સીએએને પડકારતી ૧૪૪ જેટલી અરજીઓ સુપ્રીમના દ્વારે પહોંચી
કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી સિટીઝન એમેજમેન્ટ એકય સીએએને સંવિધાન વિરૂધ્ધ અને બંધારણના મૂળભૂત સિધ્ધાંતોને વિમુખ હોવાની દલીલ સાથે સુપ્રિમ કોર્ટમાં ૧૪૪ જેટલી અરજીઓ થઈ છે. જેની આજે મુખ્ય ન્યાયમૂર્તિએસ.એ. બોબડેની અધ્યક્ષતામાં રચાયેલી ત્રણ ન્યાયધીશોની ખંડપીઠ સુનાવણી હાથ ધરશે આ અરજીમાં સીએએને પડતો મૂકવાની માંગ કરવામાં આવી છે.
સીએએ સામે થયેલી અરજીઓમાં દાદ માંગવામાં આવી છે કે આ નવો કાયદો બંધારણના મૂળભૂત સિધ્ધાંતોથી વિમુખ છે. અરજદારોએ એવી પણ દલીલ કરી છે કે આ કાયદો સમાનતાના અધિકારનો ભંગ કરે છે. અને ધર્મના આધારે નાગરીકતા આપવાની જોગવાઈ સુચવે છે. કેટલીક અરજીઓમાં જાન્યુ.૧૦થી અમલમાં આવેલા આ કાયદાને સ્થગીત કરવાની માંગ કરાઈ છે. સીએએ વિરૂધ્ધ અરજી કરવાનાં વાદીઓમાં કેટલીક રાજકીય પાર્ટીઓ મુખ્યત્વે છે. જેમાં કોંગ્રેસ, ડીએમકે, સીપીઆઈ, સીપીએમ, ઈન્ડીયન યુનિયન મુસ્લિમ લીગ, ઓવેશીની મસ્જલીસે ઈનેહાદૂલ મુસ્લેમીન અને કમલહાસનની પાર્ટીનો સમાવેશ થાય છે.
૯મી જાન્યુ. કોર્ટે સીએએ વિરોધની અરજીઓ તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો કે, દેશ અત્યારે કપૂરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ કાયદો બંધારણીય રીતે માન્ય છે. કોર્ટને માત્ર તેની અમલની અવધી વિશે જોવાનું હોય છે તેમ બીઆર ગવઈ અને સૂર્યકાંતે જણાવ્યું હતુ.
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદે ધ્યાન આપવા તાકીદ કરી હતી. દેશભરમાં વિરોધના પગલે અમિત શાહે આ કાયદો મકકમપણે અમલમાં આવશે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતુ કે દેશહિતમાં આ કાયદો પાછો નહિ ખેંચાય આ કાયદાથી બિન મુસ્લિમોને દેશમાં શરણ મળશે તેની સામે મુસ્લિમોને અને અન્ય જુથોએ વિરોધ ઉઠાવ્યો છે.