અલ્હાબાદ હાઇકોર્ટે ક્ધટેમ્પ નોટિસ ફટકારી: ૧રમી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે
અલ્હાબાદ હાઇકોર્ટે ફિલ્મ ‘પહ્માવત’ મામલે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીને ક્ધટેમ્ટ નોટીસ ફટકારી છે. તો શું ‘પહ્માવત’
સેન્સરના ચેરમેન પ્રસૂનનો ભોગ લેશે ?
એક પી.આઇ.એલ. એટલે કે જાહેર હિતની અરજી પરથી અલ્હાબાદ હાઇકોર્ટે સેન્સર બોર્ડના નવનિયુકત ચેરમેન પ્રસૂન જોશીને સમન્સ પાઠવીને ચોકકસ તારીખે હાજર થવાનું ફરમાન કર્યુ હતું પરંતુ પ્રસૂન હાજર રહેવામાં નિષ્ફળ નિવડયા હતા. આથી કોર્ટે ક્ધટેમ્પ નોટિસ એટલે કે કોર્ટના આદેશની અવગણના કરવા બદલ નોટીસ મોકલી ૧૨મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ જારી કર્યો છે. આ કેસની સુનાવણી પણ ત્યારે જ થશે.
ઉલ્લેખનીય છે કે તેમણે ગત ડીસેમ્બર માસમાં હાઇકોર્ટ સમક્ષ હાજર થવાનું હતું. ફિલ્મ ‘પહ્માવત ’ને સેન્સર બોર્ડ એ/યુ સર્ટિફીકેટ આપીને પાસ કરી દીધી છે.
ફિલ્મનું નામ ‘પહ્માવતી’માંથી ‘પહ્માવત’કરી નાખવામાં આવ્યું છે. આમ છતાં તેનો બેફામ વિરોધ થઇ રહ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મઘ્યપ્રદેશ, હરિયાણા જેવા રાજયોમાં ફિલ્મ ‘પહ્માવત’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે આગામી ૨૫ તારીખે ફિલ્મ બાકીના રાજયોમાં રીલીઝ થઇ શકે છે કે નહીં તે જોવું રસપ્રદ થઇ પડશે.