પગમાં ઇજા થવાના પગલે હિટમેન આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝમાંથી આઉટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે ત્યારે ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલાં જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે જેમાં તેમના વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા ને પગમાં ઇજા થતાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે જેના સ્થાને બીસીસીઆઈએ ઇન્ડિયા એના સુકાની પ્રીયાંક પંચાલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પણ સામે ઊભો થયો છે કે ટેસ્ટ સીરીઝમાં ફેઈલ રોહિત વનડેનું સુકાની પદ સંભાળી શકશે ખરો?
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છે. જેના પગલે રોહિત આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.રોહિત શર્માની જગ્યાએ પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, બીસીસીઆઈએ આ અંગેની પુષ્ટી કરી છે. મળતી માહિતી મુજબ, ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટથી શરૂ થશે.
ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જશે. તરફ ભારતીય ટીમના ઉપસુકાની તરીકે કે એલ રાહુલની પણ નિયુક્તિ થઈ શકે છે. રોહિત શર્મા ને જે ઈજા પહોંચી છે તે ચાર સપ્તાહમાં રિકવર થતી હોય છે પરંતુ હાલને તબક્કે હજુ એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે રોહિત ને જે ઈજા પહોંચી છે તે કેટલી ગંભીર છે જેના કારણે રોહિતને ટેસ્ટ સીરીઝ માંથી બાકાત કરવામાં આવ્યો છે.