આર્થિક મંદીના ભારણમાંથી ઉગારવા દુબઈ પાસે મોટી તક ૨૦૨૦નો આંતરરાષ્ટ્રીય એકસ્પો: ભારત સહિતના ૨૦૦ કરતા વધુ દેશો લેશે ભાગ
કોઈપણ દેશ કે રાજય કે શહેરનો આર્થિક વિકાસ તેના અર્થતંત્રની સ્થિતિ પરથી માપી શકાય છે. દેશના નિરંતર વિકાસ માટે અર્થતંત્રની મજબુતાઈ જરૂરી છે. પરંતુ વૈશ્વીકસ્તરે થતા ઉતાર ચડાવથી દેશે તેજી મંદીના વિવિધ પાસામાંથી પસાર થવું પડતુ હોય છે. જે મુદામાં દુબઈ શહેરની વાત કરીએ તો હાલ દુબઈ પર પણ આર્થિક મંદીનો માર પડયો છે. જેની અસરતળે લકઝરી એપાર્ટમેન્ટના ભાડામાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે.
જોકે, આ આર્થિક મંદીની ભીંસમાંથી દુબઈને ૨૦૨૦ એકસ્પો તારી લેશે તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છેકે દુબઈમાં ૨૦ ઓકટોબર ૨૦૨૦થી ૨૧ એપ્રીલ ૨૦૨૧ સુધી એકસ્પો યોજાનાર છે. આ પ્રકારનાં એકસ્પોનું આયોજન દર પાંચ વર્ષે કરવામા આવે છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ઈટાલીમાં અને ૨૦૧૦માં શંધાઈમાં આયોજીત થયો હતો. વર્ષ ૨૦૨૦ના એકસ્પોમાં આફ્રિકા, મદ્ય પૂર્વ, ખાડી અને પૂર્વ એશિયાના દેશો સહિત લગભગ ૨૦૦ દેશો ભાગ લેવાના છે.
દુબઈમાં યોજાનાર આ એકસ્પો દુબઈની તસ્વીર ફરી એક વખત ઉજળી કરશે તેવી ધારણા છે. વિશ્વભરમાંથી મૂડી રોકાણ અર્થે લોકોને આકર્ષતું વિશ્વનું સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય શહેર પાછલા ૨૦ વર્ષથી દુબઈ ને જ માનવામા આવે છે. પરંતુ હાલ દુબઈ આર્થિક મંદી સામે જજુમી રહ્યું છે.
વર્ષ ૨૦૧૪થી દુબઈમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટીના ભાવ ઘટી રહ્યા છે. જેથી આ વર્ષે સ્ટોક માર્કેટ ૧૩ ટકા ઘટયું છે. જે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
ગલ્ફમાં ઈંધણના ભાવ ઘટવાથી દુબઈને આ માર પડયો છે. યુએસે ઈરાન સાથેની પરમાણુ સંધી ખત્મ કરતા વૈશ્વીક સ્તરે આ પ્રકારે પરિણામો નોંધાયા છે. યુએઈમાંથી ઈરાનમાં થતા નિકાસનો મોટો જથ્થો દુબઈ થઈને જ જતો વર્ષ ૨૦૧૭માં ૧૯.૯ બીલીયન ડોલર નિકાસ થઈ હતી.
જોકે, દુબઈ શહેરના આ મંદીના ભારણમાંથી ૨૦૨૦ એકસ્પો તારશે તેવી બીઝનેશ એકસપર્ટ અને અર્થશાસ્ત્રીઓને ધારણા છે.
જણાવી દઈએ કે આગામી એકસ્પોમાં ભારત પણ સામેલ થવાનું છે. મેક ઈન ઈન્ડીયા પ્રોજેકટને આગળ ધપાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણય કર્યો છે. અને દુબઈના ૨૦૨૦ના એકસ્પોમાં ભાગ લેશે.