પોલીસ સમક્ષ આરોપીએ આપેલુ નિવેદન યોગ્ય કે અયોગ્ય તા.૧૮ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે
આરોપીની કબુલાતને ગ્રાહ્ય રાખવા માટે આરોપી દ્વારા અપાયેલુ નિવેદન દબાણ હેઠળ નહી પરંતુ સ્વૈચ્છિક હોવું જરૂરી
ડ્રગ્સ માફિયાને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા નાર્કોટીંકસ એકટની ખાસ જોગવાઇ કરી છે. કાયદાને વધુ અસરકારક અને તપાસને પારદર્શક બનાવવા માટે ડ્રગ્સ અંગે દરોડો પાડનાર પોલીસ અધિકાર પાસેથી તપાસ અન્ય અધિકારીને આપવામાં આવે છે તેમ છતાં ડ્રગ્સને લગતા કેસની કોર્ટમાં સુનાવણી દરમિયાન કેટલીક કાનૂની ગુચ ઉભી થાય તેવા મુદા સામે આવતા ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીએ તપાસનીસ અધિકારી સમક્ષ આપેલી કબુલાતને ગ્રાહ્ય રાખવી કે પોલીસ દ્વારા દબાણ કરીને કબુલાત કરાવી નિવેદન નોંધવામાં આવ્યું છે તે અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી થઇ છે. આ અરજીની સુનાવણી તા.૧૮ ઓગસ્ટ સુધી મુલત્વી રાખી છે. તપાસનીશ અધિકાર સમક્ષ આરોપીએ કરેલો એકરાર ગ્રાહ્ય રહેશે તો સજાનું પ્રમાણ વધી જશે અને ડ્રગ્સની હેરાફેરી પર અકુંશ આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.
નાર્કોટીંકના કેસમાં તપાસનીસ અધિકાર સમક્ષ આપેલી કબુલાતને કોર્ટમાં ગ્રાહ્ય રાખવા અંગે તમિલનાડુની હાઇકોર્ટમાં થયેલી સુનાવણી અંગે વિશેષ માર્ગ દર્શન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી થઇ છે. આ અરજીની મુખ્ય સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટીશ રોહિન્ટન ફાલી નરીમાનના વડપણ હેઠળ થવાની છે. આ અંગે પક્ષકારો દ્વારા લેખિતમાં રજુઆત કર્યા બાદ પક્ષકારની દલિલ પર સંકલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી અંગે એનડીપીએસ એકટની કલમ ૬૭ની જોગવાય હેઠળ આરોપીના લેવાયેલા નિવેદન દરમિયાન આરોપીએ તપાસનીશ અધિકારી સમક્ષ કરેલી કબુલાતને કલમ ૨૫ની જોગવાઇને ધ્યાને લેવામાં આવે તો આવી કબુલાત ગ્રાહ્ય ગણાતી નથી કેમ કે પોલીસ સમક્ષ આરોપીએ આપેલી કબુલાત દબાણ હેઠળ આપી ગણવામાં આવે છે.
આ પ્રકારની ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં વિસ્તૃત દલિલ થઇ હતી ત્યારે ન્યાયધિશ એ.કે.પટનાયક અને ન્યાયધિશ એ.કે.સીકરીએ કાયદાની કલમ ૬૭ હેઠળ તપાસ અધિકારી દ્વારા આરોપીના નોંધાયેલા નિવેદનોને કબુલાત ભર્યા નિવેદન ગણી શકાય કે નહી પછી ભલે તે પોલીસ અધિકારી દ્વારા નિવેદન લેવામાં આવ્યું હોય તેમ સેકશન ૬૩ હેઠળ તપાસનીશ અધિકારી પોલીસ અધિકાર ગણવામાં આવ્યા ન હતા. પરંતુ પુરાવા કાયદાને આકર્ષિત કરી શકતા ન હોવાનું ઠરાવી પોલીસ અધિકારી છે કે કેમ તે નક્કી કરવા માટે નિર્ણાયક પરિશ્રણને ધ્યાને રાખવામાં આવે છે. પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી પોલીસના પ્રભાવથી નિવેદન આપતો હોય છે આવી કબુલાત કેસની સુનાવણી દરમિયાન ધ્યાને લેવામાં આવે તે બાબતે દલિલ થઇ હતી.
આ ઉપરાંત ૨૦૧૮ સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ રંજન ગોગોઇની અધ્યક્ષાવાળી ડિવિઝન બેન્ચ દ્વારા આ મુદે વિસ્તૃત ચર્ચા થઇ હતી જે હજી સુધી તેનો નિવેડો આવ્યો નથી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં થયેલી અન્ય એક અરજીના સંદર્ભે ઠરાવ્યું હતું કે, તપાસનીશ અધિકારી સમક્ષ આરોપી દ્વારા કરવામાં આવેલી કબુલાત એનડીપીએસ એકટની કલમ ૬૭ હેઠળ ગ્રાહ્ય રાખવાનું ઠરાવ્યું છે. પરંતુ આ ગ્રાહ્ય રાખવા માટે અદાલત સંતોષ કરાવવો જરૂરી છે. અને આરોપી દ્વારા આપવામાં આવેલુ નિવેદન તેનું સ્વૈચ્છીક હોવું જોઇએ તેમ ઠરાવ્યું હતું. આરોપી કોઇ પણ દબાણ હેઠળ આવું નિવેદન આપ્યું નથી અને તે તેની સ્વૈચ્છીક હોવું જરૂરી છે.
આંતકવાદ, ભાંગફોડ અને ડ્રગ્સને લગતા કેસની સુનાવણીમાં આરોપી દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આપેલી કબુલાત સહ આરોપીને લાગુ પાડી ન શકાય તે અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.એમ.સપ્રેની અધ્યક્ષતાની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ તમામ બાબત અંગેના નિર્ણયો સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં રજુ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા અરજીની વધુ સુનાવણી તા.૧૮ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.