કાચીંડાની જેમ ’કલર’ બદલતો કોરોના છેલ્લા દોઢ વર્ષથી વિશ્વઆખાને દંઝાડી રહ્યો છે. કોરોનાએ થોડો બ્રેક લીધા બાદ ફરી પોતાનો નવો અવતાર બતાવતા દુનિયાભરના દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વૈશ્વિક સ્તરે કોવિડ -19 કેસોમાં વધારો અને કેટલાક દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારોના એલાર્મે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) પર ગ્રહણ લાદે તેવી શક્યતા છે.
રાજ્યમાં દર બે વર્ષે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય છે. PM નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સમિટનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે હવે આ સમીટનું આયોજન યથાવત રહેશે કે કોમિક્રોનના કારણે રદ થશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે. ગુજરાત સરકારે આ મામલો કેન્દ્ર સરકારને માર્ગદર્શન માટે મોકલ્યો છે.
ઉપરાંત, આ અંગેના નિર્ણયની બેઠકમાં કેન્દ્ર સરકારના મોટાભાગના વિભાગો અને રાજ્યના વડાઓ અને ટોચના વૈશ્વિક બિઝનેસ નેતાઓ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. ગુજરામાં વાયબ્રન્ટ સમીટ યોજવી કે કેમ..?? તે અંગે કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે. જો કે રાજ્ય સરકારના સુત્રોના જણાવ્યા મુજબ તે નિશ્ચિત છે કે VGGS 2022ને રદ કે મુલતવી રાખવામાં આવશે નહીં. પીએમ મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેથી સંખ્યાબંધ રાજ્યના વડાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે અને VGGS ના મોટાભાગના વિભાગો સંયુક્ત રીતે VGGS 2022ની ઇવેન્ટ્સનું આયોજન કરશે. કેન્દ્ર સરકારે ઇવેન્ટ યોજવાનું ફોર્મેટ નક્કી કરવાનું રહેશે.