વિપક્ષ શાસિત મોટાભાગના રાજયો નવા નાગરીકતા કાયદાનો અમલ કરવાનો ઈન્કાર કરી ચૂકયા છે ત્યારે કેરળ વિધાનસભા આ કાયદાનો વિરોધ કરતો ઠરાવ પસાર કરનારૂ પ્રથમ રાજય બન્યું

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિકતા દમનથી પીડાઈને આવેલા બિનમુસ્લિમ છ ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ કાયદામાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ ન થતા કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળ વિધાનસભાએ ગઈકાલે આ કાયદાનો વિરોધ કરતો ઠરાવ પસાર કરીને આ કાયદાને બંધારણ વિરોધી ગણાવ્યું હતુ વિપક્ષ શાસીત મોટાભાગના રાજયો આ નવા કાયદાનો અમલ કરવાનો ઈન્કાર કરી ચૂકયા છે. ત્યારે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને બિન ભાજપી રાજય સરકારો વચ્ચે આ મુદે ‘ગૃહયુધ્ધ’ જેવો માહોલ ઉભો થવા પામ્યો છે.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયન મંગળવરે વિધાનસભામાં નાગરીકતા સુધારો અધિનિયમ સીએએ રદ કરવાની માંગણી સાથે એક ઠરાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ રજૂ કરતી વખતે વિજયને કહ્યું કે સીએએ ધર્મનિરપેક્ષ દ્રષ્ટિકોણ અને દેશના ઘડતરની વિરૂધ્ધ છે અને નાગરીકત્વ આપવામાં ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવનારો હોવાનું જણાવીને આ કાયદાને બંધારણના મૂળભૂત મૂલ્યો અને સિધ્ધાંતોનો વિરોધાભાસી ગણાવ્યો હતો તેમણે દેશની લોકોની ચિંતાને ધ્યાનમા રાખીને કેન્દ્રએ સીએએ પાછી ખેંચી લેવા અને બંધારણની બિનસાંપ્રદાયિક દ્રષ્ટિને સમર્થન આપવા પગલા ભરવા જોઈએ.

7537d2f3

વિજયને વિધાનસભાને ખાતરી આપી હતી કે તેમના રાજયમાં કોઈ અટકાયતા કેન્દ્ર નહી ખોલશે. સત્રની શરૂઆતમાં વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર ધારાસભ્યઓ રાજગોપાલે આ દરખાસ્ત સામે વાંધો ઉઠાવતા કહ્યું હતુ કે સંસદના બંને ગૃહોએ સીએએ એકટ પસાર કર્યો હોવાથી તે ગેરકાયદેસર છે.

જયારે કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા રમેશ ચેન્નીથાલાએ આ કાયદાને રાક્ષસી ગણાવીને તે ભારતમાં વધુ એક કોમી ભાગલા પાડનારા સમાન ગણાવ્યો હતો. જયારે નાગરીકતા કાયદો ૧૯૫૫માં લાવવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાઓને ધ્યાનમાં આવી હતી જયારે આ નવા કાયદામાં આંતરરાષ્ટ્રીય કક્ષાઓને લેવામાં આવી નથી.

કેરળ વિધાનસભામાં આ ઠરાવ સીપીએમસી આગેવાનીવાળા ડાબેરી મોરચાએ વિપક્ષ કોંગ્રેસની આગેવાનીવાળા યુડીએફના ટેકાથી રજૂ કરવામાં આવ્યો હતો. જયારે ભાજપના એકમાત્ર ધારાસભ્ય રાજગોપાલે આ ઠરાવનો વિરોધ કર્યો હતો. આ ઠરાવ પહેલા કેરળ સરકારે નેશનલ પ્રોપ્યુલેશન રજીસ્ટ્રાર એનપીઆરને નેશનલ રજીસ્ટ્રર ઓફ સીટીઝનનો ભાગ ગણીને તેના માટે વહીવટી કામગીરી શરૂ કવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલા વિપક્ષ શાસીત પશ્ર્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છતીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના અનેક રાજયો આ કાયદાનો અમલ કરવાનો ઈન્કાર કરી ચૂકયા છે. પરંતુ આ કાયદા સામે વિરોધ કરતો વિધાનસભામાં ઠરાવ કરનારૂ કેરળ પ્રથમ રાજય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.