‘જીવતો પાછો જઈ રહ્યો છું’: પંજાબમાં રાષ્ટ્રપતી શાસન?
કોંગ્રેસના વડા સોનિયા ગાંધીએ પણ પંજાબના મુખ્યમંત્રી ને માહિતગાર કરતા કહ્યુ કે ફ્લાઇઓવર પર જે ઘટના બની તે ગેરજવાબદારી પૂર્ણ છે, જેની જવાબદારી સંપૂર્ણરીતે ફિક્સ થવી જોઈએ.
અબતક, નવીદિલ્હી
દેશના વડાપ્રધાન સાથે જે પંજાબમાં ઘટના ઘટી તેને લઈ અનેક આરોપો પંજાબ સરકાર અને પંજાબના મુખ્યમંત્રી પર થઈ રહ્યા છે સાથોસાથ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કોઈ પક્ષના હોતા નથી તેઓએ તેમનો રાજધર્મ નિભાવો પડે છે ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષા માં જે ચૂક રાખવામાં આવી તે બાલિશતા પંજાબને કેટલા અંશે ભારે પડી જશે તે આવનારો સમય જ જણાવશે. શક્યતા એ પણ સેવાઇ રહી છે કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી દેવામાં આવે.
ફ્લાય ઓવર બાદ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઍરપોર્ટ પહોંચ્યા તેઓએ જે સંદેશો આપ્યો તે ઘણું કહી જાય છે. ઓએ દિલ્હી પરત ફરતા પહેલા કહ્યું કે ’જીવતો પાછો જઈ રહ્યો છું’. આ મનુષ્ય અનેક તર્ક-વિતર્ક ઊભા કરે છે. વડાપ્રધાન સાથે જે ઘટના ઘટી તેને લઇ સમગ્ર દેશમાં આ અંગે અનેક પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે સાથોસાથ પંજાબ હાઈકોર્ટ દ્વારા પણ એ વાતની પુષ્ટિ કરી આ ઘટના અંગેની જવાબદારી ફિકસ કરવા તાકીદ કરવામાં આવી છે.
એ વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન અથવા તો કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કોઇ એક પક્ષના હોતા નથી જ્યારે તેઓ રાજધર્મ માટેની શપથ લેતા હોય છે. લીધા બાદ તેમના માટે જો કોઇ જવાબદારી સૌથી મોટી હોય તો તે રાજધર્મ નિભાવવાની છે ત્યારે પંજાબ મુદ્દે પંજાબના મુખ્યમંત્રી જાણે રાજધર્મ ચૂક્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે અડચણ ઊભી થઈ તે ગંભીર બાબત કહી શકાય. ત્યારે જે ચૂક રહી છે તેને ધ્યાને લેતા જવાબદારી ફિકસ થવી ખૂબ જ જરૂરી બની છે. પરંતુ હાલ જે દૃશ્યો સામે આવ્યા કે કોંગ્રેસના મુખ્યમંત્રીએ ભાજપના વડા પ્રધાનની સુરક્ષામાં રિસ્તા રાખી તે કેટલા અંશે વ્યાજબી છે.
ઘટના બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ને પણ મળ્યા હતા અને સમગ્ર ઘટનાનું વિવરણ કર્યું હતું ત્યારે વડાપ્રધાનનું રાષ્ટ્રપતિને મળવું અને ચકો ઊભા કરે છે કદાચ એ પણ શક્યતા છે કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે.
નિવૃત્ત જજ ગીલ કે જેવો હાલ રાજ્યના ચીફ વિજિલન્સ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે તેઓએ પણ આ ઘટનાની ગંભીરતા લઈ કહ્યું હતું કે, વડાપ્રધાનનો કોનવોઈ સ્ટક થવો તે કોઈ સારી વાત નથી, ગંભીરતા દરેકે લેવી જોઇએ ત્યારે આવનારા નજીકના સમયમાં જ ગંભીરતા રહી છે તે અંગે જવાબદારી ફિક્સ કરવામાં આવશે.
પંજાબ હાઈકોર્ટે પણ પંજાબ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે તમે વડાપ્રધાનની સુરક્ષા સાંભળવામાં ઉણા ઉતર્યા છો !!
પંજાબના મુખ્યમંત્રીની બાલિસ્તા કહ્યું, વડાપ્રધાન મોદી દ્વારા જે શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી પંજાબની ગરિમાને ક્ષતિ પહોંચી છે.
પંજાબ કોંગ્રેસ પ્રેસિડેન્ટ નવજોતસિંહ સિદ્ધુનો બફાટ : વડાપ્રધાન મોદી રેલીની વાતને ભૂલાવવા માટે સિક્યુરિટીનો મુદ્દો ચર્ચામાં આવ્યા છે.
બીકેયુ ક્રાંતિકારીના વડા સુરજીતસિંહ ફૂલે કહ્યું કે સુરક્ષા કર્મીઓ દ્વારા જે બ્લોકેડ કરવામાં આવ્યો હતો તે તમામને રસ્તો ક્લિયર કરવા કહ્યું હતું અને જે વીડિયો સામે આવ્યો છે જેમાં એવા સ્પષ્ટ થાય છે કે આંદોલનકારીઓ વડાપ્રધાનના તરફ જતા ન હતા. તે આજે વાક્ય ફુલ દ્વારા બોલવામાં આવ્યો છે તે પંજાબ સરકાર વતી લુલો બચાવ કરવામાં આવ્યો છે.
પંજાબ ભાજપના આગેવાનો રાજ્યના રાજ્યપાલને મળી રાજ્યના ગૃહ મંત્રી અને ડીજીપીને ડિસમિસ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં જે અવરોધ ઊભો થયો છે તે ખૂબ જ ગંભીર બાબત છે.
પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે
રક્ષામંત્રી રાજનાથસિંઘે કહ્યું કે આ ગંભીર ભુલના પગલે કોંગ્રેસને માફ ન કરી શકાય
ફલાઈઓવર પર બનેલી ઘટનાની જવાબદારી ‘ફિકસ’ થવી જોઈએ: સોનિયા ગાંધી