કોંગ્રેસ વર્કિંગ કમિટીની ૧૦મીએ મળનારી બેઠકમાં પ્રમુખપદનો નિર્ણય લેવાય તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કોંગ્રેસ મુકત ભારત કરવાના અભિયાનને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમા મતદારોએ ભારે જનાધાર આપ્યો હતો જેના પગલે થયેલા ભારે રકાસ બાદ કોંગ્રેસ પક્ષ દેશના મુખ્ય રાજકીય પ્રવાહમાંથી દિવસે દિવસે રાજકીય હાંસીયામાં ધકેલાઈ રહ્યો છે. કોંગ્રેસની સ્થિતિ એવી નબળી થઈ જવા પામી છે કે લોકસભામાં વિપક્ષી તરીકેનું નેતૃત્વ પણ પક્ષ માટે દુર્લભ બની ચૂકયું છે. લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજયની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામું આપીને નવા નેતૃત્વ માટે જ પરિવર્તનનો દરવાજો ખોલી દીધો છે. જે બાદ લાંબા સમયની કોંગ્રેસ પ્રમુખ કોણે બનાવવા તે મુદે કોંગ્રેસ હાઈકમાન્ડમાં ગડમથલ ચાલી રહી છે. આખરે, આગામી ૧૦મીએ મળનારી વર્કિંગ કમીટીની બેઠકમાં આ મુદે નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
સત્તાસ્થાનેથી કોંગ્રેસને દૂર કરવા માટે વિરોધીઓએ કોંગ્રેસમાં ગાંધી પરિવારના વંશવાદનો મુદો અસરકારક હથીયાર તરીકે ઉપયોગ કરી લીધો છે. તેમ છતા કોંગ્રેસ હજુ ગાંધી પરિવારના નેતૃત્વને જ પક્ષ માટે સંજીવની સમજે છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ૧૦મી ઓગષ્ટે મળશે અને તેમાં નેતાગીરીના અવકાશની પક્ષની ગંભીર પરિસ્થિતિના ઉકેલની સાથે સાથે રાહુલ ગાંધીના અનુગામી પક્ષની ભાવી રણનીતિ અંગે ચર્ચા મસલતો થશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં મોદી લહેર અને અમિત શાહની ચાણકય રણનીતિનાં કારણે ફરી વળેલા કેસરીયા બુલડોઝરને લઈને કોંગ્રેસની કારમી હારથી વર્ષો જુના રાજકીય પક્ષ કોંગ્રેસ કોમામા સરી પડયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી હતી પક્ષને પડતા પર પાટુ લાગી હોય તેમ રાહુલ ગાંધીએ પણ પક્ષના પરાજયનીજવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધા પછી અત્યારે પક્ષનીહાલત ઘણીધોરી વગરની થ, ગઈ છે. ત્યારે નેતૃત્વના અવકાશ અને કોંગ્રેસને ફરી પાટા પર લાવવા માટે કવાયત શ થઈ ગઈ છે.
૧૦મી ઓગષ્ટે કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં રાહુલ ગાંધીના રાજીનામા અને પક્ષના અનુગામી અંગે મહત્વની ચર્ચા થશે પક્ષના વરિષ્ઠ નેતા શશીથ અને કરણસિંહ કોંગ્રેસના નેતૃત્વ મુદે યોગ્ય નિવારણ લાવવા માંગ કરી છે. મે. ૨૫ના રોજ લોકસભાનાપરિણામ બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપી દીધું હતુ કોંગ્રેસ આગામી બેઠક માટે કર્ણાટક અને મહારાષ્ટ્રનાનેતાઓ ઉપરાંત રાજયસભાના સાંસદ સંજીવસિંહ સહિતના નેતાઓનો રાજીનામાની પરિસ્થિતિમાં પક્ષના નેતૃત્વ અંગે વિચારણામા લેવામાં આવનારા છે ૧૦ ઓગષ્ટ શનિવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિ મહત્વની બેઠક મળશે તેમ મહાસચિવ વેણુ ગોપાલે ટવીટ સંદેશામાં જણાવ્યું હતુ.
કોંગ્રેસ કાર્યકારી સમિતિએ જોકે રાહુલ ગાંધીના રાજીનામાનો હજુ સુધી સ્વીકાર કર્યો નથી તેમ છતા રાહુલ ગાંધી રાજીનામા મુદે પોતાના નિર્ણય પર અફર રહ્યા છે. સાથે સાથે એ પણ સ્પષ્ટ બન્યું છે કે પોતે પ્રમુખ તરીકે તો ચાલુ રહેવાના જ નથી. પરંતુ સાથે સાથે પોતાના પરિવારના કોઈપણ સભ્યને પણ પ્રમુખ પદ નથી આપવાના મૂડમાં છે. જેથીકોંગ્રેસ પાસે અત્યારે રાહુલનો પ્રમુખ પદ ત્યાગ અને અનુગામીની પસંદગી અને ભાવી રણનીતિ સહિતના ત્રિવિધ પડકારો ઉકેલવાનું કામ માથે આવી પડયું છે.
રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે અનેક યુંવા નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્રસિંગ અને થર જેવા મોટા ગજાના નેતાઓએ પ્રિયંકાગાંધીને નેતૃત્વ આપવા માંગ કરી છે. કરણસિંગે પક્ષના નેતૃત્વ માટે પ્રિયંકા ગાંધીને ઉચિત ગણાવ્યા છે.
આધારભૂત વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પ્રિયંકા ગાંધીને પક્ષની ધુરા સોંપતા પહેલા વચગાળાના પ્રમુખ નીમવામાં આવે તેવી સંભાવના છે. ૧૦મીએ મળનારી કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય થાય તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.