ઉદ્યોગોને રક્ષણના નામે અપાતી છૂટછાટના કારણે અર્થતંત્રને પહોંચતી માઠી અસરો
ફુગાવો ઘણીવખત સાવ નીચો કે સાવ ઉંચો હોવાની જગ્યાએ સપ્રમાણમાં હોય તે જરૂરી
ભારતીય ર્અતંત્રની સુસ્તી પાછળ અનેક કારણો જવાબદાર છે. પ્રારંભીક તબક્કે ભારતીય ર્અતંત્રમાં આવેલી સુસ્તી વૈશ્ર્વિક તેજી-મંદીની સાઈકલનું પરિણામ લાગતી હતી. પરંતુ વાસ્તવમાં સ્ટ્રકચરલ ખામીના કારણે ભારતના ઔદ્યોગીક એકમોને મંદી જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતના ર્અતંત્રમાં મોટાભાગના ક્ષેત્રોને સરકાર કોઈને કોઈ રીતે ‘રક્ષણ’ આપે છે. આ રક્ષણ એટલે કે સરકાર દ્વારા અપાતી છુટછાટોના કારણે હવે કેટલાક ઉદ્યોગો વૈશ્ર્વિક બજારની ગળાકાંપ હરીફાઈમાં ટકવા સક્ષમ રહ્યાં નથી. વારંવાર છત્રછાયા આપવાી વૈશ્ર્વિક બજારમાં ટકી રહેવા માટે જોઈતી તાકાત જે તે ઉદ્યોગમાં ઘટી જાય છે. જેના લાંબાગાળાના પરિણામો ખુબજ ભયંકર જોવા મળે છે.
વિકાસ દરનો અંદાજ કેટલો રાખી શકાય?
આગામી વર્ષોમાં ભારતીય ર્અતંત્ર ૬.૫ ટકા સુધીના વિકાસ દરે પ્રગતિ કરશે તેવું કેટલાક નિષ્ણાંતો માને છે. જો કે, છેલ્લા ૨ વર્ષના પરિણામો પરી જણાય આવે કે, આ આંકડો હાંસલ કરવો સહેલો નથી. જો આંતરરાષ્ટ્રીય ર્અતંત્ર પણ આપણી અપેક્ષા મુજબ આગળ આવે તો આ વિકાસ દરનો આંકડો પ્રાપ્ત કરવો સરળ રહેશે તેવા સવાલો પણ ઉઠી શકે છે. આંતરરાષ્ટ્રીય ર્અતંત્ર એક્ષચેન્જ રેટ, માંગ, પુરવઠા સહિતની વસ્તુ પર આધારીત રહે છે. જો તમે પુરવઠા તરફ વધુ ફ્રિડમ આપો તો એક્ષચેન્જ રેટને અસર થઈ શકે અને જો માંગને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો પુરવઠાને અસર થઈ શકે. માટે તમામ પાસાઓમાં સંતુલન જાળવવું મહત્વનું છે.
જીડીપીમાં ફૂગાવાનો વધારો-ઘટાડો
કેટલા સ્તરે જોખમી?
સામાન્ય લોકોમાં ફૂગાવા પ્રત્યે અનેક પ્રકારની ખોટી માન્યતા જોવા મળે છે. ફૂગાવો વધશે તો ર્અતંત્રને હાની પહોંચશે તેવી માન્યતા સર્વસામાન્ય છે. જેી ફૂગાવો સાવ ઘટી જાય અવા રહે જ નહીં તેવી કામના લોકો કરે છે. પરંતુ આ કામના પૂર્ણ થાય તો જીડીપીને ભયંકર નુકશાન ઈ શકે તેવું નિષ્ણાંતો કહે છે. ફૂગાવો વધુ હોય તે સારૂ ની પરંતુ ફૂગાવો સાવ ઓછો થઈ જાય અવા રહે જ નહીં તે પણ ર્અતંત્ર માટે સારૂ નથી ભારતમાં ફૂગાવો ૨ થી ૬ ટકાની વચ્ચે જોલા ખાતો જોવા મળતો હોય છે. ફૂગાવો સંતુલીત રહે તે માટેના પ્રયત્નો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરતી હોય છે.
ફિસ્કલ ડિફીસીટનો ગોલ માટેના પ્રયત્નો કેટલા યોગ્ય?
ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટ (એફઆરબીએમ) દ્વારા ફિસ્કલ ડિફીસીટના ટાર્ગેટને પૂર્ણ કરવા અતિ ગંભીરતા દાખવવામાં આવી છે. આ માટે કેટલાક સુધારા વધારા પણ યા છે. ફિસ્કલ ડિફીસીટની બાબત સીધી જીડીપી સો સંકળાયેલી છે. જો જીડીપી નીચા દરે જોવા મળે તો ડિફીસીટ ઉંચે દરે પહોંચી જાય. માટે બન્ને સ્તરે ધ્યાન રાખવું સરકાર માટે જરૂરી બની જાય છે.
ભારતની મેન્યુફેક્ચરીંગ ઈન્ડસ્ટ્રી
ભારતમાં સનિક ક્ષેત્રે ઉત્પાદન દર જળવાઈ રહે તે માટે સરકારે લીધેલા પગલા અસરકારક રહ્યાં ની. ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસ સાધવામાં સૌથી વધુ મુશ્કેલી આયાતી વસ્તુઓની છે. માટે અવાર-નવાર આયાતી સામાન ઉપર ટેકસ વધારવામાં આવે તેવી માંગણી તી હોય છે. સરકાર આયાતી વસ્તુઓ પર સમયાંતરે ટેકસમાં વધારો કરે છે પરંતુ ખાલી ટેકસમાં વધારો કરીને ઘરેલું ઉદ્યોગોને બચાવી શકાય નહીં. તે માટે ઉદ્યોગોને બજારમાં ટકી શકે તે પ્રકારે સક્ષમ બનાવવા જરૂરી છે.