સૌરાષ્ટ્ર ડ્રાઈવીંગ સીટ પર: ૬૩ ઓવરના અંતે ટીમનો સ્કોર
૧૫૯/૨: ઓપનર અવી બારોટ તથા વિશ્ર્વરાજ જાડેજાની અડધી સદી
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સૌ પ્રથમ વખત રણજી ફાઈનલ મેચની મેઝબાની કરી રહ્યું છે. ત્યારે આજથી રણજી ફાઈનલ મેચનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં સૌરાષ્ટ્ર ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૬૩ ઓવરના અંત સુધીમાં ટીમનો સ્કોર ૧૫૯/૨ ચાલુ છે. તેમાં વિકેટ કિપેર અવિ બારોટે અને વિશ્ર્વરાજ જાડેજા અડધી સદી ફટકારી હતી. હાલ બંગાળની ટીમ સ્પીનરો ઉપર મદાર રાખીને જે રીતે રમત રહી છે તેનાથી એ વાતની આશા સેવાય રહી છે કે સૌરાષ્ટ્રની ટીમ ૪૦૦ રન કરી બંગાળને ભીડવશે. પ્રથમ દિવસ બંગાળની બોલિંગ માટે નિષ્ફળ રહ્યો હતો ત્યારે હજુ પણ ચૈતશ્ર્વર પૂજારા, જેક્શન જેવા ખેલાડીઓ આવવાના બાકી છે.
સૌરાષ્ટ્ર ટીમમાં ચેતેશ્ર્વરની વાપસી ટીમનાં બેટીંગ લાઈનઅપને મજબૂત આપશે. જયારે એવું પણ માનવામાંઆવી રહ્યું છે કે, જો સૌરાષ્ટ્ર તેના પ્રથમ દાવમાં ૩૦૦ રન કરશે, તો તે બંગાળ ઉપર પોતાની સર્વો પરીતા મેળવશે. પ્રથમ સેમીફાઈનલમાં પણ સૌરાષ્ટ્રની ટીમે ટોસ હારી પ્રથમ બેટીંગ કરી હતી અને ૩૦૦ રન ઉપરનો સ્કોર કર્યો હતો.
બંગાળની ટીમમાં રીધમન શહા અને મનોજ તીવારીની પણ વાપસી થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર માટે ૪૦૦ રન પાર કરવાનો લક્ષ્ય રાખવો પડશે. જો સૌરાષ્ટ્ર ટીમ આ કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત કરશે. તો ફાઈનલ મેચ રોમાંચક જોવા મળશે. અને ફાઈનલ જીતવાની તક પણ વધુ પ્રબળ બનશે જયારે બીજી તરફ બંગાળનાં બોલરો પણ ઘાતક છે. જેને કર્ણાટકની ટીમને બેકફૂટ ઉપર ધકેલી હતી. ઈસાન પોરેલ, મુકેશ કુમાર, અકક્ષદિપ અને સાહબાઝ અહેમદ જેવા બોલરો સામે સૌરાષ્ટ્રના બેટસમેનોની આકરી પરીક્ષા પણ થશે.
સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રના ઓપનર હાર્વીક દેસાઈ અને અવી બારોટ તેમના કૌશલ્યનાં આધારે પરફોર્મ કરી શકયા નહતા. પરંતુ ફાઈનલ મેચમાં હાર્વિક અને અવી બારોટ વચ્ચે ધીમેધીમે પાટનરશીપ થતી જોવા મળી હતી. શેલ્ડન જેકશન, ચેતેશ્ર્વર પૂજારા, અર્પિત વસાવડા તથા ચિરાગ જાની જેવા ખેલાડીઓની રમતથી બેટીંગને મજબૂત મળી છે. ત્યારે તેનો ફાયદો ફાઈનલમાં પણ જોવા મળશે.
સૌરાષ્ટ્ર ટીમ પાસે સ્પીનરો જેવા કે ધર્મેન્દ્ર જાડેજા, ચેતન સાકરીયા હોવાથી બંગાળની બેટીંગને ધ્વસ્ત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. પરંતુ દરેકને ખ્યાલ છે કે ખંઢેરીની વિકેટ ઉપર સ્પીનરોને નહિ ફાસ્ટ બોલરોને ફાઈદો અત્યંત મળે છે. ત્યારે સેમીફાઈનલમાં જયદેવ ઉનડકટ જે રીતે બીજી ઈનિંગ્સમાં ૭ વિકેટ ઝડપી ગુજરાતને બેકફૂટ ઉપર ધકેલ્યું હતુ તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે બંગાળ ને પણ સૌરાષ્ટ્રની ઘાતક બોલીંગનો સામનો કરવો પડશે.
હાલ એ વાત સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્રની ટીમ ૪૦૦ રનનો સ્કોર કરી બંગાળ ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવા સૌરાષ્ટ્રની ટીમ પૂર્ણ પ્રયત્ન કરશે.