ઉતાવળે સસ્પેન્ડ થયેલા ઝાલાને લઈને યુનિવર્સિટીનાં સત્તાધીશોને થુકેલુ ચાટવું પડશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની સિન્ડીકેટ બેઠક ગરમા ગરમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ હરેશ ઝાલાએ એક વિદ્યાર્થીનીને પીએચડીમાં પ્રવેશ અપાવવા માટે શરીર સુખની માંગણી કરવાની ઓડિયો કલીપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જે મામલે તાત્કાલિક અસરથી ઉતાવળે પ્રોફેસર ઝાલાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કુલપતિ-ઉપકુલપતિએ લીધો હતો જોકે પ્રોફેસર હરેશ ઝાલા વિરુઘ્ધ કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ આવી ન હોય તથા યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા ઉતાવળે પ્રો.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દબાણપૂર્વક આ નિર્ણય લેવાયો હોય એવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિ કોઈપણ પ્રકારનાં મુદાઓ ધ્યાને લીધા વિના જ પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા જેને લઈને સમાજ શાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને સમાજ શાસ્ત્રનાં વિદ્યાર્થીઓ પણ પ્રોફેસર ઝાલાનાં સસ્પેન્શન પાછુ ખેંચવા માટે કુલપતિને રજુઆત કરી હતી જોકે દબાણમાં આવેલા કુલપતિ અને ઉપકુલપતિએ તાત્કાલિક અસરથી પ્રોફેસર ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા. કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ વિના જ કેસ વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલને સોંપી દીધો હતો ત્યારે હવે આજે મળનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં ઉતાવળે સસ્પેન્ડ થયેલ ઝાલાને યુનિવર્સિટીનાં સત્તાધીશોએ થુકેલુ ચાટવું પડશે ? અને સમગ્ર મામલે પ્રો.ઝાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો સામે બદનક્ષીનો પણ કેસ કરશે કે કેમ ? તે જોવાનું રહેશે અને સસ્પેન્શનનાં મામલે પણ હવે યુનિવર્સિટીનાં સતાધીશો અસમંજસમાં મુકાયા છે. આજની આ સિન્ડીકેટની બેઠક એકદમ ગરમા ગરમીવાળી રહેશે તેવું લાગી રહ્યું છે.
જોકે આ સમગ્ર મામલે પ્રોફેસર હરેશ ઝાલા અને વિદ્યાર્થીની એવું નિવેદન આપી ચુકયા છે કે આ ઓડિયો કલીપમાં અમારો અવાજ જ નથી ઓડિયો કલીપ સંપૂર્ણ ખોટી અને ઉપજાવી કાઢેલી છે. દરમિયાન આજે સિન્ડીકેટની બેઠક મળનાર છે ત્યારે ઝાલાના સસ્પેન્શનને લઈને સત્તાધીશો અસમંજસમાં મુકાયા છે ત્યારે શું પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીનાં સત્તાધીશો સામે ડેફરમેશનનો કેસ કરશે અને ઝાલાનું સસ્પેન્શન યથાવત રહેશે કે કેમ ? તેનો પણ આજે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીનાં બે કેસ સામે આવ્યા હતા જેમાં એક પ્રોફેસરને ડિસમીસ અને અન્ય એક પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે કોઈપણ આધાર પુરાવા વિના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો પ્રોફેસર હરેશ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશોએ જજની ભુમિકા પોતે ભજવીને આવો સસ્પેનશનનો નિર્ણય લીધો હતો જોકે આવી બાબતે ઉતાવળે નિર્ણય ન કરાય જોકે સસ્પેન્ડ કર્યા પહેલા જાહેર હિતને ધ્યાનમાં લઈ નિર્ણય કરવો જોઈએ. ઈન્કવાયરી કર્યા બાદ આ બાબતે નિર્ણય થઈ શકે પરંતુ કયાંક ઉતાવળે કાચુ કપાયું હોય અને યુનિવર્સિટીનાં સતાધીશોએ દબાણમાં આવીને સસ્પેન્શનનો નિર્ણય લઈ લીધો છે તેમ કહી શકાય.
પ્રોફેસર હરેશ ઝાલાને વિમેન્સ સેલેએ કલીન ચીટ આપી દીધી છે અને વિમેન્સ સેલે જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ ન મળતા કોઈ કાર્યવાહી થઈ શકે નહીં અને આ સમગ્ર કિલપ ખોટી અને ઉપજાવી કાઢેલી છે તેમ પણ જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં વારંવાર બનતા જાતીય સતામણીનાં કિસ્સાઓમાં ઝડપી અને પારદર્શક કાર્યવાહી થાય તે માટે પણ અલગથી નીતિ ઘડાઈ તેની તાતી જરૂર પડી છે જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રોફેસર હરેશ ઝાલા અને વિદ્યાર્થીનીનાં ખુલાસા પ્રમાણે ઓડિયો કલીપમાં અવાજ અમારો નથી અને સંપૂર્ણપણે ઓડિયો કલીપ ઉપજાવી કાઢેલી છે ત્યારે આજે જયારે સિન્ડીકેટની બેઠક મળનારી છે જેમાં ઉતાવળે સસ્પેન્ડ થયેલા ઝાલાને લઈને યુનિવર્સિટીનાં સતાધીશોઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે અને હવે જયારે પ્રોફેસર હરેશ ઝાલા સમગ્ર મામલે બદનામ કરી દેવામાં આવ્યા છે તેનાં વિરુઘ્ધમાં કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો સામે હરેશ ઝાલા બદનક્ષીનો કેસ કરશે કે કેમ ? તે જોવાનું રહેશે.