આઇટી નિયમોમાં સુધારો કરાયો : પીઆઈબીને વિશાળ સત્તા અપાઈ
કેન્દ્રીય મંત્રાલયે નવા ડ્રાફ્ટ ઇન્ફર્મેશન ટેક્નોલોજી નિયમોમાં સુધારો કર્યો છે. જેના હેઠળ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(પીઆઈબી)ને વિશાળ સતા આપવામાં આવી છે. આ સુધારા હેઠળ પીઆઈબી જે સમાચારને ફેક ગણાવે તે સમાચાર એજન્સીએ તાત્કાલિક તેના માધ્યમો પરથી દૂર કરવા પડશે. જેના લીધે પ્રેસનજ સ્વતંત્રતા પર સવાલ ઉઠવા લાગવા છે.
૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ કેન્દ્રીય આઇટી મંત્રાલયની વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ સુધારો અપલોડ કરવામાં આવ્યો હતો. આઇટી નિયમોની કલમ ૩ (૧) (બી) (૫) મુજબ, પ્રદર્શિત, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત કોઈ પણ ન્યૂઝ કન્ટેન્ટ ખોટા અથવા ભ્રામક જણાય તો પીઆઈબી આ સમાચારને દૂર કરવા આદેશ કરી શકશે.
નવા ડ્રાફ્ટ સુધારામાં સરકારે એક ફેક્ટ ચેક યુનિટ ઉમેરવાની દરખાસ્ત કરી છે. પીઆઈબી હવે એક ફેક્ટ ચેક યુનિટ બનાવશે જે સમાચાર માધ્યમો પર નજર રાખશે અને યુનિટને જે સમાચાર ખોટા અથવા ભ્રામક જણાય તેને દૂર કરવા આદેશ આપવામાં આવશે.
હવે જે રીતે આઇટી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે તેની અસરની જો વાત કરવામાં આવે તો સરકાર તેની એજન્સી પૈકી એક પીઆઈબી થકી જે સમાચારને માન્યતા આપે તે સાચા અને જે સમાચારને માન્યતા ન. આપવામાં આવે તે ખોટા સાબિત થઈ જશે. જેના લીધે મીડિયાની સ્વતંત્રતા પર સીધી અસર થનારી છે.
પીઆઈબીને જે સત્તા આપવામાં આવી છે તેના લીધે પીઆઈબી જે સમાચારને માન્યતા આપે તે જ સાચા ન્યૂઝ તરીકે પ્રસ્થાપિત થશે જેના લીધે હવે પીઆઈબી હવે ‘મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ’ બની જશે. આ પહેલી વાર નથી કે જ્યારે કોઈ એજન્સીને આ પ્રકારની સતા આપવામા આવી રહી છે. કોઈ પણ વ્યવસાયને ટાંકીને કોઈ એજન્સીને દેખરેખ રાખવા સત્તા આપવામાં આવે ત્યારે તે એજન્સી બિલકુલ ‘મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ’ તરીકે કામ કરતી હોય છે.
મીડિયા એજન્સીઓને હવે એવો પણ ભય સત્તાવી રહ્યો છે કે, ઘણીવાર સરકાર વિરોધી અહેવાલો પ્રસારિત કરવામાં આવતા હોય છે જેની સત્તાવાર ખાતરી કરી શકાતી નથી પરંતુ તે માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી હોય છે હવે આ પ્રકારના અહેવાલોને પણ પીઆઈબી દ્વારા ખોટા ઠેરવવામાં આવે તો અગાઉ જે રીતે મીડિય સ્વતંત્રપણે અહેવાલો પ્રસારિત કરી શકતી હતી તેની ઉપર કાતર ફરી વળશે.
વૈશ્વિક પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં સૌથી ખરાબ ૩૦ દેશોમાં ભારતનો સમાવેશ !!
વિશ્વભરના દેશોમાં પ્રેસની સ્વતંત્રતા અંગે એક અહેવાલ જાહેર કરવામાં આવે છે જેને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત આજે ૩૦ સૌથી ખરાબ દેશોમાં સામેલ છે. તુર્કી, સોમાલિયા, મોટા ભાગના આફ્રિકન દેશો, ઇજિપ્ત, એરિટ્રિયા અને સુદાન આ ઇન્ડેક્સમાં ભારત કરતાં આગળ છે.
ભ્રામક જણાય તેવા સમાચાર દૂર કરવા પીઆઈબીને સંપૂર્ણ સત્તા !!
૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ કેન્દ્રીય આઇટી મંત્રાલયની વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ સુધારો અપલોડ કરવામાં આવ્યો હતો. આઇટી નિયમોની કલમ ૩ (૧) (બી) (૫) મુજબ, પ્રદર્શિત, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત કોઈ પણ ન્યૂઝ કન્ટેન્ટ ખોટા અથવા ભ્રામક જણાય તો પીઆઈબી આ સમાચારને દૂર કરવા આદેશ કરી શકશે. નવા ડ્રાફ્ટ સુધારામાં સરકારે એક ફેક્ટ ચેક યુનિટ ઉમેરવાની દરખાસ્ત કરી છે. પીઆઈબી હવે એક ફેક્ટ ચેક યુનિટ બનાવશે જે સમાચાર માધ્યમો પર નજર રાખશે અને યુનિટને જે સમાચાર ખોટા અથવા ભ્રામક જણાય તેને દૂર કરવા આદેશ આપવામાં આવશે.