પૃથ્વીથી ૪ર લાખ કિલોમીટર દૂરથી પસાર થશે
લંડનના લંડર ટાવર કરતાં પણ મોટું કદ ધરાવતી એક ઉલ્ફા ર૪ જુલાઇથી પસાર થશે. નાસાએ ઉલ્કાનું આ ગતિરોધ પૃથ્વી માટે જોખમી બની શકે તેવી શકયતા દર્શાવી છે. નાસાએ આ ઉલ્કા ને ર૦ ૨૦-એન.ડી. નામ આપ્યું છે. વિશાળ ખડક જેવી આ ઉલ્ટા પૃથ્વી નજીકથી ર૪મી જુલાઇ પસાર થવાની છે.
અમેરિકન અવકાશી સંસ્થા દ્વારા પૃથ્વીના નકશામાં નરી આંખે દેખાતા લંડન શહેરના અડધા કદની આ ઉલ્ટા ૪૪૩ ફુટ ઉંચી અને તેનાથી પ૦ ટકા લાંબી હોવાનું જણાવ્યું છે. વિજ્ઞાનીકોએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે પૃથ્વી તરફ ઊડતી આવતી આ ઉલ્કા પૃથ્વીની ભ્રમણ કક્ષા ૪ર લાખ કિલોમીટરથી પસાર થશે.
રપમી જુલાઇએ પૃથ્વી પાસેથી ઊડતી પસાર થનારી આ ઉલ્કા નું કદ ૬૪૩ ફુટ છે. દર વર્ષે ત્રણ લાખ જેટલી ઉલ્કા ઓ પૃથ્વી પાસેથી પસાર થાય છે અને પ્રાદેશીક ધોરણે પડવાથી નુકશાન કરવાની શકયતા હોય છે. પરંતુ ૨૦૨૦-એન.ડી. પૃથ્વી માટે જોખમી હોવાની શકયતાઓ છે.
૨૦૨૦-એન.ડી. નરી આંખે જોઇ નહિ શકાય ઝડપથી પસાર થનાર આ ઉલ્ટાને શકિતશાળી ટેલીસ્કોપમાં પથ આવરવી અધરી બની શકે છે. બ્રહ્માંડમાં પરિભ્રમણ કરતાં મંગળ, પૃથ્વી, નિવસ મરકયુરી જેવા ગ્રહોના રજકણો અને ટુકડાઓ જે ભ્રમણ કરતી વખતે છુટા પડીને દુર ફંગોળાઇ
જાય છે તેને ઉલ્કા કહેવાય છે. બ્રહ્માંડમાં છુટ્ટા પડી ગયેલા ગ્રહોનો આ ટુકડા અને રજકણ જયારે પૃથ્વીની ભ્રમણ કક્ષા નજીકથી પસાર થાય છે. અત્યારે ગ્રહોના આ રજકણ જેવી આ ઉલ્કા પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના પ્રભાવમાં આવે છે. અને પૃથ્વીના આભા મંડળમાં પ્રવેશ કરી જાય છે.
ઉલ્કા ના પદાર્થોમાં મોટાભાગે પાણી અને બરફ ઉપર ઉલ્ટાના રજકણો ચોટીને પીંડ જેવા આકાર ધારણ કરી લે છે અને ઠંડા આવરણ સાથે ઉલ્કા ની રચના થાય છે. જયારે મોટાભાગની ઉલ્કા સુર્ય મંડળના ગ્રહોના ખડકના ગરમ વાતાવરણથી સર્જાયા છે. માસ અને જયુપીટર વચ્ચે આવા ગરમ ઉલ્કાનું સર્જન થતું હોય છે.
સુર્યમંડળની રચનાના પાયાના પથ્થર જેવા ગ્રહો અને ઉલ્કાઓ આમતો સાડાચાર કરોડ વર્ષ પહેલા રાસાયણિક પક્રિયા અને ગ્રહોના રજકણના આકારતા પામેલા ગ્રહોનું એક મિશ્રણ ગણી શકાય અત્યારે આપણા સુર્ય મંડળમાં ૮૩૦૦૦૦ જેટલા ઓળખાયોની ઉલ્કાઓ સતત ધુમી રહી છે.