સીબીડીટીએ તમામ ચીફ કમિશનર અને પ્રિન્સિપલ ચીફ કમિશનરને આ સ્થિતિનું નિવારણ લાવવા તાકિદ કરી
ઇન્કમટેક્સમાં મોડા ભરેલા રિટર્નને માફ કરી દેવા માટેની 30,000 જેટલી અરજીઓ હજુ પડતર પડેલી છે ત્યારે પ્રશ્ન એ છે કે આ મોડા ભરેલા રિટર્નને માફ કરી દેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઉદભવિત થયો છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીજે તમામ પ્રિન્સિપલ ચીફ કમિશનર અને ચીફ કમિશનરને તાકીદ કરી છે કે તેઓ આ પ્રશ્નનું ત્વરિત નિવારણ લાવે. આ અંગે ઇન્કમટેક્સ દ્વારા 2020 માં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષમાં 365 દિવસ સુધી ડીલે થયેલા રિટર્ન એપ્લિકેશન ને ગ્રાહ્ય રાખવામાં આવે અને તે સમય મર્યાદા ને પાછળથી ત્રણ વર્ષ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે જે મોડા ભરેલા રિટર્નની અરજીઓને અધિકારીઓ દ્વારા નહીં તો સ્વીકારવામાં આવે છે ના તો તેને રિજેક્ટ કરવામાં આવે છે પરિણામ સ્વરૂપે આ અરજીઓનો ભરાવો અંતે 30,000 સુધી પહોંચ્યો છે અને તેનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે કારણ કે દરેક કિસ્સાઓ અને દરેક મોડા ભરેલા રિટર્ન ના કારણો અલગ અલગ હોય છે. ત્યારે હવે શિફ્ટ કમિશનર અને પ્રિન્સિપલ ચીફ કમિશનર દ્વારા સાથોસાથ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરેક કેસને અલગ તારવવામાં આવશે અને એક સમાન કેસનો નિવેડો ઝડપથી લાવવામાં આવશે અને આ બેક લોગ ને હળવો ખરાબ છે જે અંગે બોર્ડ દ્વારા તાકીદ પણ કરવામાં આવેલી છે.