરી છે તો રોજગાર રાત્રી સમયે પણ ચાલુ રાખીશું. અને જે લોકોને અગિયાર વાગ્યા પછી કાંઇ જમવાનું ન મળતું તેવા લોકો માટે ખુબ જ સારુ રહેશે.અને ગુજરાત સરકારના આ સારા નિર્ણયનો અમલ પણ વેપારીઓએ શરુ કરી દીધો છે.