આજે ફિટનેસમાં પાસ થશે તો ઓસીની ઉડાન ભરશે: ૧૪ દિવસ ક્વોરોન્ટાઈન રહેશે
ઓસ્ટ્રેલિયામાં આગામી ૧૭મી ડિસેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ ટેસ્ટ મેચ સિરીઝનો પ્રારંભ થશે જો કે છેલ્લા ૨ ટેસ્ટમાં રોહિતની ફિટનેસ ભારતને કારગત નીવડશે કે કેમ? પ્રથમ ટેસ્ટ મેચમાં કપ્તાન કોહલીના નેજા હેઠળ ટિમ ઇન્ડિયા એડીલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જો આજે રોહિત શર્મા પોતાની ફિટનેસમાં કારગત નીવડશે તો આજે જ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળી જશે જો કે ત્યાં રોહિત તુરત જ ભારત ટિમ સાથે જોડાઈ નહીં શકે કેમ કે, તેઓને ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરિયડ પૂરો કરવો પડશે. મહિનાના અંત સુધીમાં તેઓનો ક્વોરોન્ટાઈન પિરિયડ પૂરો થશે. ત્યાં સુધીમાં ટિમ ઇન્ડિયા ૧૭મીથી એડીલેડમાં ટેસ્ટ રમશે અને બીજો ટેસ્ટ મેચ ૨૬મી ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. છેલ્લા ૨ ટેસ્ટમા રોહિત જેવા ખેલાડીની હાજરીથી ટીમ ઇન્ડિયાને મોટો ફાયદો થશે કેમ કે રોહિત એક જ એવો ખેલાડી છે કે જે કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે તેમ છે અને કોહલી પ્રથમ ટેસ્ટ બાદ ઉપલબ્ધ નહીં હોય ત્યારે રોહિત આજની ફિટનેસમાં પાસ થશે તો છેલ્લા ૨ ટેસ્ટ મેચમાં ટિમ ઇન્ડિયા માટે કપ્તાની કરશે.
મોટો પ્રશ્ન એ હશે કે , ૭ જાન્યુઆરી ૨૦૨૧થી સિડનીમાં શરૂ થનાર ત્રીજો ટેસ્ટ મેચ રમવા સજ્જ હશે કે કેમ? રોહિતને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વન-ડે અને ઝ-૨૦માં સ્થાન આપવામાં આવ્યું ન હોતું જો કે પછી રોહિતની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ૩૩ વર્ષીય રોહિત શર્માને આઇપીએલ ૨૦૨૦માં ઇજા થવાથી ઘણા મેચ ગુમાવવા પડ્યા હતા. જો કે બાદમાં રોહિતે કમબેક કરી મુંબઇ ઇન્ડિયનને પાંચમો આઇપીએલ ખિતાબ જીતાવ્યો હતો.
ભારતીય ટિમ પ્રથમ ટેસ્ટ મેચ બાદ કપ્તાન કોહલી વગર જ મેદાને ઉતરશે. પરતું જો આજે રોહિત પોતાની ફિટનેસમાં સફળ રીતે પસાર થશે તો ભારતીય ટીમને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં રોહિત શર્મા જેવો ખેલાડી હોવો મહત્વપૂર્ણ છે કે જેને લાંબી લાંબી ઇનિંગ્સ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પણ એક ખાસ સ્થાન બનાવ્યુ છે. પણ શું રોહિત ફિટનેસમાં પાસ થઈને ટિમ ઇન્ડિયા સાથે રમવા ત્યાર થશે?