રાજકારણમાં ક્યારે કોઈ પરિસ્થિતિ યથાવત રહેતી નથી સમય સંજોગો અને સમીકરણો ક્યારે બદલી જાય તે કેવું નિશ્ચિત બનતું જ નથી પંજાબમાં અત્યારે કોંગ્રેસ માટે પોતાનું ઘર સાચવવું અઘરું બની ગયું છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસ હાઈ કમાન્ડ માટે પંજાબમાં સત્તા અને પક્ષનું સંગઠન જાળવી રાખવું અઘરું પણ ફરજિયાત બન્યું છે.
પંજાબનું બળતું ઘર ઠારવાના પ્રયત્નોમાં લાગેલી આગથી ઉભી થયેલી કોંગ્રેસની વિકટ પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાની હોડમાં ગમે ત્યારે અણધાર્યા પરિણામો રચાઈ જાય તેવા સમીકરણો વચ્ચે હાઇકમાન્ડની અગ્નિ પરીક્ષા
નવજોતસિંહ સિધુની 78 ધારાસભ્યોની ટેકાની ધમકી સામે કેપ્ટન પણ રાજકીય તાકાત બતાવવાના મૂડમાં !
પંજાબમાં નવજોતસિંહ સિંધુ અને મુખ્યમંત્રી અમરિંદરસિંહ જૂથ વચ્ચે શરૂ થયેલી અહમની લડાઈ પક્ષ માટે ભાર અને વિરોધીઓને સત્તાની તક આપનારી બની રહે તો નવાઈ નહીં, પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંધુને ચૂંટણી પછી મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હતા. જોકે તેમણે ભારરૂપ વાલી જવાબદારી નો મળે તેવી માંગ કરતા તેમને હળવું ગણાતું ખાતું આપ્યું હતું, તેમ સીધુની નારાજગીની શરૂ થયેલી તપાસમાં પ્રદેશ પ્રમુખ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ મંત્રીમંડળમાં અને સરકારમાં બહુ વજન ન મળવાથી સિધુ નારાજ થયા હતા. નવજોતસિંહ સિધુ એકાએક કેપ્ટન અમરિંદરસિંહ સામે મેદાને આવ્યા હતા અને વિરોધ શરૂ કર્યો હતો અને દાવો કર્યો હતો કે પોતાની પાસે 78 ધારાસભ્યોનું સમર્થન છે.
સિધુની આ નારાજગીથી પંજાબ સરકાર પર જોખમ ઊભું થાય તેની હવા પ્રિયંકા ગાંધીને પહોંચી જતા પક્ષ માટે જોખમ ગમે તે રીતે ઓછું થાય તે માટે પ્રિયંકા ગાંધીએ નવજોત સિધુ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ સિધુની હિમાયત કરી હતી પ્રિયંકા ગાંધીનું એવું વલણ હતું કે નવજોત સિંહ સિધુના 78 ધારાસભ્યોના સમર્થન આ દાવામાં કેટલું તથ્ય છે તેની પુરેપુરી વિગત મેળવીને પછી નિર્ણય કરવો જોઈએ. દિલ્હી દોડી ગયેલા નવજોત સિધુ અને પ્રિયંકાએ પોતાના ઘેર બેસાડીને રાહુલ અને સોનિયાને મુલાકાત માટે મનાવ્યા હતા.
આ દરમિયાન કેપ્ટનને રાહુલ મળ્યા ન હતા બીજી તરફ પંજાબની પરિસ્થિતિ જોવા જઈએ તો સિદ્ધુના વિરોધથી કેપ્ટન અમરિંદરસિંહ પણ પોતાના અસલી આક્રમક મિજાજમાં આવી ગયા છે અને પોતાની તાકાત બતાવવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે. તેમનું માનવું છે કે પંજાબનો કેપ્ટન નક્કી કરવાવાળા બીજા કોઈ ન હોઈ શકે પંજાબની કેપ્ટન્સી અત્યારે કોંગ્રેસને અંધકારમાં ડુબાડી દે તેવા સંજોગો ઊભા થયા છે.
પંજાબના રાજકીય સમીકરણો ની સમીક્ષા કરીએ તો અત્યારે કોંગ્રેસના આંતરીક વિગ્રહ જેવી પરિસ્થિતિમાં બિનકોંગ્રેસી જૂથો ટાંપીને બેઠા છે કેપ્ટન અમરિંદર સિંહ માટે પંજાબનું ઘર સાચવી રાખવું આવશ્યક છે અત્યાર સુધી રણનીતિ જોવા જઈએ તો અમરિંદરસિંહ જૂથે ક્યારેય સ્થાનિક રાજકારણ અને ખાસ કરીને પ્રકાશસિંહ બાદલ સામે કોઈ વાંધાજનક નિવેદન નોંધાવ્યું નથી અત્યારે જો જરૂર પડે તો કેપ્ટન અને બાદલ પણ હાથ મિલાવી શકે છે, નવજોતસિંહ સિધુના ધારાસભ્યોના સમર્થનના દાવામાં જો તથ્ય હોય અને કેપ્ટનની ખુરશી ડગે તો કેપ્ટન પાસે સૌથી સારો વિકલ્પ ભાજપ સાથે હાથ મેળવી લેવાનો યોગ પણ બની શકે.
અત્યારની પરિસ્થિતિએ કોંગ્રેસની હાલકડોલક નાવને સાચવી રાખવા માટે પ્રિયંકા ગાંધીએ કરેલા પ્રયાસોથી કેપ્ટનની નારાજગી સપાટી પર આવી છે સિધુની વાતમાં દમ હોય તો તેને સાચવી લેવા માટે સમય કાઢવાની રણનીતિ અખત્યાર કરીને પ્રિયંકા ગાંધીએ સિધુ પર લાગણી બતાવી છે. પ્રિયંકા ગાંધીની આ લાગણી પક્ષ માટે ફાયદારૂપ બનશે કે ઘાતક તે આવનારો સમય બતાવશે.
કોંગ્રેસ સરકારમાં ઊભી થયેલી સંકટની પરિસ્થિતિમાં વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા આપ પણ મેદાનમાં છે પરંતુ કેપ્ટન અમરિંદરસિંહ અત્યારે આપ સાથે કોઈ સંબંધ કેળવવાની તરફદારીમાં નથી જરૂર પડે તો કેપ્ટન ભાજપ સાથે બેસી શકે તેમણે બાદલ અને અકાલી અને તેમના હરીફ ક્યારેય બનવા દીધા નથી. કેપ્ટનની લાંબી રણનીતિ અત્યારે ફવે તેવું દેખાય રહ્યું છે. દિલ્હી હાઇકમાન્ડ પંજાબનું કોકડું ઉકેલવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી ચૂક્યું છે. સમય વિતાવવો જરૂરી છે.
ત્યારે ત્રણ સભ્યોની સમિતિની સાઈડલાઈન કરીને પ્રિયંકા ગાંધીએ નવજોત અને કેપ્ટનની તાકાત પારખીને નિર્ણય લેવાનું વલણ અખત્યાર કર્યું છે તે કદાચ કેપ્ટનને વધુ બળવાખોર બનાવી દે. કેપ્ટન અને ભાજપ હાથ મેળવી લે તો કોંગ્રેસનું ઘરના ઘાતકી કારણે ભાંગી પડે અત્યારે પંજાબમાં સંપૂર્ણપણે રાજકીય પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કોંગ્રેસનાં હાઈ કમાન્ડ માટે નટની ચાલ જરૂરી બની છે સામે પક્ષે કેપ્ટન પણ પંજાબમાં પોતાનું પ્રભુત્વ બરકરાર રાખવા છેલ્લી બાજી રમી લે તેવા સંજોગો પણ દેખાઇ રહ્યા છે નવજોત સિધુ 78 ધારાસભ્યોની વાત કરે છે ત્યારે આ વાતમાં કેટલુ વજન છે તેની તપાસ થઇ રહી છે જો બંને જૂથોમાં સમાધાન કરાવવામાં હાઈ કમાન્ડ નિષ્ફળ જશે તો કોંગ્રેસ વિરોધીઓને લાભ મળી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી હોવાના સમીકરણો રચાયા છે.