વિધાનસભાની ચૂંટણી પહેલા સીએએની સો લોકોની ધાર્મિક લાગણીઓની પણ કસોટી થશે : વોટ શેરના ખેલમાં આઠ દિવસમાં અનેક ઉતાર-ચડાવ જોવા મળશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ મતોના ધૃવિકરણનો ખેલ શરૂ થઈ ચૂકયો છે. કોણ કેટલા પ્રમાણમાં વોટ શેર લઈ જઈ તે માટેના સોગઠા ગોઠવાઈ ચૂકયા છે. ભાજપ આ સોગઠા ગોઠવવામાં ફાવી ગયું હોય તેવું વર્તમાન સમયે જોવા મળેલી પરિસ્થિતિ ઉપરી જણાય આવે છે. ગઈકાલે જામીયા-મીલીયા-ઈસ્લામીયા યુનિવર્સિટી પાસે સીએએના વિરોધમાં થઈ રહેલા દેખાવોમાં એક શખ્સે ખુલ્લેઆમ બંદૂકી ગોળીબાર કર્યો હતો. આ ઘટના સો જ દિલ્હીમાં લોકોની ધાર્મિક લાગણીની કસોટી થશે તેવું ફલીત થઈ રહ્યું છે.
શાહીનબાગ ઘટનામાં આમ આદમી પાર્ટી અને ભાજપના વોટ શેરની લડત જવાબદાર હોવાનું સમજી શકાય છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો વોટ શેર ૫૪ ટકા હતો જ્યારે ભાજપનો ૩૦ ટકા હતો. આમ આદમી પાર્ટીની ૬૦ બેઠકો ઉપર વિજય થશે તેવું દેખાતું હતું. જ્યારે ભાજપ ૧૦ બેઠકની અંદર સમેટાઈ જતો હતો. પરંતુ તાજેતરમાં ઘટનાઓનો દૌર જોઈને જણાય આવે છે કે, ભાજપનો મત શેર ૩૦ માંથી ૪૦ ટકા થશે અને આપનો મત શેર ૫૪ ટકામાંથી ઘટી ૫૧ ટકાએ પહોંચશે. આગામી સમયમાં આ મત શેર ૪૩ ટકા સુધી ઘટી જશે તેવું પણ માનવું છે. જ્યારે ભાજપનો મત શેર વધશે તેવી તૈયારી કરાઈ છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં હજુ આઠ દિવસોની વાર છે. આવી સ્થિતિએ આવતીકાલે કેન્દ્રીય બજેટ પણ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામે કેન્દ્રીય બજેટમાં ભાજપ સરકાર દ્વારા નારી જાહેરાતોને દિલ્હી ભાજપ હયિાર બનાવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. બજેટમાં પ્રજાલક્ષી જાહેરાત થશે તે માની ચાલવામાં આવે તો વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી ભાજપને ફાયદો થશે. ગઈકાલની ઘટનાએ દિલ્હીમાં સીએએની સો લોકોની ધાર્મિક લાગણીની કસોટી કરવાનું શરૂ કર્યું છે. આઠ દિવસમાં આ બાબત વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ દહેશત છે.