ગભરાવવાની જરૂર નથી, હવામાનમાં પ્રવેશ થતાં જ સ્પેશ લેબ ભસ્મીભૂત થઈ જશે
૮ ટનનું વજન ધરાવતી ચીનની વિશાળકાય સ્પેશ લેબ આજે પૃથ્વી પર ખાબકે તેવી ભીતિ છે. આ સ્પેશ લેબ કંટ્રોલ બહાર ચાલી ગઈ છે અને પૃથ્વીના વાતાવરણમાં આજે પ્રવેશે તેવી સ્થિતિ છે. જો કે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સ્પેશ લેબ ભસ્મીભૂત થઈ જાય તેવી આશા ચીનના વૈજ્ઞાનિકોએ વ્યકત કરી છે.
વર્ષ ૨૦૧૧માં ચીન દ્વારા ૮ ટનની ટીયાંગોંગ-૧ સ્પેશ લેબ અવકાશમાં તરતી મુકવામાં આવી હતી. જો કે, ત્યારબાદ ૨૦૧૬માં આ લેબ કંટ્રોલ બહાર ચાલી ગઈ હતી. શનિવાર થી સોમવાર વચ્ચે ગમે ત્યારે આ સ્પેશ લેબ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેસશે તેવી શકયતા યુરોપીયન સ્પેશ એજન્સી દ્વારા વ્યકત કરવામાં આવી છે. વાતાવરણમાં પ્રવેશ્યા બાદ પણ જો સ્પેશનો અમુક હિસ્સો બળ્યા વગર રહી જશે તો આ હિસ્સો પણ સમુદ્રમાં પડે તેવી અપેક્ષા છે.ચીન દ્વારા વર્ષ ૨૦૧૬ સમાનવ અવકાશ યાન માટે તખ્તો ઘડાઈ ગયો હતો. આગામી ચાર વર્ષ એટલે કે ૨૦૨૨ સુધીમાં ચીન અંતિરક્ષમાં સમાનવ યાન તરતુ મુકે તેવી શકયતા છે. જો કે તે પહેલા આજે પૃથ્વી પર ખાબકનાર ટીયાંગોંગ-૧ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.