ભાજપ માટે ‘રાત થોડી અને વેશ ઝાઝા’ જેવો ઘાટ!!!
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાજપના સાંસદો સાથે, જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈશાહ રાજયોના સંગઠ્ઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને પરાજયનું વિશ્લેષણ કરીને આગામી સમયમાં લોકપ્રિય યોજનાઓ ઘડી કાઢવા વિચારણા કરશે નવી દિલ્હી
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી પહેલા યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશા જનક રહ્યા છે. તેમાં પણ હિન્દી પટ્ટાના ત્રણ મહત્વના રાજયોમાં મળેલી હાર ભાજપ માટે પચાવી અધરી થઈ ગઈ છે. જેથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા મોદી સરકાર પર લોકપ્રિય પગલા લેવા માટે દબાણ ઉભુ થયું છે. પરંતુ મોદી સરકાર માટે મોટી મુશ્કેલી એ છે કે સરકારની આર્થિક સ્થિતિ સારી નથીઆ મદે જ સરકાર અને આરબીઆઈ વચ્ચે ટકરાવ થયો હતો ત્યારે ભાવી આયોજનો ઘડી કાઢવા આજે ભાજપના સાંસદોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના હિન્દી પટ્ટામાં અતિ મહત્વઅને નરેન્દ્રભાઈ મોદીજે રાજયોનાં વિજય બાદ વડાપ્રધાનપદની દોડમાં આગળ વધ્યા હતા તેવામધ્યપ્રદેશ , રાજસથાન, છત્તીસગઢનીચૂંટણીમાં ભાજપને પછડાય મળી છે જયારે, તેલંગાણા અને મિઝોરમમાં પક્ષની તાકાત વધારવા મો લાંબા સમયથી થઈ રહેલા પ્રયત્નો પર આ ચૂંટણીમાં પાણી ફરી વળ્યું છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએપાર્ટીના સાંસદોની આજે બેઠક બોલાવી છે. જેમાં ચૂંટણીના પરિણામોમાંહારનું કારણ અંગેનું વિશ્લેષણ કરવામાં આવશે. સાત કલાક સુધી ચાલનારી આ બેઠકમાં પાર્ટીના સંગઠ્ઠનના મુખ્ય નેતાઓ આગામી રણનીતિ ઘડી કાઢવા સાંસદોનામત જાણનારાછે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આડે હજુ ચાર માસ જેવો સમય બાકી છે ત્યારે, ત્રણ રાજયોના પરિણામોએ ભાજપ અને એનડીએને ઝટકો આપ્યો છે. હવે મોદી સરકાર ખેડુતોની વ્યાજ માફી આપવા સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોની સમસ્યાઓ જાણીને તેના નિરાકરણ માટેનવી યોજનાઓની જાહેરાત કરીને પાર્ટીને ગ્રામ્ય કક્ષાએ મજબૂત કરવા પ્રયત્નો કરશે તેવુંમાનવામાં આવી રહ્યું છે. મોદી સરકાર નેશનલ પેન્શન સ્ક્રીમને વધારેપ્રભાવી બનાવવા પણ વિચારી શકે છે. જે કેન્દ્ર સરકારના ૧૮ લાખ કર્મચારીઓ માટે વિશેષ ભેટ સમાન ગણી શકાય છે. કેન્દ્ર સરકાર હવેઆમાં ૧૦ ટકાની જગ્યાએ ૧૪ ટકા સહભાગી થવાનું વિચારી રહી છે.
રાજકીય નિષ્ણાંતોના મત મુજબ લોકસભાનીચૂંટણી પહેલા અનેક નવી યોજનાઓ લાવવાનું આયોજન કરી શકે છે. ખેડુતો બાદ બેરોજગારીનો પ્રશ્ન પણ મોટો છે.તેથી બેરોજગારો માટે પણ યોજના વિચારી શકે છે. જયારેનોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી નારાજ વેપારીઓને મનાવવા મોદી સરકાર અનેક વ્યવસાયોમાંજીએસટીના ટેકસદરમાં સુધારા કરીને તેમને રાહત આપવાની યોજના વિચારી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપના સાંસદો સાથેની બેઠક બાદ પાર્ટીના રાષ્ટ્રીય અ્ધ્યક્ષ અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીરાજય એકમોનાં પ્રમુખો અને સંગઠ્ઠનની જવાબદારી સંભાળનારા તમામ આગેવાનો સાથે બેઠકો યોજીને ત્રણ રાજયોમાં પરાજયનું વિશ્લેષણ કરીને ૨૦૧૯ની આગામી ચૂંટણીમાં મતદારોમાં ભાજપને ફરીથી લોકપ્રિય બનાવવા માટે શું કરી શકાય? તે મુદેતેમના અભિપ્રાયો જાણનારા છે આમ, ત્રણ મહત્વનારાજયોમાં પરાજય બાદ મોદી સરકાર પર આગામી લોકસભાની ચૂંટણી પહેલા લોકપ્રિય યોજનાઓ ઘડીકાઢવા ભારે દબાણ ઉભું થયું છે.