પક્ષના સભ્યોની સંખ્યા 11 કરોડે પહોચાડીને આંતરીક ચૂંટણીઓ પૂર્ણ કરાયા બાદ જ શાહને પ્રમુખપદેથી વિદાય આપવાનો પાર્ટી હાઇકમાન્ડનો નિર્ણય
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહનો ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થયા બાદ પક્ષ શાહના નેતૃત્વમાં થયા હજુ પક્ષના સંગઠન અને કેટલીક વિધાનસભાઓની ચુંટણીઓ લડશે. ગૃહમંત્રી અમિત શાહને ભાજપના પ્રમુખપદે હજુ ઓછામાં ઓછા છ મહિના બરકરાર રાખી પક્ષની આંતરીક ચુંટણીઓ અને હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજયની ચુંટણીઓ શાહની દેખરેખ હેઠળ યોજવાનું પાર્ટી હાઇકમાન્ડે નકકી કયુૃ છે.
ગૃહમંત્રી અમિત શાહ સંગઠનની ચુંટણીઓ સુધી ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી માટે યથાવત રહેશે. છ મહિનામાં ભાજપના સંગઠન માટે આંતરીક ચુંટણીઓ યોજાશે ત્યાર પછી ભાજપના નવા પ્રમુખ તરીકેની ચુટણીઓ થશે.
તાજેતરમાં જ લોકસભાની ચુંટણીમાં ભાજપે શાનદાર વિજય અપાવતા 300 બેઠકોને આંકડો પાર કરાવવાનો શ્રેય અમિત શાહની રણનીતી અને આયોજનને આપવામાં આવી રહ્યો છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સરકારમાં કેબીનેટમાં સમાવેશ કર્યા બાદ ભાજપના નવા પ્રમુખને લઇને અટકળો શરુ થઇ ગઇ હતી. એવું ચર્ચાઇ રહ્યું છે કે અમિત શાહને હજુ વધુ સમય સુધી પક્ષ પ્રમુખની જવાબદારી આપવામાં આવશે. ભાજપ અઘ્યક્ષ તરીકે અમિત શાહનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ વર્ષની શરુઆતમાં જ પૂર્ણ થઇ ગયો હતો. પરંતુ પક્ષ તેમને ચુંટણીઓ સુધી આ જવાબદારીઓ પર યથાવત રહેવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના બંધારણની જોગવાઇ મુજબ પ્રમુખ વધુ ત્રણ વર્ષ સુધી યથાવત રહી શકે છે. ભાજપની સંગઠનની ચુંટણીઓ સુધી અમિત શાહ પ્રમુખ પદે ચાલુ રહેશે કે કેમ તેવો નિર્ણય લેવાનો બાકી હતો. અમિત શાહે પક્ષને એકલા હાથે 303 નો જાદુઇ આંકડા પાર કરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. શાહના નેનૃત્વમાં ભાજપને ચુંટણીમાં વજય માટે ખુબ જ સારી સફળતા મળી છે. આ વખતે અમિત શાહની રણનીતીને કારણે પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અકલ્યનિય સફળતા અપાવવાનો યશ અમિત શાહને આપવવાનો યશ અમિત શાહને આપવામાં આવી રહ્યોછે. શાહને આગામી હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્રની વિધાનસભાની ચુંટણી સુધી યથાવત રાખવામાં આવશે તેવી આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમિત શાહ કાર્યવારી બેઠકમાં જણાવ્યું હતું કે, ભાજપને હજુ ઘણા એવા રાજયો સર કરાવાના છે કે જયાં ભાજપ યુકતી બેઠકો મેળવી નથી. આવા રાજયોમાં પક્ષની જનાધાર ટકાવારી વધારવા માટે કામ કરવું છે. ભાજપ હજુ તેનો મહત્તમ ટોચ સુધી પહોંચીયો નથી.
અમિત શાહ હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રની ચુંટણીઓ સુધી અને 2020માં નવી દિલ્હીની ચુંટણી સુધી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ માટે અમિત શાહનું નેતૃત્વ શુકતવંતુ સિઘ્ધ થયું છે. અમિત શાહને કેબીનેટમાં સામેલ કરવામાં આવ્યા છે દેશના ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે શાહ માટે તમામ જવાબદારીઓનું વહન એક સાથે કરવું તે પડકારજનક બની રહે તેવી સ્થિતિ વચ્ચે પણ અમિત શાહને ત્રણ રાજયોની આગામી ચુંટણીઓ અને પક્ષની આંતરીક ચુંટણીઓ સુધી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ તેના ખાસ સભ્ય નોંધણી અભિયાન મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ જુલાઇ મહિના સુધી ચાલુ રાખનાર છે. પક્ષ તેની કુલસભ્ય સંખ્યામાં વધુ ર0 ટકાનો ઉમેરો કરી ભાજપમાં 11 કરોડ સભ્યો જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ફળશ્રુતિના ભાગરુપે અને સુશાસનના પ્રતિભાવ રુપે પક્ષના ઉમેદવારોએ 50ટકા કે તેથી વધુ મતો મેળવી ન રાષ્ટ્ર બેઠકો પર જબ્બર જનાધાર મેળવીને 303 બેઠકો જણાવ્યું હતું કે ભાજપે 2019ની ચુંટણી જાતિવાદ, પરિવારવાદ, અને કોમવાદી પરિબળો સામે લડીને સમાજવાદી પાર્ટી, બહુજન સમાજપાર્ટી ના ઉત્તર પ્રદેશના ગઠબંધનને જાતિવાદને કારણે લોકોએ ફગાવી દઇ જાકારો આપ્યો છે.
અમિત શાહને પ્રમુખ તરીકે ચાલુ રાખવાનો પક્ષનો નિર્ણય આગામી વિધાનસભાની ચુંટણીઓ અને પક્ષના 11 કરોડ કાર્યકરો ની નોંધણીના મહત્વાંકાક્ષી લક્ષ્યને સિઘ્ધ કરવા શાહના શુકનવંતા નેતૃત્વને બરકરાર રાખવાનો નિર્ણયના અમલ કરવામાં માટે ખુબ જ ફળદાયી અને શુકનવંતુ સાબીત થયું છે.
અમિત શાહ પ્રમુખપદે ચાલુ રહીને ત્રણ રાજયોની ચુંટણીઓ શાહના નેતૃત્વમાં જ લડાવવાનું પક્ષના મોવડીઓએ નકકી કર્યુ છે.
અમિત શાહે જણાવ્યું હતુઁ કે ભાજપને હજુ તેના પીકઅપ સુધી પહોચવામાં ઘણું કરવાનું બાકી છે. જે રાજયોમાં ભાજપની પ્રમાણમાં નબળી સ્થિતિ છે. ત્યાં સંપૂર્ણ જનાધારનું લક્ષ્ય પુરુ પાડવા માટે હજુ ઘણું કામ કરવું પડશે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપ કાર્યકરોની નોંધણી અને પક્ષમાં 11 કરોડ સભ્યોનું લક્ષ પુરુ કવરા કવાયતમાં લાગી ગઇ છે. અમિત શાહનું પક્ષ અઘ્યક્ષ તરીકેનું ઓક્ષટેન્શન આગામી ત્રણ રાજયોની વિધાનસભાની ચુંટણીઓ ને ઘ્યાને લઇને કરવામાં આવ્યું છે અત્યારની સ્થિતિને લઇને શાહના વિકલ્પની ચિંતા કર્યા વગર શાહના હાથ હેઠળ પક્ષને વધુ મજબુત બનાવવા પર ઘ્યાન અપાય રહ્યું છે.