સૂર્યકુમાર યાદવની સાથે કુલદીપ યાદવ અને ઈશાન કિશનને પણ ટીમમાં સામેલ ન કરાયા
ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેંડના ઓવલમાં ટકરાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
રહાણે ને ટીમમાં સામેલ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઇંગ્લેન્ડની વિકેટ સ્વીમીંગ થતી વિકેટ છે અને રહાણે આ વિકેટ ઉપર સારું એવું પ્રદર્શન કરી ચૂક્યો છે માટે તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે તો બીજી તરફ સૂર્ય કુમાર યાદવ ને ટીમમાં સ્થાન મળ્યું નથી ત્યારે જૂન 7 થી શરૂ થતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્વિમિંગ વિકેટ ઉપર રહાણે જમાવટ કરશે કે કેમ તે સમય જ જણાવશે.
ટીમમાં અજિંક્ય રહાણેનો સમાવેશ થતા જ ભારતનું મિડલ ઓર્ડર મજબૂત બન્યું છે. એટલું જ નહીં વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભારતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ચોકાવનારી વાત તો એ છે કે સૂર્ય કુમાર યાદવ કુલદીપ યાદવ અને ઈશન કિશન કે જેઓએ ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કર્યું હતું તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને મેડલ ઓર્ડર ની સંપૂર્ણ જવાબદારી રહાણેના શિરે જાણે આવી હોય તેવું સ્પષ્ટ થયું છે.
ઇંગ્લેન્ડની સ્વિંગ વિકેટ ઉપર રાહા ને બાદ પુજારા ટીમ માટે આશીર્વાદરૂપ સાબિત થશે કારણકે ઇંગ્લેન્ડની કન્ડિશનથી પુજારા વાકેફ છે. ચેતેશ્વર ઇંગલિશ કાઉન્ટી ક્રિકેટ પણ રમી રહ્યો છે અને હાલ તે ઇંગ્લેન્ડમાં જ હોવાના કારણે ત્યાંની પરિસ્થિતિથી ભલી ભારતી વાકેફ છે જેના અનુભવનો લાભ ભારતીય ટીમને મળશે.