નવી વિચારધારા અને નવી કાર્યપ્રણાલી દ્વારા કોંગ્રેસનું ‘નવસર્જન’ કરવાનો સમય પાકી ગયાનો કોંગ્રેસી નેતાઓનો મત

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસની હાલત છેલ્લા એકાદ દાયકાથી ‘એક સાંધે ને તેર તુટે’ જેવી થઈ જવા પામી છે. પાર્ટીમાં નીચેથી લઈને ઉચ્ચકક્ષા સુધી પ્રવર્તતી જુથબંધી નવીકેડરને તૈયાર કરવામાં ઉદાસીનતા દિશાવિહીન નેતાઓ વગેરે જેવી સમસ્યાઓને કારણે કોંગ્રેસની હાલત સતત કથડી રહી છે. દેશભરમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સ્થાનિકો પક્ષોના દયા પર રહેવું પડે છે.કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, હરિયાણા વગેરે રાજયોમાં કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ ટકાવવા કે સત્તા માટે સ્થાનિકો પક્ષો પર નિર્ભર રહેવું પડે છે.જેથી કોંગ્રેસ હાલમાં આઉટ સોર્સીંગ પર નિર્ભર થઈ ગઈ હોયતેવી સ્થિતિ જોવા મળે છે.

તાજેતરમાં આવેલા દિલ્હી વિધાનસભાનાં પરિણામોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો હતો. સાત વર્ષ પહેલા દિલ્હીમાં સત્તા પર રહેલા કોંગ્રેસ પક્ષનો આ ચૂંટણીમાં વોટશેર તળીયે જઈને ૪ ટકા આસપાસ પહોચી જવા પામ્યો હતો. દિલ્હી વિધાનસભામાં સતત બીજી વખત પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહેવા કોંગ્રેસની હાર પર દુ:ખી થવાના બદલે કોંગ્રેસી નેતાઓ ભાજપને પણ હાર મળી તેનો આનંદ વ્યકત કરતા હતા જેથી આપ દ્વારા ભાજપને મળેલી હાર બદલ કોંગ્રેસી નેતાઓની હાલત દુશ્મનને દુ:ખી જોઈને રાજી થવા જેવી હતી. પાર્ટીનું નવસર્જન કરવાની વાત કરતા કોંગ્રેસી નેતાઓએ હવે તેવી માનસીકતા સ્વીકારવાની જરૂર છે કે જે નવસર્જનને સ્વીકારવા તૈયાર ન થાય તેનું ભવિષ્ય અંધકારમાં છે.જેથી આઉટસોર્સીંગથી ભાજપને મળેલા હાર બદલ આનંદ વ્યકત કરવાનાં બદલે કોંગ્રેસ પાર્ટીએ ખૂદ પોતાને નવસર્જન કરવાની જરૂર છે.

દિલ્હીમાં કારમી હાર બાદ કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ જયરામ રમેશે વિરપ્પા મોયલી અને જયોતિરાદિત્ય સિંધીયાએ પાર્ટીનું ખરા અર્થમાં નવસર્જન કરવાની જરૂર પર ભાર મૂકયો હતો.

7537d2f3 11

દેશની રાજનીતિ બદલાય રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પરંપરાગત વિચારધારાના કોરાણે મૂકીને નવી વિચારધારા અને નવી કાર્ય પ્રણાલી અપનાવીને દેશવાસીઓ સાથે પાર્ટીને જોડાવવાની વાત પર ભાર મૂકયો હતો. આ નેતાઓ પાર્ટીમાં સર્જીકલ એકશન લેવા પર પણ ભાર મૂકીને હવે નવુ કરવાનો સમય આવી ગયાપર ભાર મૂકયો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે કહ્યું હતું કે, જો મધ્યપ્રદેશમાં સરકાર પાર્ટીના ઢંઢેરાને સંપૂર્ણ રીતે લાગુ નહીં કરે તેઓ સરકાર સામે રસ્તાઓ પર ઉતરવામાં સંકોચ કરશે નહીં. તેમણે દિલ્હીની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ વિચાર બદલવાની હાકલ કરી હતી. સિંધિયા મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં પ્રવાસ શિક્ષકોને સંબોધન કરી રહ્યા હતા.

સિંધિયાએ સંત રવિદાસ જયંતિ નિમિત્તે જિલ્લાના કુદિલા ગામ ખાતે એક સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, હું મારા મહેમાન શિક્ષકોને કહેવા માંગુ છું કે ચૂંટણી પહેલા પણ મેં તમારી માંગણી સાંભળી હતી. મેં તમારો અવાજ ઉઠાવ્યો છે અને હું તમને ખાતરી આપવા માંગુ છું કે તમારી માંગણી જેની અમારી સરકારના ઢંઢેરામાં ઉલ્લેખ કરવામાં આવે છે તે અમારા માટે ગ્રુપ સમાન છે.

તેમણે પ્રવાસી શિક્ષકોને ધૈર્ય રાખવાની સલાહ આપી અને કહ્યું, “જો તે ઢંઢેરાની દરેક ભાગ પૂરા ન થાય તો, પોતાને રસ્તા પર એકલા ન માનો.” જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તમારી સાથે રસ્તા પર ઉતરશે. સરકારની રચના હાલમાં જ થઈ છે, એક વર્ષ થઈ ગયું છે. આપણા શિક્ષકોએ થોડો ધીરજ રાખવો પડશે. આ વિશ્વાસ સાંજે હું તમને ખાતરી આપું છું અને જો તે નહીં આવે તો ચિંતા કરશો નહીં, હું તમારી ઢાલ બનીશ અને હું પણ તમારી તલવાર બનીશ. ’

આ અગાઉ સિંધિયાએ જિલ્લાના પૃથ્વીપુર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર કમનસીબ હતી. તેમણે કહ્યું કે દેશ બદલાઇ રહ્યો છે, તે જ રીતે લોકોની વિચારસરણી પણ બદલાઈ રહી છે. તેમણે કહ્યું કે, “આપણે (કોંગ્રેસ) ને બદલીને નવા પરિપ્રેક્ષ્ય સાથે લોકો સુધી પહોંચવું પડશે.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.