સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ સમક્ષ જે ઝડપથી સુનાવણી યોજાઈ રહી છે તેને જોતા ગોગોઈના નિવૃતિકાળ ૧૭ નવેમ્બર પહેલા આ કેસનો ચૂકાદો આવે તેવા કાનૂનવિદોનો મત
અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદનાવિવાદીત જમીનની માલીકી કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં નિયમિત પણે યોજાઈ રહી છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજનગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ સમક્ષ ૭૦ વર્ષ જૂના આ કેસને ઝડપભેર વિવિધ પક્ષો દલીલો કરી રહ્યા છે. આ બેંચ પણ જે ગતિથી આ દલીલો સાંભળી રહી છે અને પક્ષકારો પણ ચીવટપૂર્વક પૂરાવાઓ રજૂ કરી રહ્યા છે. તેને જોતા આગામી નવેમ્ર માસમાં મધ્ય સુધીમાં આ કેસનો ચૂકાદો આવીજાય તેવી ન્યાયવિદો સંભાવનાઓ જોઈ રહ્યા છે.
૭૦ વર્ષના જૂના રામજન્મભૂમિ બાબરી મસ્જીદની ૨.૭૭ એકર જમીનનો કેસ સુપ્રીમમાં ચાલી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદીત જમીના ત્રણ સરખા હિસ્સાની વહેચણીનો ચૂકાદો આપ્યા બાદ આ કેસની સુનાવણી સુપ્રીમકોર્ટમાં ચાલી રહી છે. મુખ્યન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, એસએ બોબડ, ડી.વાય.ચંદ્રચુડ, અશોક ભુષણ એસ અબ્દુલનજીર સમક્ષ ચાલી રહેલા કેસમાં સાંયોગીક અને સંવેધાનીક ઐતિહાસીક પૂરાવાઓની રજુઆત સાથે રામલલા, નિર્માઈ અખાડા અને સુન્ની વકફબોર્ડ વચ્ચે ચાલી રહેલા આ કાનૂની જંગમાં પક્ષકારોને દલીલો અને પૂરાવાઓ માટે ઝડપ લાવવા નિર્દેશ આપ્યો છે.
ગઈકાલે આ કેસમાં હિન્દુપક્ષકારના વકીલ પી.એન. મિશ્રાએ બાબરી મસ્જીદને ઈબાદત ગાહનું દરજજો મળે જ નહિ તેવી દલીલ કરી હતી શાહજહા ના ચૂકાદાને ટાંકીને મંદિર હોય ત્યાં મસ્જીદ બની ન શકે અને દિવસમાં જયાં બે વખતની નમાઝ અદા થતી નહોય તે જગ્યાને ઈબાદતગાહ ન ગણવા ના ઈસ્લામના નિયમને મંદિરનાં અવશેષો વાળી જગ્યા પર મસ્જીદનું અસ્તિત્વ ન હોય તેવી દલીલ કરી હતી. હાલમાં, સુનાવણી અઠવાડિયાના પાંચ દિવસ ચાલી રહી છે, જેથી કેસ ઝડપથી આગળ વધે. જોકે, સુન્ની વકફ બોર્ડ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને તેનો વિરોધ કરતા કહ્યું કે, તે તૈયારી માટે સમય આપશે નહીં. જોકે, કોર્ટે તેની વાત સાંભળી ન હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોર્ટના કોરિડોરમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે સીજેઆઈ નિવૃત્ત થાય તે પહેલાં બેંચ પોતાનો નિર્ણય આપી શકે છે. વિવાદિત જમીનના બે તૃતિયાંશ ભાગની સુનાવણી પૂર્ણ થતાં હવે નિર્ણયમાં વધારો થયો છે. ધવને અગાઉ કહ્યું હતું કે તે તેમની દલીલો માટે ૨૦ દિવસ લેશે. જો ધવનને આટલો સમય લાગે છે, તો પણ સુપ્રીમ કોર્ટમાં હજી એક મહિનાથી વધુ સમયનો નિર્ણય લેવામાં આવશે. હવે દરેકની નજર સોમવારે છે, જ્યારે મુસ્લિમ પક્ષોની દલીલો શરૂ થશે.