અમ્ફાન ચક્રવાત ૨૦મીએ સાંજે બંગાળના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના: ત્રણ દિવસ સુધી બંગાળ, ઓરિસ્સા સહિત દેશના અનેક વિસ્તારોમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલું અમ્ફાન વાવાઝોડું હવે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. હવાના હળવા દબાણથી સર્જાયેલું આ વાવાઝોડુ તીવ્ર બનીને પશ્ર્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ૨૦મી મે એટલે કે બુધવારે સાંજે બંગાળના દર્ધા અને બાંગ્લાદેશના હટીયા ટાપુ પર પહોચશે જેના કારણે આ બંને સ્થાનો પર તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદન સંભાવના ભારતીય હવામાન વિભાગે ગઈકાલે વ્યકત કરી છે. આ વાવાઝોડાની આંશિક અસર ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ થવાની સંભાવના છે. અમ્ફાન વાવાઝોડાના કારણે આગામ ૨૪ કલાક દરમ્યાન બંગાળની ખાડી વિસ્તારમાંદરિયો તોફાની બનવાની અને ઉંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. આ ચક્રવાત દેશમાં વહેલો વરસાદ થઈ આવશે તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે.

ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં વધુમાં ઉમેર્યું હતુ કે બંગાળની ખાડીમાં ઉભુ થયેલું આ અમ્ફાન ચક્રવાત દેશના દક્ષિણ પશ્ચિમમાં સક્રિય બનેલા ચોમાસાના વાતાવરણ માટે લાભદાયી પૂરવાર થશે. જેના કારણે આંદામાનના અનેક ટાપુઓ પર આગામી ૪૮ કલાકમાં વરસાદ વરસશે હવામાન વિભાગે બંગાળ અને બાંગ્લાદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જે આગામી થોડા જ કલાકોમાં તિવ્ર સ્વરૂપ બંગાળ, ઓરિસ્સ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મણીપૂર, મિઝોરમ, ત્રિપુરામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ ચક્રવાતની અસર દિલ્હી, એનસઆર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સુધી થવાન અને આ રાજયોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની શકયતા વ્યકત કરાય હતી. આ ચક્રવાતને ધ્યાનમાંરાખીને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારે તેમના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે એલર્ટ કરી દીધું છે.

અમ્ફાન ચક્રવાતના કારણે બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, નોર્થ અને સાઉથ પરગણા, કોલકતા, ઈસ્ટ અને બેસ્ટ મિદનાપૂર હાવરા, ડુગલ, ઓરિસ્સાના દરિયાકાંઠાના ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાટા વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું એમ્ફાન ચક્રવાત દેશમાં વહેલો વરસાદ લાવે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે. થોડા દિવસો પહેલા હવામાન વિભાગે કેરળમાં ચોમાસુ પાંચ દિવસ મોડૂ એટલે કે પાંચમ જૂનથી પ્રવેશ્યાન સંભાવના વ્યકત કરી હતી. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ચક્રવાતથી દેશભરમાં વહેલો વરસાદ આવવાની સંભાવના વ્યકત થઈ છે. જેથી કોરોના વાયરસ બાદ ભારે ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા દેશવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.