કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં લેવાયો નિર્ણય: ૭૩ મેડિકલ કોલેજોને અપગ્રેડ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગઈકાલે કેન્દ્રીય કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને ૨૦૧૯-૨૦ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત ૨૦ એઈમ્સની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. પરિણામે રાજકોટ માટે એઈમ્સના દરવાજા ખુલે તેવી આશા છે.
આ બેઠક દરમિયાન દેશભરમાં હાલ અમલમાં રહેલી કૃષિ યોજનાને એકઠી કરી નવી હરીત ક્રાંતિ કૃષ્ણોતિ યોજના બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ૨૦ એઈમ્સની સાો સા ૭૩ મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. હાલ દેશમાં ૬ એઈમ્સ છે જે વધારાની ૧૪ એઈમ્સનો નિર્માણ કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
આ મામલે સુત્રોએ જણાવ્યું હતું કે, નવી એઈમ્સ બનાવવાી માત્ર હેલ્ એજયુકેશન અને ટ્રેનિંગમાં ફાયદો નહીં ાય પરંતુ સનિક કક્ષાએ આરોગ્યને લગતી સુવિધામાં પણ વધારો જોવા મળશે. આ ઉપરાંત દરેક એઈમ્સના માધ્યમી ૩-૩ હજાર નોકરીઓ પણ ઉભી શે. એઈમ્સ માટે તમામ ભંડોળ કેન્દ્ર સરકાર ફાળવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને એઈમ્સ મળે તેવી લોકલાગણી છે. ગુજરાતમાં એઈમ્સ માટે રાજકોટ અને બરોડા વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર બન્ને વિકલ્પોમાંી એક વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, રાજકોટ એઈમ્સ માટે વડોદરા કરતા વધુ સારો વિકલ્પ છે. રાજકોટને એઈમ્સ મળે તો તેનો ફાયદો વધુ વ્યાપક ઈ શકે તેમ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com